ગુજરાતમાં 35 ટકા લોકોના મોત હેલ્મેટ ન પહેર્યું હોવાથી થયા

માર્ગ અકસ્માતના અહેવાલને પગલે ગુજરાતમાં ફરજિયાત હેલમેટ માટે પોલીસની કવાયત શરૂ. ડીજીપીએ કડક અમલીકરણ માટે પરિપત્ર દ્વારા સૂચના આપી.
‘ગુજરાતમાં 40 ટકા બાળકો કુપોષિત, અધિકારીઓ 16,000ના સૂકામેવા ખાઇ ગયા’

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નકલી અધિકારીઓ, કચેરી પકડાઈ ત્યાં નકલી જેલ પણ રેરા બિલ્ડીગમાં ચાલતી હતી.
મધ્યપ્રદેશમાં રામધૂન ગાતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત

મધ્યપ્રદેશના શિવપુરીમાં 21 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. પવન નામનો યુવક મંદિરમાં દર્શન માટે આવ્યો હતો અને ત્યાં રામધૂનનો જાપ કરી રહ્યો હતો. એ દરમિયાન તે બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટરે માહિતી આપી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી […]
કુંવારી માતા બનેલી દલિત દીકરી યુવકના ઘરે ધરણાં પર બેઠી

22 વર્ષની દલિત યુવતી કુંવારી ગર્ભવતી બન્યા બાદ યુવકના ઘર બહાર 5 દિવસથી ધરણાં પર બેઠી હતી. એ દરમિયાન પ્રસવ પીડા ઉપડી અને બાળકને જન્મ આપ્યો. હજુ તે ન્યાય માટે મક્કમ છે.
પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?

વિંછીયામાં યોજાયેલા કોળી-ઠાકોર મહાસંમેલનમાં પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તે સવાલે જોર પકડ્યું હતું.
કારમાંથી ઉતરી સીધી દલિત વરરાજાના માથે બંદૂક તાકી દીધી

વધુ એક દલિત વરરાજાની જાન પર હુમલો. જાતિવાદીઓએ સીધી વરરાજાના માથે જ બંદૂક રાખી દીધી. એ પછી ઘોડી હોવા છતાં વરરાજા પગપાળા માંડવા સુધી પહોંચ્યા, ડીજે હોવા છતાં વગાડી શકાયું નહોતું.