ભગવાન દાદા:  એક સુપરસ્ટાર દલિત અભિનેતા

બોલીવૂડમાં અનેક અભિનેતાઓએ પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે, આવા જ એક અભિનેતા એટલે ભગવાન દાદા.

તેમનું આખું નામ ભગવાન આબાજી પલવ હતું.

1 ઓગસ્ટ 1913ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં તેમનો જન્મ થયો હતો.

ભગવાન દાદાએ બોલીવૂડના જાતિવાદ સામે લડીને પોતાની અલગ ઓળખ બનાવી હતી.

અમિતાભ બચ્ચનથી લઈને ગોવિંદા સુધીના અભિનેતાઓ તેમની સ્ટાઈલની કોપી કરે છે.

તેમના પર ફિલ્માવાયેલા ગીત 'ભોલી સુરત દિલ કે ખોટે..' ની સ્ટાઈલ આજેય સહુને યાદ છે.

'શોલા જો ભડકે' અને 'ઓ બેટાજી, ઓ બાબુજી' ગીતો આજેય સુપરહિટ છે.

તેમણે 1980-90ના દાયકામાં અનેક હિંદી-મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.

પોતાના યુનિક ડાન્સ, સ્ટાઈલ અને ડાયલોગને કારણે તેમણે આગવો ચાહક વર્ગ ઉભો કર્યો હતો.

4 ફેબ્રુઆરી 2002ના રોજ મુંબઈના દાદરમાં હૃદય રોગના કારણે તેમનું મોત થયું હતું.