પદ્મશ્રી રાજેશ સરૈયા
તેમને ભારતના પ્રથમ દલિત અબજોપતિ માનવામાં આવે છે. તેમની કંપની સ્ટીલ મોંટ ટ્રેડિંગ લિમિટેડ જર્મનીમાં આવેલી છે.
ભગવાન ગવઈ
તેઓ સૌરભ એનર્જી DMCC ના CEO અને ચેરમેન છે. તેમની કંપની દુબઈમાં આવેલી છે.
પદ્મશ્રી કલ્પના સરોજ
તેઓ એક બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર છે. તેઓ મુંબઈની કામાણી ટ્યૂબ્સ કંપનીના માલિક છે.
રાજા નાયક
તેમની પાસે શિંપિંગ, લૉજિસ્ટિક્સ, પેકેજિંગ, વેલનેસ, રાઈસ બ્રાન્ડમાંથી 60 કરોડથી વધુનો કારોબાર છે.
રતિભાઈ મકવાણા
તેઓ અમદાવાદની ગુજરાત પિકર્સ ઈન્ડસ્ટ્રીના MD છે. 380 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીમાં 3800 લોકો કામ કરે છે.
અશોક ખાડે
તેઓ DAS ઑફશોરના MD છે. પગરખા બનાવતા ચમાર પિતાના આ દીકરાએ 500 કરોડની કંપની ઉભી કરી દીધી છે.