અમદાવાદમાં 13 પરિવારોના 29 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
Ahmedabad news

વર્ષ 2025નું વર્ષ પુરું થઈ ચૂક્યું છે અને 2026નું વર્ષ શરૂ થયું છે. નવા વર્ષે પણ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી જતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. મેરઠમાં એક દલિત મહિલાની હત્યા થઈ ગઈ છે અને આરોપી મહિલાની દીકરીનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા મનુવાદી તત્વોનો એક આખો વર્ગ ધમપછાડા મારી રહ્યો છે અને ખુદ સત્તાધારીઓ તેમને પાછળથી પીઠબળ પુરું પાડી રહ્યા છે. આવી સ્થિતિમાં દલિતો પાસે બુદ્ધના રસ્તે ચાલવા સિવાય છુટકો નથી. દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો-આદિવાસીઓ જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.

અમદાવાદમાં 13 પરિવારોના 29 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

આવો જ એક પ્રસંગ હાલ અમદાવાદ શહેરમાં ઉજવાઈ ગયો. અહીંના સુખરામનગરમાં અમદાવાદ જિલ્લાના 13 પરિવારોના કુલ 29 લોકોએ મનુવાદી-જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તા. 9 જાન્યુઆરી 202ને શુક્રવારના રોજ અમદાવાદના સુખરામનગરમાં પ્રબુદ્ધ બૌદ્ધ વિહારમાં આંતરરાષ્ટ્રીય ધમ્મ ધ્વજ દિવસના ઉપલક્ષ્યમાં મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં અમદાવાદ ઉપરાંત જિલ્લાના વિવિધ ગામોના અલગ અલગ 13 પરિવારોના કુલ 29 સભ્યોએ મનુવાદી હિંદુ ધર્મનો ત્યાગ કરીને તથાગત બુદ્ધ અને મહાનાયક ડો.આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને પોતાના પૂર્વજોના મૂળ ધમ્મમાં ઘરવાપસી કરી હતી.

આ પણ વાંચો: ‘દલિત થઈને તમારી હિંમત કેવી રીતે થઈ ખુરશી પર બેસવાની?’

ડૉ.આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓનું પઠન કરાયું

દીક્ષા સમારોહની શરૂઆત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ ડૉ.આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરીને કરવામાં આવી હતી. એ પછી તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.

દીક્ષાર્થીઓને બુદ્ધ ધમ્મની માહિતી આપવામાં આવી

ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ.
મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા દીક્ષા અપાઈ

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ દીક્ષાર્થીઓને સિદ્ધાર્થનગર ફાઉન્ડેશન દ્વારા સુજાતા ખીરનું દાન પારમિતાના ભાગરુપે વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ સાથે સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે

દીક્ષાદાયક સિંહલ બોધિધર્મનજીએ શું કહ્યું?

દીક્ષાદાયક સિંહલ બોધિધર્મનજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ભારત બુદ્ધની ભૂમિ છે, જ્યાં પણ તમે ઈશ્વરી શક્તિની શોધ કરવા માટે જમીન ખોદશો ત્યાં તમને બુદ્ધ જ મળશે. જાતિવાદ, આભડછેટ જેવી બદ્દીઓ વર્તમાનમાં ભારે ફૂલીફાલી છે. એ સ્થિતિમાં એકમાત્ર બૌદ્ધ ધર્મ જ લોકોને સમાનતા અને સદ્દભાવના શીખવે છે. ‘બુદ્ધમ શરણં ગચ્છામિ’ અર્થાત બુદ્ધના શરણમાં જવા સિવાય આપણી પાસે વર્તમાનમાં કોઈ વિકલ્પ નથી. એ રીતે આ દીક્ષાર્થીઓ વાસ્તવમાં તો ઘરવાપસી કરી રહ્યાં છે.

હાલ એકબાજુ મહાબોધિ ગયામાં બૌદ્ધોનું આંદોલન ચાલી રહ્યું છે, વધુને વધુ લોકો ત્યાં જમા થઈ રહ્યાં છે, બીજી તરફ દેશભરમાં ધીમી પણ મક્કમ ગતિએ ધર્મનો અસલ મર્મ સમજતા લોકો બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યાં છે, તે નાની વાત નથી. આગામી દિવસોમાં હજુ વધુ લોકો જાતિવાદી ધર્મ છોડીને બૌદ્ધ બનશે તો મને એમાં જરાય નવાઈ નહીં લાગે.”

આ કાર્યક્રમને અંતે તમામ દીક્ષાર્થીઓ, પ્રબુદ્ધ બૌદ્ધ વિહાર કમિટી, સિદ્ધાર્થનગર ફાઉન્ડેશનને મહાગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા લાખ-લાખ મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો: બે બૌદ્ધ દેશો એક શિવ મંદિર માટે કેમ લોહી વહેવડાવી રહ્યાં છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x