ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજે વહેલી સવારે એક એવી હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે, અહીંના તિલક નગરમાં બૃજેશ્વરી એનેક્સમાં રહેતા મનોજ પુગલિયાના નિવાસસ્થાને લાગેલી ભીષણ આગમાં 8 નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ દરમિયાન થયેલું શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મામલો શું હતો?
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણ ઘટના રાત્રિના લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પરિવારના તમામ સભ્યો ગાઢ નિદ્રામાં હતા. ઘરની બહાર પાર્ક કરેલી ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી. ઈન્દોરના પોલીસ કમિશનર સંતોષ સિંહના જણાવ્યા અનુસાર, ચાર્જિંગ બોર્ડમાં થયેલા સ્પાર્કિંગને કારણે કારમાં આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખું ઘર લપેટમાં આવી ગયું. દુર્ઘટના ત્યારે વધુ ઘાતક બની જ્યારે આગને કારણે ઘરનો પાવર સપ્લાય કટ થઈ ગયો.

મનોજ પુગલિયાના ઘરમાં અત્યાધુનિક ‘ઈલેક્ટ્રિક લોક’ સિસ્ટમ હતી. વીજળી ગુલ થતાની સાથે જ આ લોક સિસ્ટમ જામ થઈ ગઈ હતી અને ઘરના તમામ દરવાજા આપોઆપ બંધ થઈ ગયા હતા. પરિણામે, જીવ બચાવવા માટે ભાગતા પરિવારના સભ્યો ઘરની અંદર જ કેદ થઈ ગયા હતા અને ઝેરી ધુમાડા તથા અગ્નિની જ્વાળાઓમાં ફસાઈ ગયા હતા.
આ પણ વાંચો: દલિત યુવકની મૂછો કાપી, માથું મૂંડી, મોં પર કીચડ ચોપડ્યું
આગ લાગતા સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયા
આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરોમાં પણ ધડાકા થયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઊભો થયો હતો. સ્થાનિક રહીશોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. એસ.ડી.આર.એફ (SDRF) અને ફાયર બ્રિગેડની ટીમોએ સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવકર્મીઓએ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે, ત્રણ લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે 7 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું કે અમારી ટીમોએ સમયસર પહોંચીને આગને આજુબાજુની ઇમારતોમાં ફેલાતી અટકાવી હતી, નહિતર જાનહાનિનો આંકડો મોટો હોઈ શકત.
EV અને સ્માર્ટ હોમ સિસ્ટમ સામે જોખમો
આ ઘટના ઈલેક્ટ્રિક વ્હીકલના જોખમો અને આધુનિક ‘સ્માર્ટ હોમ’ ટેકનોલોજી પર ગંભીર ચર્ચા જગાડે છે. સરકાર જ્યારે પ્રદૂષણ મુક્ત પરિવહન માટે EV ને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે તેની ચાર્જિંગ સેફ્ટી અને બેટરી સુરક્ષા અંગેના કડક નિયમો અનિવાર્ય બન્યા છે. ઘણીવાર ચાર્જિંગ પોઈન્ટના નબળા વાયરિંગ અથવા બેટરીમાં થતા ઓવરહિટીંગને કારણે આવી આગની ઘટનાઓ બને છે.

આ પણ વાંચો: રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત
બીજી મહત્વની બાબત એ છે કે, આજના સમયમાં લોકો ઘરોમાં સુરક્ષા માટે ઈલેક્ટ્રિક લોક લગાવી રહ્યા છે, પરંતુ કટોકટીના સમયે પાવર ફેલ્યોર થાય ત્યારે આ જ લોક યમદૂત સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈલેક્ટ્રિક લોકની સાથે હંમેશા એક મેન્યુઅલ ઓવરરાઈડ અથવા ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા હોવી જ જોઈએ.
इंदौर
EV कार चार्जिंग के दौरान शॉर्ट सर्किट से घर में लगी आग, पास रखे सिलेंडरों में धमाके से आग और भड़की।7 लोगों की मौत
घर में #SafertyDevice लगे थे, बिजली गुल होने से घर के अंदर सब फंसे रह गए।#EV कार..इलेक्ट्रॉनिक सेफ्टी डिवाइस..यानी जान की कीमत पर सहूलियत..!#indorefire pic.twitter.com/uyTzaCrWob
— Anshuman Sharma (@anshuman_sunona) March 18, 2026
સાવચેત રહો, સલામત રહો
ઈન્દોરની આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ આપણી ટેકનોલોજીકલ પાછળની આંધળી દોટ સામે એક લાલબત્તી સમાન છે. સરકારે હવે EV ચાર્જિંગ પોઈન્ટ્સના વાયરિંગ અને ઈન્સ્ટોલેશન માટે ચોક્કસ રાષ્ટ્રીય ગાઈડલાઈન્સ બહાર પાડવી પડશે. તે જ સમયે, નાગરિકોએ પણ પોતાના ઘરોમાં આધુનિક ઉપકરણો લગાવતી વખતે ફાયર સેફ્ટીના ઓડિટ કરાવવા જરૂરી છે. જો સમય રહેતા ટેકનોલોજીની સાથે સુરક્ષાના માપદંડો નહીં સુધારાય, તો આધુનિકતાના નામે આવી નિર્દોષ જિંદગીઓ હોમાતી રહેશે.
આ પણ વાંચો: બાંટવાના PSI ને એટ્રોસિટી હેઠળ સમન્સ, દલિત આધેડને લોકઅપમાં માર માર્યો હતો











