Dalit News: દેશના સૌથી મોટા જાતિવાદી શહેર રાજકોટમાં જાતિ ભેદભાવની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના કાલાવડ રોડ પર એક દલિત યુવક તેની થાર ગાડી લઈને તેની મિત્ર સાથે તેના અન્ય સવર્ણ મિત્રોને રિસીવ કરવા માટે ગયો હતો. એ દરમિયાન સવર્ણ મિત્રોએ તેની જાતિ પૂછી હતી અને જ્યારે તે દલિત(વાલ્મિકી) હોવાનો ખ્યાલ આવતા ચારેય લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને “તું નીચી જાતિનો છે એટલે અમારી સામે થાર ગાડી લઈને, આવા ચેઇન પહેરીને ન અવાય, અમે ઉંચી જાતિના છીએ અને તું નીચી જાતિનો છે” કહી યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. આ મામલે દલિત યુવકે તાલુકા પોલીસમાં ચારેય સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બજરંગવાડીના પુનિતનગર-2 માં રહેતા આકાશભાઈ અરૂણભાઈ સોઢા(ઉ.વ ૨૯) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સીમી વૈષ્ણવ, અમરદીપ માલા, હરેશ માલા અને મનન મોચીના નામ આપ્યા છે.
આ પણ વાંચો: DSP એ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર!
રાજકોટના કાલાવાડ રોડ પરની ઘટના
યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તે યાજ્ઞીક રોડ પર આવેલ માસ ફાઇનાન્સની ઓફીસમાં નોકરી કરે છે. ગત તા.29 સપ્ટેમ્બર 2025ના રોજ રાતના સાડા બાર વાગ્યાની આસપાસ તે અને તેની મહિલા મિત્ર બંન્ને થાર ગાડી લઈને કાલાવાડ રોડ પર જલારામ હોટલ ખાતે જમવા માટે જતા હતા. ત્યારે મહિલા મિત્રના ફોનમા તેની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે, હું એલ.પી.એલ. કાફે છું અને મારી સાથે સીમી છે, તું અમને અહીંથી લઈ જા. જેથી મહિલા મિત્રે યુવાનને તેઓને લેવા માટે જવાનું કહ્યું હતું. બાદમાં બંન્ને એલ.પી.એલ. કાફે ખાતે ગયા હતા. જ્યાં સીમીની સાથે હરેશ માલા, અમરદીપ માલા તથા મનન મોચી પણ હાજર હતા.
દલિત યુવકની જાતિ પૂછી માર માર્યો
તેમણે યુવાનને પૂછ્યું હતું કે, તારું નામ શું છે? જેથી યુવાને આકાશ સોઢા કહ્યું હતું. જો કે, આ ચારેય જાતિવાદી શખ્સોને યુવકની જાતિ જાણવી હોવાથી તેમણે બીજો સવાલ કર્યો હતો કે, “તમે દરબાર છો?” જેથી યુવાને ના પાડી હતી અને કહ્યું કે, “હું વાલ્મિકી છું. ‘ જેનાથી ચારેય શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા.
આ પણ વાંચો: બાઈકની હેડલાઈટ ચહેરા પર પડતા દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો
દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો
એ પછી હરેશ માલા, અમરદીપ માલા, મનન મોચી અને સીમી વૈષ્ણવ કહેવા લાગ્યા હતા કે, “તું નીચી જાતીનો છે એટલે અમારી સામે થાર ગાડી લઈને, આવા ચેઇન પહેરીને ન અવાય, અમે ઉંચી જાતીના છીએ અને તુ નીચી જાતીનો છે” કહી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. બાદ આ તમામ લોકો યુવાનને ગાળો આપવા લાગ્યા હતા. બાદ અમરદીપ, મનન તથા હરેશ યુવકને ગાડીમાથી બહાર કાઢીને જેમ ફાવે તેમ ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ઢસડવા લાગ્યા હતા. બાદ આ લોકો મારામારી કરીને ત્યાથી ભાગી ગયા હતા.
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ મામલે દલિત યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતું કે, “હું સીમી વૈષ્ણવને મારી ફ્રેન્ડ થકી ઓળખુ છું અને અમરદીપ, હરેશ તથા મનનના નામ મને પાછળથી જાણવા મળેલ હતા.” આ અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે હુમલો, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘10 વૃક્ષો વાવીને ફોટા મોકલો’ કહીને હાઈકોર્ટે હત્યારાની આજીવન કેદ માફ કરી











Users Today : 36
*જાતિવાદી માનસિકતા ધરાવતાં લોકોની કિંમત “THAR”! નિર્જીવ ફોર વ્હીલર જેટલી પણ નથી રહી!
જ્યાં જોવો ત્યાં જાતિવાદ! જાતિવાદ! જાતિવાદ!,