ઓડિશાના પુરી જિલ્લાના બ્રહ્મગિરિમાં આવેલા વિખ્યાત મા બાલી હરચંડી મંદિરમાં એક શરમજનક બનાવ બન્યો છે. મંદિર સંકુલ પાસે એક દલિત મહિલા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી શિવ પ્રસાદ સાહુ હજુ પણ ફરાર છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બ્રહ્મગિરિ વિસ્તારની 20 વર્ષીય દલિત યુવતી ગયા શનિવારે તેના પુરુષ મિત્ર સાથે મા બાલી હરચંડી મંદિરમાં ગઈ હતી. મંદિરમાં દર્શન કર્યા પછી, તેઓ હોડીમાં બેસીને સુનામુખી નદી પાર કરીને સમુદ્ર તરફ ગયા હતા. તેમના એકાંતનો લાભ લઈને આરોપીઓ તેમનો પીછો કરતા હતા.
આરોપીઓએ કથિત રીતે મોબાઇલમાં આ યુગલની અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો અને તેમને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરી હતી. ડરના કારણે યુવતી અને સાથીએ પહેલા ફોન દ્વારા ₹2,500 ટ્રાન્સફર કર્યા અને પછી ₹1,000 રોકડા આપ્યા. જોકે, આરોપીઓએ વધુ પૈસા માંગવાનું ચાલુ રાખ્યું. જ્યારે યુગલે ના પાડી, ત્યારે બદમાશોએ પીડિતાના મિત્રને માર માર્યો અને તેની સામે જ યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો.
આ પણ વાંચો: સૈનિકના પુત્રે દલિત યુવતી સાથે લગ્ન કરતા ગામલોકોએ બહિષ્કાર કર્યો
ગેંગરેપ બાદ આરોપીઓએ પીડિતા અને તેના મિત્રને નજીકના જંગલમાં છોડી દીધા. મિત્રની મદદથી પીડિતા હરચંડી પરત ફરવામાં સફળ રહી અને સ્થાનિકોને પોતાની આપવીતી સંભળાવી. માહિતીના આધારે, પુરી સદર એસડીપીઓ બ્રહ્મગિરિ અને સદર પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પૂછપરછ માટે ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા મોબાઇલ ફોન સહિતના મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.
દરમિયાન, મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે અને રાજ્ય છોડીને ભાગી ગયો હોવાની શંકા છે. તેને પકડવા માટે એક ખાસ પોલીસ ટીમ મોકલવામાં આવી છે.
સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના શનિવારે બની હતી. બંને પક્ષો સ્થાનિક વિસ્તારના છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી; તપાસ ચાલુ છે.”
આ પણ વાંચો: ગ્રાહકે કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’











Users Today : 11
આવાં હેવાન નરાધમો અને નામર્દો ને જન્મ આપનાર માતા પિતા ને ધિક્કાર છે …