80 વર્ષના બુઢ્ઢાએ 4 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કર્યો

સફાઈકર્મી માતાની દીકરીને ધાબા પર એકલી રમતી જોઈને 80 વર્ષના બુઢ્ઢાની દાનત બગડતા દુષ્કર્મ આચર્યું. ગામલોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો.
dalit girl rape

જાતિવાદી તત્વોના મન દલિતોને લઈને કઈ હદે વિકૃત હોય છે તે આ ઘટના પરથી સમજી શકાય છે. મામલો હાથરસના નરસેના પોલીસ સ્ટેશનમાં આવતા એક ગામનો છે. જ્યાં એક ૮૦ વર્ષના વૃદ્ધે 4 વર્ષની દલિત માસૂમ બાળકી પર બળાત્કાર જેવો જઘન્ય ગુનો કર્યો છે. પીડિતાના પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે.

આ ઘટના બુગરાસી ચોકી વિસ્તારના એક ગામમાં બની હતી. મળતી માહિતી મુજબ પીડિતા આરોપીના ઘરની છત પર રમી રહી હતી. તેને એકલી જોઈને વૃદ્ધની દાનત બગડી હતી અને તેણે માસુમ પર બળાત્કાર ગુજાર્યો હતો.

બાળકીની માતા વૃદ્ધના ઘરે કામ કરતી હતી

ગામલોકોના જણાવ્યા મુજબ, 80 વર્ષનો આરોપી સાગર સિંહ ગામની ડેરીની ઉપરના રૂમમાં રહે છે. ડેરીની બાજુમાં એક દલિત પરિવાર રહે છે. આ પરિવારની સ્ત્રી સાગરસિંહના ઓરડાની સાફસફાઈ કરવા માટે જતી હતી. શનિવારે મોડી સાંજે મહિલા સાગરસિંહના ઘરે સફાઈ કરવા માટે ગઈ હતી. એ દરમિયાન તેની 4 વર્ષની દીકરી પણ તેની પાછળ પાછળ આવી ગઈ હતી. મહિલા પોતાનું કામ પતાવીને ઘરે પાછી આવી ગઈ હતી અને બાળકી સાગર સિંહના ઘરના ધાબા પર રમતી હતી.

ચીસો સાંભળીને ગામલોકો પહોંચી ગયા

એવો આરોપ છે કે બુઢ્ઢા સાગરસિંહે બાળકીને એકલી જોઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન નજીકમાં રહેતા લોકો બાળકીની ચીસો સાંભળી ભેગા થઈ ગયા તો બુઢ્ઢો સાગર સિંહ ભાગવા લાગ્યો. પણ ગામલોકોએ તેને પકડી લીધો અને પોલીસને જાણ કરી.
આ કેસમાં બાળકીના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને હવસખોર સાગરસિંહની ધરપકડ કરી છે.

એસપી સિટી શંકર પ્રસાદે જણાવ્યું કે આ મામલે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. બાળકીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ‘મહિલાના સ્તન પકડવા, નાડું ખોલવું એ રેપનો પ્રયાસ નથી’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x