દલિતે સવર્ણો વચ્ચે ઘર બનાવતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો

દલિત વ્યક્તિ પોતાની માલિકીની જમીન પર ઘર બનાવતા હતા. જાતિવાદીઓએ તેમને રોકી પંચાયત બોલાવી સામાજિક બહિષ્કાર કર્યો. તેમની સાથે સંબંધ રાખનારને 1 લાખના દંડનો નિયમ બનાવ્યો.
iconic image

Dalit family socially boycott: મેં જ્યારે મારી માલિકીની જમીન પર ઘર બનાવવાનું શરૂ કર્યું તો તેમણે કહ્યું કે, તું ચમાર થઈને અમારી વચ્ચે ઘર બનાવીશ? તારી હિંમત કેવી રીતે થઈ અમારી વચ્ચે ઘર બનાવવાની? તું ચમાર છે અને તું અમારી વચ્ચે ન રહી શકે. હવે તેમણે અમારો સામાજિક બહિષ્કાર કર્યો છે. ગામમાં કોઈ અમારી સાથે સંબંધ રાખે તો તેને રૂ. 1 લાખનો દંડ કરવાની નિયમ બનાવ્યો છે. અમારે શું કરવું?”

દલિત સમાજમાંથી આવતા રાધેશ્યામ વંશકારના આ શબ્દો છે. મધ્યપ્રદેશના સિહોર વિસ્તારમાં તેઓ રહે છે. અહીં તેમની માલિકીની જમીન પર તેઓ ઘર બનાવવા જઈ રહ્યા હતા. તેમણે મકાનના પાયા ખોદ્યા તો બીજા દિવસે કોઈએ તેને પુરી દીધા. એ પછી ગામની કથિત સવર્ણ જાતિના લુખ્ખી દાદાગીરી કરતા કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે, તું ચમાર થઈને અમારી વચ્ચે ઘર કેવી રીતે બનાવે છે. એમ કહી તેમને માર માર્યો અને તેમની જ માલિકીની જમીન પર ઘર બનાવતા રોક્યા. રાધેશ્યામ વંશકારનું કહેવું છે કે, આરોપીઓએ કહ્યું કે, બાંસોડ-ચામાર અમારી વચ્ચે રહી શકે નહીં. તેમણે મને મારી જ જમીન પર ઘર બનાવતા રોક્યો. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો ગોવિંદ શેઠ અને અન્ય લોકોએ અમને માર માર્યો અને સામાજિક બહિષ્કાર કરીને અમારા ખોરાક અને પાણી બંધ કરાવી દીધાં છે.

જાતિવાદી ગુંડાઓ ઘણીવાર પોતાની જાતિની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે દલિતોને નિશાન બનાવતા હોય છે. મધ્યપ્રદેશના સિહોરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો છે. પરિવારે ન્યાય માટે જિલ્લા કલેક્ટરને અરજી કરી છે. મામલો સિહોર જિલ્લાના બકતરા ગામનો છે અને ઘટના ૧ માર્ચ, ૨૦૨૫ ની હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ અહીં દલિત સમાજના રાધેશ્યામ વંશકર પોતાનું ઘર બનાવી રહ્યા હતા. એ દરમિયાન ગામના જાતિવાદી ગુંડાઓ સાથે વિવાદ થયો. જેને લઈને રાધેશ્યામ વંશકારે પોલીસનો સંપર્ક કર્યો. જાતિવાદીઓએ એ વાતે ભારે દાઝ ચઢી કે એક દલિત તેમની વિરુદ્ધ પોલીસમાં કેવી રીતે જઈ શકે. એ પછી તેમણે ગામના તેમના જેવા જ જાતિવાદી તત્વોની એક બેઠક બોલાવી અને આ પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ જારી કર્યો. ગામના ચબૂતરા પર બેસીને જાતિ પ્રથાને પોષતા આ લોકોએ રાધેશ્કાયમ વંશકારના પરિવારને મદદ કરનાર કે તેમની સાથે સંબંધ રાખનાર કોઈપણ વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ પણ જારી કર્યો.

પીડિત રાધેશ્યામ વંશકાર કહે છે કે મારી પાસે ગામમાં જમીનનો ટુકડો છે. જ્યારે મેં તેના પર ઘર બનાવવાનું શરૂ કર્યું, ત્યારે તેના પાયા કોઈએ તોડી નાખ્યા. એ પછી ગામના કથિત સવર્ણ જાતિના લોકોએ મને કહ્યું કે બાંસોડ-ચામાર અમારી વચ્ચે રહી શકે નહીં. તેમણે મને ત્યાંથી દૂર જઈને ઘર બનાવવા કહ્યું. જ્યારે મેં ના પાડી, ત્યારે ગોવિંદ શેઠ અને અન્ય લોકોએ પહેલા મને માર માર્યો. પછી તેમણે અમારા સામાજિક બહિષ્કારનો આદેશ કરી દીધો. તેમણે અમારી સાથે સંબંધ રાખનાર માલુમ પડે તેમની પર રૂ. એક લાખનો દંડ નક્કી કર્યો છે.

આ બહિષ્કાર પછી રાધેશ્યામના પરિવાર ખૂબ જ નારાજ છે. દુકાનદારોએ આ પરિવારને રાશન આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. જેના કારણે આ પરિવાર જેમતેમ કરીને બહારથી ખોરાકની વ્યવસ્થા કરીને ગુજરાન ચલાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે પછાત સમાજના છે. બહુજન સમાજ પાર્ટીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને સિહોરના કલેક્ટર બાલા ગુરુને ન્યાય માટે અપીલ કરી છે. હાલમાં, વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે પરંતુ પીડિત પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો: દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*વિદેશની પવિત્ર ધરતી ઉપર પણ તમારી જાતિવાદી ક્રૂર માનસિકતા ખતમ થવાની નથી! એટલે તમને વિદેશી ધરતી ઉપર પણ મોક્ષ મેળવો મુશ્કેલ છે. તમે પોતાના જ દેશમાં ભાઈચારાની ભાવનાથી જીવતાં નથી તો ત્યાં ખાક
જીવવાનો છો? જયભીમ નમો બુદ્ધાય! સાધુવાદ!

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
12 days ago

જાતિવાદ નાં નામ પર આતંક મચાવ્યો છે આતંકવાદીઓએ ,આને હવે કોર્ટ ની પણ બીક નથી..

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x