Chhattisgarh: આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને કહેવાતું મુખ્યધારાનું મીડિયા કાયમ ઓરમાયું વર્તન રાખે છે. જ્યાં સુધી ફરજિયાત ન થઈ જાય ત્યાં સુધી તેઓ આદિવાસીઓને પ્રાથમિકતા આપતા નથી. પરિણામે આદિવાસી સમાજના અત્યંત ગંભીર પ્રશ્નો વિશે પણ લોકોને ખબર નથી હોતી. કંઈક આવું જ હાલ છત્તીસગઢમાં થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં છેલ્લાં બે વર્ષમાં 400થી વધુ આદિવાસીઓની હત્યા કરવામાં આવી છે અને તેમાં 140થી વધુ તો મહિલાઓ છે.
ડિસેમ્બર 2023માં chhattisgarh માં ભાજપ સત્તામાં આવી હતી. તેના એક મહિના પછી, ૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પોલીસે ૬ મહિનાની એક આદિવાસી છોકરીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેના એક વર્ષ પછી વધુ એક ૧૪ વર્ષની છોકરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અન્ય એક ૧૬ વર્ષની મૂંગી છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી. અત્યાર સુધીમાં લગભગ 400 આદિવાસીઓ માર્યા ગયા છે. જેમાં લગભગ ૧૪૦ મહિલાઓ છે.
સરકારનો દાવો છે કે માર્યા ગયેલા તમામ માઓવાદીઓ હતા. જો આપણે સરકારના આ દાવાને સાચો માની લઈએ તો પણ સરકાર દ્વારા એક વર્ષમાં ૧૪૦ મહિલાઓની હત્યા કરવામાં આવે તે કેટલી મોટી વાત ગણાય? જો સરકારનો દાવો માની લેવામાં આવે કે મારી ગયેલી બધી મહિલાઓ નક્સલી હતી, તો પણ ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
આ પણ વાંચો: એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે
૧૪૦ મહિલાઓની હત્યા કરવામાં આવી, આખરે શું કારણ હતું કે તેમણે બંદૂક ઉપાડીને સરકાર સામે લડવા મજબૂર થવું પડ્યું? કોઈ પણ મહિલા ફક્ત શોખ ખાતર બંદૂક ઉપાડતી નથી, કે નથી સરકાર સામે લડીને પોતાનો જીવ આપવા તૈયાર થઈ જતી. આનો અર્થ એ થયો કે તે વિસ્તારમાં એવી સામાજિક-આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે જેના કારણે મહિલાઓને તે સમસ્યાઓ સામે હથિયાર ઉપાડવાની ફરજ પડે છે.
#Chattisgarh
Kamli who could neither hear nor speak.“My daughter was not a Maoist. She was undergoing medical treatment. I have a son who has the same condition. On the day of the encounter, a group of men came to our house and took Kamli away after ransacking the house. When… pic.twitter.com/NyKGW0CVS3
— RAHUL (@RahulSeeker) November 15, 2024
લોકશાહી દેશની સરકારની જવાબદારી છે કે તે આવી પરિસ્થિતિઓનો ઉકેલ લાવે જેના કારણે તે દેશની મહિલાઓ હથિયાર ઉપાડવા અને તે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરવા મજબૂર બને છે. આવી સામાજિક-આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓનું સમાધાન કરવાને બદલે ભારત સરકારે આદિવાસી મહિલાઓની હત્યા કરવાનું પસંદ કર્યું અને મોટા પાયે આદિવાસી મહિલાઓના મૃતદેહો જંગલોમાં ફેંકી દીધા.
Whenever the tribals talk about water, forest and land, they are killed by the government by calling them Naxalites. In Chhattisgarh, a 11-year-old tribal girl was brutally killed by calling her a Naxalite…. Tribals are not Hindu we need a separate Dharma Code – Rajkumar Roat pic.twitter.com/X7FhYWaqM0
— The Dalit Voice (@ambedkariteIND) July 30, 2024
એક સવાલ એ પણ થાય છે કે, આટલી મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓની હત્યા કરવામાં આવી હોવા છતાં ભારતના આદિવાસી સંગઠનો કેમ ચૂપ છે? ડાબેરી પક્ષો આ મુદ્દા પર કેમ ચૂપ છે? ભારતના નારીવાદી ચળવળકારો અને મહિલા સંગઠનો કેમ ચૂપ છે? એવો ક્યો ડર છે, ક્યો ખચકાટ છે જે આપણને લોકશાહી બચાવવા માટે વાજબી પ્રશ્નો પૂછતા રોકી રહ્યો છે? શું ભારત દેશની ચૂંટાયેલી સરકાર દ્વારા આપણા જ દેશની આટલી મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓની હત્યા આપણા સમાજમાં કોઈ પ્રશ્નો ઉભા કરતી નથી?
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત