ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામના અનુસૂચિત જાતિના 80 વર્ષના વૃદ્ધ મહિલા જીવીબેન બાબરીયાનું કારમાં પાચ શખ્સો દ્વારા અપહરણ કરી, ઘરેણાંની લુટ ચલાવી, હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મૃતકના પુત્ર મેપાભાઇ બાબરીયા દ્વારા ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં પાચ શખ્સો વિરુદ્ધ તા. 25 ઓક્ટોબર 2025ના ના રોજ BNS ની ગંભીર કલમો અને SC-ST Act(એટ્રોસિટી એક્ટ) હેઠળ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ વારંવાર આવી ગુનાઈત પ્રવૃત્તિ કરવાની ટેવ વાળા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મામલો શું હતો?
આ કેસની મળતી વિગતો મુજબ, ગીરગઢડાનાં બંધારડા ગામના અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા 80 વર્ષના જીવીબેન બાબરીયા પોતાના ગામેથી પુત્ર સાથે બેંકમાં ગયા હતા અને ત્યાંથી તેમના બેંકના ખાતામાં રહેલા રૂ 1200 લઈને બંધારડા ગામે સવારે પગપાળા ચાલીને આવતા હતા. એ દરમિયાન ઇન્ડિકા કાર નંબર GJ18 BB 2167માં બેસીને આવેલા પાંચ જેટલા હિસ્ટ્રીશિટરોએ જીવીબેનનું બંધારડા ગોળાઈ પાસેથી અપહરણ કર્યું હતું અને કારમાં બેસાડી તેમણે પહેરેલા સોનાના દાગીના, રોકડ રકમની લૂંટ ચલાવી જીવીબેનનું માથું સીટ સાથે અથડાવી ક્રુરતાપૂર્વક મોતને ધાટ ઉતારી દીધા હતા. એ પછી તેમની લાશ ગાડીની ડેકીમાં નાખી જાફરાબાદના કડીયાળી ગામ પાસે આવેલા દરિયાની ખાડીમાં ફેંકીને નાસી ગયા હતા.
આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
કારના સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓ પકડાયા
આ બાબતે 12 ઓગસ્ટના રોજ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જીવીબેનના પરીવારજનોએ તેમના ગુમ થયા અંગે જાણ કરેલ હતી. ત્યારબાદ ગત તા 1 સપ્ટેમ્બરના આ વૃદ્ધાનું કંકાલ જાફરાબાદના કડીયાળી ગામ પાસે મળતા જાફરાબાદ પોલીસે રજિસ્ટર એડી નોંધી કપડાં અને અવશેષો કબજે કરી તેનું ડી.એન.એ. ટેસ્ટ અને એફએસએલમાં મોકલતાં પરીવાર સાથે સેમ્પલ મેચ થતા 77 દિવસ બાદ ગીરગઢડા પોલીસે મૃતક મહિલાના દિકરા મેપાભાઈ બાબરીયાની ફરીયાદ નોંધી છે. વૃદ્ધાના ગુમ થયા બાદ જાફરાબાદના કડીયાળી પાસે મળેલા કંકાલે પોલીસ માટે આ ભેદ ઉકેલવો પડકારરૂપ બન્યો હતો. આ દરમિયાન ગીરગઢડા અને જાફરાબાદ પોલીસને એક કારના સગડ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યાં હતાં.
પોલીસ તપાસમાં કેવી રીતે ભાંડો ફૂટ્યો?
પોલીસ તપાસ દરમિયાન આ કાર ગત તા 1 સપ્ટેમ્બર 2025ના નવસારી પોલીસે 3 શખ્સો સાથે આવી જ એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં મહેશ અશોક સોલંકી(રહે. મૂળ ગીરગઢડા, કોદીયા ગામ, હાલ સુરત) તેમજ મનીષ અશોક સોલંકી(મૂળ અમરેલી હાલ ચોટીલા) રામ ઉર્ફે કાળો (રહે. અમદાવાદ ઈંદીરાનગર) તેમજ એક સગીર સહિત ચાર શખ્સોની અટકાયત કરેલ હોય તેની પૂછપરછ દરમિયાન તેમણે ગીરગઢડાના બંધારડા ગામે રસ્તે જતા વૃદ્ધાનું અપહરણ કરી લૂંટ ચલાવી મોતને ઘાટ ઉતારી તેમની લાશ કડીયાળી નજીક ફેકી દીધી હોવાનું કબૂલ્યું હતું. જાફરાબાદ પોલીસે મૃતક જીવીબેનના મળી આવેલાં કપડા અવશેષો અંગેની ઓળખ પરીવારના સભ્યો પાસે કરાવીને જીવીબેન રામભાઇના પુત્રનું ડી.એન.એ. ટેસ્ટ એફ એસ એલ દ્વારા કરતા મેચ થયું હતું અને હત્યા લૂંટ અને અપહરણનો ભેદ ઉકેલાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝાડની ડાળી પડતા એક્ટિવાચાલક દલિત યુવકનું મોત
ગીર ગઢડામાં ગુનો આચર્યો અને નવસારીમાં ભેદ ખૂલ્યો
ગીરગઢડા પોલીસે 77 દિવસ બાદ મૃતક વયોવૃદ્ધા ના પરીવારજનો સંપર્ક કરી મેપાભાઈ રામજીભાઈ બાબરીયા ની ફરીયાદ નોંધી હિસ્ટ્રી શિટર મનિષ અશોક સોલંકી હાલ ચોટીલા તેમજ એક બાળ કિશોર ને રાઉન્ડઅપ કર્યા છે અન્ય બે આરોપી અન્ય ગુન્હામાં જેલ હવાલે હોય તેમજ એક અન્ય શખ્સ ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગત 8 ઓગસ્ટે બનાવને અંજામ આપ્યાના 77 દિવસ બાદ આ હિસ્ટ્રીશિટર ગેંગે નવસારીમાં બીજી ઘટનાને અંજામ આપતા નવસારી પોલીસે ગેંગને પકડી હતી.
આરોપી ગેંગની અનેક ગુનાઓમાં સંડોવણી
આ હિસ્ટ્રીશિટર ગેંગ ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ કાર લઇને ગુનો આચરવા નીકળતા હતા અને ધોળા દિવસે ગુનાહીત પ્રવૃતિ કરતા હતા. તેઓ મોટાભાગે સિનિયર સિટીઝનને નિશાન બનાવતા હતા. ખાસ કરીને વૃદ્ધો પાસેથી સોનાચાંદીના ઘરેણાં અને રોકડની લૂંટ ચલાવી અપહરણ કર્યા બાદ ચાલુ વાહનમાં જ તેમને મોતને ઘાટ ઉતારીને લાશ રસ્તામાં અવાવરું જગ્યાએ ફેંકી દેતા હતા. ચોટીલા-અમદાવાદ પંથકની આ ગેંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
(વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ)
આ પણ વાંચો: ‘દરેક ગામમાં બોર્ડ લગાવો, મુસ્લિમોને નો એન્ટ્રી’, ટીનએજ કથાવાચિકાનો બફાટ













Users Today : 50