રાજ્ય સરકારે ગુજરાતમાં 17 નવા તાલુકાઓની જાહેરાત કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે,
જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. આ નિર્ણયથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવો દાવ
જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નવો દાવ ખેલ્યો હોવાનું કહેવાય છે. વર્ષ 2025ની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાને 9 મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો હતો. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો.
ગુજરાતના નવા ૧૭ તાલુકા અમલમાં આપના જિલ્લામાંથી નવો તાલુકો બન્યો હોય તો કૉમેન્ટમાં જણાવજો…..#તાલુકા #વિભાજન #ગુજરાત pic.twitter.com/4UnkPLlGN5
— Yuvrajsinh Jadeja 🦁 (@Yuvi_1212) September 24, 2025
આ પણ વાંચો: ગુજરાતમાં આંગણવાડીના બાળકોના રૂ.242 કરોડ તંત્રે વાપર્યા જ નહીં

એ પહેલાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં હતી, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. ગત જાન્યુઆરીમાં રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ હતી.
ગુજરાતની સ્થાપના વખતે માત્ર 17 જિલ્લા હતા
ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યમાં 17 જિલ્લા હતા. ત્યાર બાદ સમયાંતરે નવા જિલ્લાઓ બન્યા હતા. છેલ્લે વાવ-થરાદ જિલ્લાની વર્ષ 2025માં રચના થઈ હતી. વાવ-થરાદને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરીને નવા જિલ્લા તરીકે રચના કરવામાં આવી હતી, જોકે એ વખતે અમદાવાદમાંથી વિરમગામ તેમજ મહેસાણા-ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો જાહેર થવાની સંભાવના હતી, પણ થઈ શકી નહોતી. આ પહેલાં વર્ષ 2013માં 7 નવા જિલ્લા અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર અને મોરબીની રચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો










