પેટલાદમાં દલિત પરિણીતાને ધમકાવી શખ્સે 8 વખત દુષ્કર્મ આચર્યું

આરોપીએ દલિત મહિલાનો નંબર મેળવી વોટ્સએપ વીડિયો કોલ રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.
dalit woman rape

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના એક ગામમાં એક દલિત પરિણીતાને એક શખ્સે 8 મહિના સુધી બ્લેકમેઈલ કરીને 7 થી 8 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે પરિણીતા બ્લેકમેઈલિંગથી ત્રસ્ત થઈ ગઈ હોવાથી તેણે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના એક ગામમાં રહેતાં અયુબ ઉર્ફે માસ ગુલાબસિંહ મહીડા નામના શખ્સે દલિત સમાજમાંથી આવતી પરિણીતા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી અયુબ મહીડાએ 8 મહિના પહેલા પીડિતા સાથે મિત્રતા કેળવી હતી. એ પછી તેણે પીડિતાનો મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર વીડિયો કોલ કરીને તેની સાથે વાતચીત કરી હતી. શાતિર શખ્સે આ વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી અને તેના આધારે પીડિતાને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

જો કે પીડિતા લાંબા સમય પછી પણ તેને તાબે ન થતા આરોપીએ રાત્રે પીડિતાના ઘરે જઈને તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તેણે પીડિતાને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરશે તો તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખશે. આ કારણે ડરી ગયેલી પીડિતાએ કોઈને વાત કરી ન હતી. જો કે એ પછી આઠ મહિનાના સમયગાળામાં આરોપીએ તેના પર સાતથી આઠ વખત દુષ્કર્મ આચર્યું હતું. અંતે પરિણીતાએ હિંમત કરીને પેટલાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ BNS અને SC-ST act હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ SC-ST સેલના નાયબ પોલીસ અધિક્ષક પાર્થ ચોવટીયાને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસે એક નકલી હોસ્પિટલ પકડી તો બોગસ ડોક્ટરે બીજી શરૂ કરી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x