સવર્ણ હિંદુઓ અને ભાજપના આઈટી સેલ દ્વારા પહલગામ હુમલામાં ‘જાતિ નહીં ધર્મ પૂછકર ગોલી મારી’નો કુપ્રચાર કરી મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. પરંતુ એ પછી દેશમાં અનેક જગ્યાએ જાતિ પૂછીને દલિતો પર સવર્ણ હિંદુઓ દ્વારા અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી હતી. પરંતુ કહેવાતા હિંદુઓએ તેના પર કોઈ જ પ્રતિક્રિયાઓ આપી નહોતી કે તેનો વિરોધ કરીને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની પણ કોઈ વાત કરી નહોતી. તેના પરથી જ તેમનું હિંદુત્વ કેટલું ખોખલું અને તકવાદી છે તેનો ખ્યાલ આવે છે.
જાતિ પૂછીને દલિત પત્રકારોને ચંપલથી માર માર્યો
જાતિ પૂછીને દલિતોને માર મારવાની આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ભિંડમાં સામે આવી છે. અહીં 8 જેટલા પત્રકારોને પોલીસે એસપી ઓફિસમાં બોલાવી માર માર્યો હતો. જેમાંના બે પત્રકારોને પોલીસે પહેલા તેમની જાતિ પૂછી હતી અને જ્યારે તેઓ દલિત સમાજમાંથી હોવાનું જાણવા મળ્યું કે તરત તેમને ચંપલ વડે નિર્દયતાથી ફટકાર્યા હતા. આ ઘટનાના રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો અપાયા છે.
મધ્યપ્રદેશના ભીંડની ઘટના
ઘટના મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાની છે. અહીં પોલીસે જિલ્લાના આઠ જેટલા પત્રકારોને એસપી ઓફિસમાં બોલાવીને ખરાબ રીતે માર માર્યો હતો. આમાંથી બે પત્રકારો – શશિકાંત ગોયલ અને અમરકાંત ચૌહાણ – ને પોલીસ દ્વારા ફક્ત એટલા માટે માર મારવામાં આવ્યો કારણ કે તેમણે પોલીસના ભ્રષ્ટાચારની પોલ ખોલીને તેમના વિરુદ્ધ લખ્યું હતું. આ પત્રકારોમાંથી એક શશિકાંત ગોયલ, દલિત સમાજમાંથી આવે છે, અને તેમણે આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમનું નામ અને જાતિ પૂછ્યા બાદ તેમને ચપ્પલથી માર માર્યો હતો. આ બધું પોલીસ અધિક્ષક ડૉ. અસિત યાદવની હાજરીમાં થયું હતું.
પોલીસ અધિક્ષકની હાજરીમાં ઘટના બની
પત્રકાર શશિકાંત ગોયલે જણાવ્યું કે તેમને 1 મેના રોજ એસપી અસિત યાદવની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતાની સાથે જ એસઆઈ ગિરીશ શર્મા અને સત્યબીર સિંહે તેમનું નામ પૂછ્યું હતું. જ્યારે તેમણે પોતાનું નામ શશિકાંત ગોયલ જાટવ જણાવ્યું કે તરત જ બંને પોલીસકર્મીઓએ તેમના ગાલ પર ચપ્પલ મારવાનું શરૂ કરી દીધું. શશીકાંતે કહ્યું, “મેં પૂછ્યું સાહેબ, તમે મને કેમ મારો છો, મારો વાંક શું છે? તો તેમણે જવાબમાં કહ્યું કે – તમે પોલીસ વિરુદ્ધ ઘણું લખવાનું શરૂ કરી દીધું છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને “જી સર” બોલવા મજબૂર કરવામાં આવ્યા.
ચા પીવા બોલાવ્યા અને ઓફિસમાં પુરીને માર માર્યો
પત્રકાર અમરકાંત ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, તેમને પણ ૧ મેના રોજ સાંજે એસપી ઓફિસમાંથી ફોન આવ્યો હતો. ફોન પર કહેવામાં આવ્યું હતું કે આપણે “ચા પર ચર્ચા” કરવાની છે. તે સાંજે ૫ વાગ્યાની આસપાસ એસપી ઓફિસ પહોંચ્યા, અહીં પહેલા તેમનો ફોન છીનવી લેવામાં આવ્યો અને પછી પોલીસકર્મીઓએ તેમને પાછળથી લાત મારી ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો: શેત્રુજીમાં ડૂબાયેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ
અમરકાંત ચૌહાણ કહે છે, “હું પડી ગયો હતો પણ એસપી સાહેબ ઉભા રહીને બધું જોઈ રહ્યા હતા. પોલીસે મને ગંદી ગાળો દીધી અને કહ્યું કે અહીંથી ભાગી જા, બહુ મોટો પત્રકાર બની રહ્યો છે.”
અમરકાંત ચૌહાણે જણાવ્યું કે પોલીસ રાત્રે 10 વાગ્યાની આસપાસ તેમના ઘરે પહોંચી અને ધમકી આપી હતી કે હુમલા પછી તેમણે બનાવેલો વીડિયો નકલી છે અને તેમણે તેને ડિલીટ કરી દેવો જોઈએ. તેમને કહેવામાં આવ્યું કે મારામારીની આવી કોઈ ઘટના બની નથી.
ડીજીપી અને આઈબી એડીજીને આવેદનપત્ર પાઠવાયું
ભોપાલ પહોંચ્યા પછી, પીડિત પત્રકારોએ રોયલ પ્રેસ ક્લબના પ્રમુખ પંકજ ભદોરિયા અને સંયુક્ત સચિવ અંકિત પચૌરી સાથે પોલીસ મહાનિર્દેશક (DGP) અને આઈબીના એડીજીને આવેદનપત્ર સોંપ્યું હતું. પત્રકારોએ સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું અને માંગ કરી કે પોલીસ અધિક્ષક અસિત યાદવ, એસઆઈ ગિરીશ શર્મા અને સત્યબીર સિંહને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવામાં આવે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ઇન્ટેલિજન્સ એડીજીએ પત્રકારોને ખાતરી આપી હતી કે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “પત્રકારોની સ્વતંત્રતા અને સલામતી સર્વોપરી છે અને વિભાગ આના પર ગંભીરતાથી કામ કરશે.”
એસપીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
પત્રકારો પર હુમલાના આરોપો પર પ્રતિક્રિયા આપતા ભિંડના પોલીસ અધિક્ષક અસિત યાદવે મીડિયાને જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. તેમણે કહ્યું, “જે લોકો આરોપો લગાવી રહ્યા છે તેઓ આ મામલે ફરિયાદ દાખલ કરી ચૂક્યા છે અને તેને પાછી ખેંચી લીધી છે. એટલું જ નહીં, તેમણે પોતે એક વીડિયો બનાવીને કહ્યું હતું કે કોઈ ઝઘડો થયો નથી. તેઓ હવે ભોપાલ કેમ જઈ રહ્યા છે અને આવા આરોપો લગાવી રહ્યા છે તે સમજની બહાર છે. બધા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.”
આરોપી એસપી વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ગુનો કેમ નહીં?
પીડિત પત્રકાર શશિકાંત ગોયલ અને અમરકાંત ચૌહાણ દલિત સમાજમાંથી આવે છે. પોલીસે તેમની જાતિ પૂછ્યા બાદ તેમને ચંપલથી માર માર્યો હોવાનું કહેવાય છે. ત્યારે આ ઘટના સ્પષ્ટ રીતે એસસી એસટી એક્ટ હેઠળનો ગુનો છે. છતાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે
આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા Justice B R Gavai દેશના નવા CJI બનશે
*સમગ્ર બીજેપી ભાજપા RSS સરકારનું તંત્ર ધાર્મિક અસહિષ્ણુતા અસલામતી અને અસુરક્ષિત જોવા મળે છે, ત્યાં વળી પુલિસ ભષ્ટ્રાચાર ડબલ સ્પ્રિંગથી વધી રહ્યો છે! ત્યારે સાચી ફરિયાદ ક્યાં કરવી જોઈએ?