અમદાવાદમાં મધ્યાહન ભોજનમાં પૂર્વ-પશ્ચિમના બાળકો સાથે ભેદભાવ

પૂર્વ અમદાવાદના બાળકોને શીંગ ચણા, સુખડી પીરસાય છે, જ્યારે પશ્ચિમના બાળકોને રોસ્ટેડ મસાલા શીંગ ચણા, વેજ પુલાવ, જીરા પુલાવ, દાળ ઢોકળી પીરસાય છે.
ન્યાય માટે દલિત પરિવાર 150 કિ.મી. ચાલીને CMને મળવા પહોંચ્યો

દસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ આ પરિવારને ન્યાય નથી મળ્યો. મુખ્યમંત્રી તેમને મળ્યાં નથી. જાણો એક દલિત પરિવારની ન્યાય માટેની દર્દનાક કહાની.
દલિત વિદ્યાર્થીને ‘મુર્ગા’ બનાવી શિક્ષક ઉપર બેસી જતા વિદ્યાર્થીનો પગ ભાંગી ગયો

શિક્ષકે દલિત વિદ્યાર્થીને જાતિસૂચક ગાળો ભાંડી મુર્ગા બનાવ્યો અને પછી તેની ઉપર બેસી ગયો. વિદ્યાર્થી શિક્ષકનો વજન ખમી ન શકતા તેનો પગ ભાંગી ગયો.
છત્તીસગઢમાં પહેલીવાર એક કિન્નર ચૂંટણી જીતી સરપંચ બની

કિન્નર સોનુ દીદીએ પંચાયતની ચૂંટણીમાં ગામના ભૂતપૂર્વ સરપંચને હરાવ્યા હતા. આ સાથે જ તે દેશની પહેલી કિન્નર સરપંચ બની ગઈ છે.
દલિત પરિવાર પર ટોળાંનો હુમલો, સાત લોકો ગંભીર રીતે ઘાયલ

જમીન પડાવી લેવાના ઈરાદે 20-25 લોકોનું ટોળું ખેતરમાં કામ કરતા દલિત પરિવાર પર ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યું. જેમાં 7 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.