Vibrant Gujarat 2024 MoU: ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 98,970 એમઓયુ થયાં હતા. જેમાંથી 5,005 જેટલા એમઓયુ પડતાં મુકાયા હોવાનો રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં એકરાર કરાયો હતો.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી સમય દરમિયાન કોંગ્રેસનાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ ઉઠાવ્યો હતો કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ક્યાં ક્ષેત્રમાં કુલ કેટલા એમઓયુ થયાં?
તા. 31-01-2025ની સ્થિતિએ ઉક્ત સમિટમાં થયેલા એમઓયુ પૈકી કેટલા પ્રોજેક્ટ્સ કાર્યરત થયાં? કેટલા અમલીકરણ હેઠળ છે? અને કેટલા પ્રોજેકટ પડતાં મૂકવામાં આવ્યા? અને ઉક્ત સ્થિતિએ કુલ કેટલું મૂડીરોકાણ આવ્યું?
આ સવાલોના પ્રત્યુત્તરમાં રાજ્યના ઉદ્યોગ મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં કુલ 26 ક્ષેત્રમાં કુલ 98,970 એમઓયુ થયાં હતા. જેમાંથી 56,529 પ્રોજેક્ટ્સ કાર્યરત થયાં, 13,707 પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે અને 5005 પ્રોજેક્ટ્સ પડતાં મૂકવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ રાજયમાં 6,95,816.37 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે.
આ પણ વાંચો: વિધાનસભા, સચિવાલયમાં કામદારોને લઘુતમ વેતન અપાતું નથી