છેલ્લા કેટલાક સમયથી બિહારના બોધગયામાં મહાબોધિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે, જેમાં માંગ છે કે મહાબોધિ મહાવિહારને બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે અને 1949નો કાયદો રદ કરવામાં આવે. પરંતુ ન તો સરકારને તેની પડી છે અને ન તો તે કોઈ પગલાં લઈ રહી છે. હવે આ બાબતને લઈને ગુજરાતમાં મહાબોધિ મુક્તિ આંદોલન વધુ તીવ્ર બન્યું છે. સ્વયં સૈનિક દળ (SSD) ના સ્વયંસેવકો બિહારના મહાબોધિ મહાવિહાર મંદિરના સંચાલનને બિન-બૌદ્ધોના નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
શું છે આખો મામલો?
બિહારના ગયામાં મહાબોધિ મહાવિહારને મનુવાદીઓની ચુંગાલમાંથી છોડાવવા માટે આંદોલન ચાલી રહ્યું છે. અને હવે ગુજરાતમાં પણ આ આંદોલનની અસર શરૂ થઈ ગયું છે. બૌદ્ધ વારસા (મહાબોધિ મહાવિહાર) ની મુક્તિ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદર, ભરૂચ, વાવ-થરાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, પાટણ સહિત તમામ શહેરોમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને અરજીઓ સુપરત કરવામાં આવી છે. આંદોલનકારીઓે કહ્યું, “બોધિગયા બૌદ્ધ ધર્મનો પવિત્ર વારસો છે. તેને બિન-બૌદ્ધોના નિયંત્રણમાંથી મુક્ત કરવાવું અમારો અધિકાર છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે અને અમારી માંગણીઓ પૂર્ણ કરે.”
આ પણ વાંચો: શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો
આંદોલનકારીઓની માંગ છે કે મહાબોધિ મહાવિહાર બૌદ્ધ સમાજને સોંપવામાં આવે અને ૧૯૪૯નો બીટી એક્ટ રદ કરવામાં આવે. બૌદ્ધ સમાજનું કહેવું છે કે આ કાયદો ગેરબંધારણીય છે અને તથાગત બુદ્ધના વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ છે. આંદોલનકારીઓનો એવો પણ આરોપ છે કે મંદિરમાંથી મળેલા દાન અને સંસાધનોનો ઉપયોગ બૌદ્ધ ધર્મના પ્રચારને બદલે અન્ય પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે.
મહાબોધિ મુક્તિ આંદોલન પાછળનું કારણ
આંદોલનકારીઓનો દાવો છે કે મંદિરનું સંચાલન બિન-બૌદ્ધોના હાથમાં છે જેઓ બૌદ્ધ ધર્મની પરંપરાઓ અને ઉપદેશોનું પાલન કરતા નથી. બૌદ્ધોનો આરોપ છે કે બ્રાહ્મણ સભ્યો ક્યારેક વિષ્ણુ મંદિર તો ક્યારેક શિવ મંદિર કહીને મંદિરનું હિન્દુકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહાબોધિ મહાવિહાર બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે અને બૌદ્ધ સમાજ તેને પોતાનો વારસો માને છે.
બોધગયા મંદિર અધિનિયમ, ૧૯૪૯ કેવી રીતે નડે છે?
બૌદ્ધ સમાજ આ કાયદાને ગેરબંધારણીય માને છે અને તેને રદ કરવાની માંગ કરે છે. આ કાયદા મુજબ, બ્રાહ્મણો અને બૌદ્ધ બંને મંદિરના સંચાલનમાં સામેલ છે. આંદોલનકારીઓનો આરોપ છે કે બ્રાહ્મણો ફક્ત તે બૌદ્ધોને જ મેનેજમેન્ટમાં નિયુક્ત કરે છે જે તેમની હામાં હા મેળવે છે.
બૌદ્ધ સંગઠનોનો ટેકો
મહાબોધિ મુક્તિ ચળવળને વિવિધ બૌદ્ધ સંગઠનો તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ઓલ ઈન્ડિયા દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી સંયુક્ત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ઓમ સુધાએ જણાવ્યું હતું કે, બ્રાહ્મણ મુક્ત બુદ્ધ વિહારની ચળવળ ઝડપથી આગળ વધી રહી છે. અમે આ આંદોલનને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. જેઓ બુદ્ધમાં માને છે અને બૌદ્ધ છે તેમણે મહાબોધિ વિહાર ચલાવવું જોઈએ. તેનાથી વિપરીત, બિન-બૌદ્ધ લોકો ત્યાં ફક્ત ધંધો કરી રહ્યા છે. સરકારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે ગયાના બૌદ્ધ વિહારોને બ્રાહ્મણ મુક્ત બનાવવામાં આવે.
SSD દ્વારા આવેદનપત્રો અપાયા
હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં SSD ના સ્વયંસેવકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જિલ્લા કલેક્ટરોના માધ્યમથી રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્રો સુપરત કરી રહ્યા છે. તેઓ મંદિરનું સંપૂર્ણ સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવાની માંગ કરી રહ્યા છે. આ ચળવળને વિશ્વભરના બૌદ્ધ સમુદાય તરફથી સમર્થન મળી રહ્યું છે. જો સરકાર સમયસર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
બિહારની ચૂંટણી પર અસર થશે?
આવતા થોડા મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મહાબોધિ મુક્તિ આંદોલનની તેના પર પણ અસર પડી શકે છે. હાલ ત્યાં જેડીયુ અને ભાજપની યુતિવાળી સરકાર સત્તામાં છે અને તેમણે આ આંદોલનને ગંભીરતાથી લીધું નથી. એ સ્થિતિમાં જો આગામી દિવસોમાં આંદોલન રાજકીય રંગ પકડે તો તેની સીધી અસર અહીંની યોજાનાર ચૂંટણી પર પડશે તેમાં કોઈ શંકા નથી. જોવાનું એ રહેશે કે અન્ય આંદોલનોની જેમ ભાજપ-જેડીયુ આ આંદોલનને પણ ચૂંટણી સુધી ખેંચી જાય છે કે પછી તેનો ચૂંટણી પહેલા અંત લાવવા પ્રયત્ન કરે છે.
આ પણ વાંચો: ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી
*સૌને સપ્રેમ જયભીમ! નમો બુદ્ધાય!
પહેલાં, મહાબોધિ મહાવિહારને આરપારની સંવૈધાનિક લડાઈ સાથે વિજય મેળવીશુ, ત્યારબાદ, મંદિરોની નીચેનાં બૌદ્ધ વારસાને હાંસલ કરીશુ
એમાં કોઈ શંકાને સ્થાન નથી, એવું બિનબૌદ્ધોએ શાનમાં સમજી લેવું જોઈએ! ધન્યવાદ સાધુવાદ!