૧૨ વર્ષની દલિત છોકરી પર આચાર્યની કેબિનમાં ગેંગરેપ

પબ્લિક સ્કૂલના 5 સગીર છોકરાઓએ આચાર્યની કેબિનમાં લઈ જઈ દલિત છોકરી પર વારાફરતી ગેંગરેપ કરી નગ્ન વીડિયો બનાવ્યો.

મુરાદાબાદમાં 12 વર્ષની દલિત છોકરી પર પડોશમાં રહેતા પાંચ છોકરાઓએ સામૂહિક બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના એક પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલની કેબિનમાં બની હતી. ગેંગરેપમાં સામેલ તમામ આરોપીઓ પણ સગીર છે.

તેમની ઉંમર ૧૨ થી ૧૫ વર્ષની વચ્ચે છે. આરોપીઓ છોકરાઓ શહેરની એક શાળામાં ધોરણ 7 થી 9 ના વિદ્યાર્થીઓ છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સગીર દલિત છોકરી પર સામૂહિક બળાત્કારની આ ઘટના શહેરના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામની છે. આરોપીઓએ પીડિતાને તે જ વિસ્તારમાં આવેલી ડાયમંડ જુનિયર સ્કૂલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના પછી, આરોપીઓએ તેમના ફોનમાં પીડિતાનો નગ્ન વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ગઈકાલે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પીડિતાની માતાએ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે.

સગીરાને કોલ્ડ્રીંક્સમાં કેફી પદાર્થ ભેળવી પીવડાવ્યો

મળતી માહિતી જાણકારી મુજબ એક આરોપી છોકરાના પિતા ડાયમંડ સ્કૂલમાં ચોકીદાર છે. એટલા માટે તેના ઘરે શાળાની ચાવીઓ હતી. તે પોતાના ઘરેથી ચાવીઓ લઈને આવ્યો અને શાળાનો દરવાજો ખોલીને પીડિતાને અંદર લઈ ગયો હતો. અહીં પ્રિન્સિપાલના રૂમમાં લઈ જઈને પહેલા છોકરીને કોલ્ડ્રીંક્સમાં નશાકારક પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતો. જ્યારે છોકરી બેભાન થઈ ગઈ ત્યારે પાંચેય છોકરાઓએ વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો.

આ પણ વાંચો: યુપીના રામપુરમાં 11 વર્ષની બહેરી-મૂંગી દલિત બાળકી પર બળાત્કાર

પાડોશીએ પીડિતાની માતાને વીડિયો બતાવ્યો

પીડિતાની માતાએ પોલીસને જણાવ્યું કે તેની 12 વર્ષની પુત્રી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. ઘણી વાર પૂછવા છતાં દીકરીએ કંઈ કહ્યું નહીં. પરંતુ સોમવારે પાડોશીએ ચિંતિત હાલતમાં ઘરે આવી અને તેના મોબાઈલ પર એક વીડિયો બતાવ્યો. જે જોઈને પીડિતાની માતાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. કેમ કે વીડિયો તેમની પુત્રીનો હતો, જેમાં તે નગ્ન હતી અને આરોપીઓ તેના પર બળાત્કાર કરી રહ્યા હતા. આરોપીઓએ તેની પર ગેંગરેપ કર્યા પછી આ વીડિયો રેકોર્ડ કર્યો હતો.

માતાપિતાની બીકે સગીરાએ ઘરે વાત ન કરી

દીકરીનો વીડિયો જોયા પછી જ્યારે તેની માતાએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછ્યું, ત્યારે તેણે રડતા રડતા આખી ઘટના કહી. ૧૨ વર્ષની પીડિતાએ તેની માતાને જણાવ્યું કે તે ૮ મેના રોજ સાંજે ૪ વાગ્યે ઘરની બહાર રમી રહી હતી ત્યારે પડોશના પાંચ છોકરાઓ આવ્યા અને તેને કોલ્ડ્રીંક્સ પીવડાવવાની લાલચ આપીને નજીકની ડાયમંડ જુનિયર હાઈસ્કૂલમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે ઠંડાપીણામાં કોઈ નશીલો પદાર્થ નાખીને તેને બેભાન જેવી કરી નાખ્યા બાદ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

ગેંગરેપનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

આ પછી આરોપીએ પીડિતાનો વીડિયો રેકોર્ડ કર્યો. પીડિતાને વીડિયો બતાવતી વખતે, આરોપીઓએ તેણીને કહ્યું કે જો તે ઘરે જઈને ઘટના વિશે જણાવશે તો તેઓ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરશે. એટલું જ નહીં, તેને અને તેના માતા-પિતાને પણ મારી નાખશે. જેના કારણે પીડિતા ડરી ગઈ હતી અને તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે તેના પરિવારને કંઈ કહ્યું નહોતું.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

સિવિલ લાઇન્સના ઇન્સ્પેક્ટર મનીષ સક્સેનાએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો. આ સાથે, પાંચેય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. બધાની તબીબી તપાસ કરવામાં આવી છે. આજે એટલે કે બુધવારે, તે બધાને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: GPSCના ઇન્ટરવ્યુમાં SC-ST-OBC યુવકોને અન્યાય

3.8 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x