અમરેલીમાં એસટી વિભાગના 5 દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો

અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.
dalit amreli news

અમરેલીમાં એસટી વિભાગમાં કામ કરતા 5 દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે. એસટી વિભાગમાં બેઠેલા જાતિવાદી તત્વો દ્વારા જાતિદ્વેષ દાખવી આ દલિત કર્મચારીઓની અલગ અલગ સેન્ટરોમાં બદલી કરી દેવામાં આવી હતી. જેના વિરોધમાં હવે આ પાંચેય કર્મચારીઓએ છેલ્લાં ત્રણ દિવસથી અન્નજળનો ત્યાગ કર્યો છે અને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. અમરેલી એસટી વિભાગના ત્રણ દલિત કર્મચારીઓ પરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ વાળા અને મનીષભાઈ વાળા સાથે રાજેશભાઈ સોલંકી અને નરેશભાઈ વાળાએ અન્નજળનો ત્યાગ કર્યો છે.

તેમની સાથે ધીરજભાઈ પરમાર અને સાગરભાઈ પરમાર પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. જો કે, તંત્ર દ્વારા હજુ સુધી તેમના વિરોધની કોઈ નોંધ પણ લેવામાં આવી નથી અને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવી નથી. હવે આ મામલે ઉપવાસીઓએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, અમરેલી એસપી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ન્યાયની માગણી કરી છે.

આંદોલનકારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો

પોતાને થયેલા અન્યાય સામે આંદોલનકારીઓએ અન્નજળનો ત્યાગ કરીને અમરેલી કલેક્ટરને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, તા. 03/09/205 થી અમરેલી એસટી વિભાગના કર્મચારી તથા અમો ત્રણ વ્યક્તિ આપની કચેરીના પટાંગણમાં પ્રતીક ઉપવાસ કરી રહ્યા હતા. તારીખ 06/09/2025 થી અમે પાંચ વ્યક્તિએ અન્નજળનો ત્યાગ કર્યો છે અને બે વ્યક્તિ પ્રતીક ઉપવાસ પર છીએ. તેમ છતાં તંત્ર દ્વારા અહીંયા કોઈપણ જાતની મેડિકલ સુવિધા કે પુરતું પોલીસ રક્ષણ મળેલ નથી અને હજુ સુધી અમને ન્યાય મળે તેવા કોઈ પગલાં લીધાં નથી.

તંત્ર આટલું કઠોર કેવી રીતે બની શકે કે, અમે સરકારી કચેરીમાં અમારા જીવના જોખમે ન્યાય માટે વલખા મારી રહ્યા છીએ છતાં તમારા પેટનું પાણી પણ હલતું નથી? આપને એવું તો કોનું દબાણ છે કે આપ તટસ્થ નિર્ણય લઈ શકતા નથી? અમને વહેલી તકે ન્યાય અપાવવા વિનંતી છે. જો આ દરમિયાન અમને પીડિતોને કોઈપણ જાતનું નુકસાન થયું અથવા જીવનું જોખમ ઉભું થયું તેના માટે અમરેલી એસપી, અમરેલી સીટી પીઆઈ તથા અમરેલી એસટી વિભાગના અધિકારી જવાબદાર રહેશે.

આ પણ વાંચો: દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો

શા માટે અન્નજળનો ત્યાગ કરવો પડ્યો

અમરેલી એસટી ડેપોના ત્રણ દલિત કર્મચારીઓએ થોડા દિવસ પહેલા જાતિવાદી તત્વોની હેરાનગતિથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમરેલી એસટી ડેપોના મેનેજર સહિતના લોકો દ્વારા આ ત્રણેય દલિતકર્મીઓને સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ ત્રણ પૈકી બે ડ્રાઈવર અને એક કંડકટરની એસટીની સેન્ટ્રલ ઓફિસમાંથી બીજા ડિવિઝનમાં બદલી કરી નાખવામાં આવી હતી. આમ દલિત સમાજના આ ત્રણેય કર્મચારીઓએ તેમની સાથે રાગદ્વેષ રખાતો હોવાના આક્ષેપ સાથે ફીનાઈલ પી લીધી હતી. જો કે, સમયસર સારવાર મળતા તેમનું જીવન બચી ગયું હતું.

દલિત કર્મચારીઓની અન્યત્ર બદલી કરી દેવામાં આવી

મળતી માહિતી મુજબ, અમરેલી એસટી ડેપોમાં કામ કરતા કેટલાક દલિત કર્મચારીઓની તાજેતરમાં સેન્ટ્રલ ઓફિસ દ્વારા નડીયાદ, જૂનાગઢ અને રાજકોટ ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી. આ બદલી વહિવટી કારણોસર કરાયાનું એસટી વિભાગે જણાવ્યું હતું. પરંતુ દલિત કર્મચારીઓના મતે, તેઓ બે માસ પહેલા કર્મચારીઓને થતા અન્યાય બાબતે થયેલા આંદોલનમાં જોડાયા હોવાથી તેમના પ્રત્યે દાઝ રાખી આ બદલી કરવામાં આવી હતી. આ ત્રણેય કર્મચારીઓ તે સમયે અન્ય સામાજિક કાર્યકરો સાથે કર્મચારીઓને થતા અન્યાય અંગે રજૂઆત કરવા ડીસી સમક્ષ ગયા હતા. એ પછી અચાનક તેમની બદલી કરી નાખવામાં આવી હતી. આ ઘટનાના એસટી કર્મચારી વતુર્ળમાં ઘેરા પડઘા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એસટી સત્તાવાળાઓ સામે બે માસ પહેલા આંદોલનમાં અનેક કર્મચારી જોડાયા હતા. જે પૈકી 5 કર્મચારીને અન્ય ડિવિઝનમાં મુકી દેવાયા છે અને એ તમામ દલિત સમાજમાંથી આવે છે. આ કર્મચારીઓ ન્યાય માટે પહેલા ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને હવે તમામે અન્નજળનો ત્યાગ કર્યો છે. છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી.

આ પણ વાંચો: અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ એકસાથે ફિનાઈલ પી લીધી

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*અન્ન જળનો ત્યાગ કરવો એ કોઈ તંદુરસ્ત વિકલ્પ નથી, કે સક્ષમ ઉકેલ નથી. ડબલ ખોરાક ખાવાથી જ તમે તંદુરસ્ત રહેશો અને તમારી લડતને સંપૂર્ણ ન્યાય અપાવી શકશો. દલિત બંધુઓને હાર્દિક ખુબ ખુબ શુભેચ્છાઓ.

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x