નવરાત્રિ પૂર્ણ થતા ગઈકાલે દશેરા દરમિયાન દેશભરમાં ભક્તોએ દુર્ગાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. એ દરમિયાન એક કરુણ ઘટના બની છે. એક ગામમાં દુર્ગાની મૂર્તિ પધરાવવા જતા 14 લોકો નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી હજુ માત્ર 4 ના જ મૃતદેહ મળ્યાં છે, જ્યારે 10 યુવકો હજુ પણ લાપતા છે.
મામલો યુપીના આગ્રાનો છે. અહીંના ખેરાગઢમાં આવેલી ઉટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડુંગરવાલા ગામના 14 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ગામલોકોએ ભારે જહેમત બાદ એક યુવકને બચાવી લીધો હતો. એ પછી ફાયર વિભાગે પોલીસની મદદથી ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાકીના 10 લોકોનો પત્તો લાગ્યો નહોતો, મૃતકોમાં 5 સગીરોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: સુરતમાં ગરબામાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવાતા બજરંગ દળે બબાલ કરી!
ઘટનાની જાણ થતાં કલેક્ટર અરવિંદ મલ્લપ્પા બંગારી અને ડીસીપી પશ્ચિમી ઝોન અતુલ શર્મા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ સમયસર ન પહોંચતાં ગુસ્સે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ સમજાવટ કરતાં 2 કલાક બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા.
यूपी – आगरा की नदी में कल रात दुर्गा मूर्ति विसर्जन के दौरान कुल 14 लोग डूबे। 4 लोगों को बाहर निकाला, जिसमें 3 की मौत हुई। 9 लोग अभी तक लापता हैं। कल रात से रेस्क्यू ऑपरेशन जारी है।@madanjournalist pic.twitter.com/aQQw919kf4
— Sachin Gupta (@SachinGuptaUP) October 3, 2025
આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. ખેરાગઢના કુસિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના 40-50 જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકો ઉટંગન નદી પાસે પહોંચ્યા હતા. વિષ્ણુ (20), ઓમપાલ (25), ગગન (24), હરેશ 20), અભિષેક (17), ભગવતી (22), ઓકે (16), સચિન પુત્ર રામવીર (26), સચિન પુત્ર ઊના (17), ગજેન્દ્ર (17) અને દીપક (15) સહિત 14 યુવકો ઊંડા પાણીમાં ગયા હતા.
આ પણ વાંચો: મહીસાગરના ભરોડીમાં દલિત દીકરીને સવર્ણ મહિલાઓએ ગરબામાંથી કાઢી મૂકી!

ગ્રામજનોના જણાવ્યા અનુસાર બચાવના કોઈ સાધનો ન હોવાથી શરૂઆતમાં ગ્રામજનો કંઈ કરી શક્યા નહોતા અને લોકો ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ કેટલાક ગ્રામજનોએ હિંમત કરીને પાણીમાં કૂદીને એક યુવકને બહાર કાઢ્યો હતો. તેની ગંભીર હાલત જોતા તેને આગરાની એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં રીફર કરવામાં આવ્યો છે.
અન્ય યુવકો ડૂબી ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. લગભગ દોઢ કલાક પછી અન્ય બે યુવકોને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નદીમાં ડૂબેલા અન્ય 10 યુવકોની શોધખોળ માટે 6 કલાક પછી SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પણ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત સુધી કોઈનો પત્તો લાગ્યો નહોતો. આ ઘટનાથી તમામ પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ











