એક બાજુ દેશની સરહદે પાકિસ્તાન સામે યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ દેશની અંદર હજુ પણ ટોળાં દ્વારા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ યથાવત રહી છે. ઝારખંડના બોકારોમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ટોળાએ એક મુસ્લિમ યુવક અબ્દુલ કલામની માર મારીને હત્યા કરી નાખી છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. AIMIM એ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
દેશમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા દિવસેને દિવસે વધી રહી છે. સરકારે મોબ લિંચિંગ રોકવા માટે કાયદા બનાવ્યા હોવા છતાં, ખુલ્લેઆમ માનવતાની હત્યા કરનારા આ ક્રૂર લોકો પોલીસથી ડરતા નથી કે કાયદાની ચિંતા કરતા નથી. ઝારખંડથી આવા જ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટોળાએ એક મુસ્લિમ યુવકને માર મારીને હત્યા કરી નાખી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા રાક્ષસો ક્યાં સુધી ન્યાય અને કાયદાને ગણકાર્યા વિના નિર્દોષ લોકોના જીવ લેતા રહેશે?
આ પણ વાંચો: કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝારખંડના બોકારો જિલ્લાના નારાયણપુર વિસ્તારમાં એક ટોળાએ અબ્દુલ કલામ નામના વ્યક્તિને માર મારીને હત્યા કરી નાખી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટોળું એક વ્યક્તિના હાથ બાંધીને માર મારી રહ્યું છે અને તેની સાથે ગેરવર્તન પણ કરી રહ્યું છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે યુવકના પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું હતું અને તે તેના પરિવારનો એકમાત્ર આધાર હતો. તે સેન્ટિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકનું નામ અબ્દુલ કલામ હતું અને તેના પર છેડતીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબ્દુલ પર એક આદિવાસી છોકરીની છેડતી કરવાનો આરોપ હતો, ત્યારબાદ ટોળાએ તેની હત્યા કરી નાખી હતી. પોલીસે મોબ લિંચિંગમાં સંડોવાયેલા બે લોકોની ધરપકડ કરી છે.
મોબ લિંચિંગ સામે કાર્યવાહીની માંગ
આ મામલે રાજકારણ પણ ચાલું થઈ ગયું છે. AIMIM સહિત ઘણા નેતાઓ મોબ લિંચિંગમાં સામેલ લોકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. AIMIM નેતાએ કહ્યું કે ઝારખંડના બોકારો જિલ્લાના નારાયણપુરમાં જે બન્યું તેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. મો. અબ્દુલ કલામ એક મહેનતુ યુવાન હતો, જે સેન્ટરિંગનું કામ કરીને તેની વૃદ્ધ માતાનો ટેકો બનેલો હતો. પરંતુ ટોળાએ તેને માર મારીને હત્યા કરી નાખી. ટોળાને આ રીતે તેનો જીવ લેવાનો અધિકાર કોણે આપ્યો?
અબ્દુલ તેની માતાનો એકમાત્ર સહારો હતો
મળતી માહિતી મુજબ મોહમ્મદ અબ્દુલના પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે અને હવે તેની માતાનો એકમાત્ર સહારો પણ છીનવાઈ ગયો છે. આ ફક્ત એક યુવકની હત્યા નથી પરંતુ દેશના બંધારણ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને માનવતાની હત્યા છે.
ઝારખંડના બોકારોમાં ટોળાએ એક 25 વર્ષના મુસ્લિમ યુવક મોહમ્મદ અબ્દુલ કલામની મારી-મારીને હત્યા કરી નાખી. અબ્દુલના પિતા હયાત નથી, તેની વૃદ્ધ માતાનો તે એકમાત્ર સહારો હતો. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.#moblynching #Jharkhand #bokaro #stopmoblynching pic.twitter.com/yWdLlvdg11
— khabar Antar (@Khabarantar01) May 10, 2025
એઆઈએમઆઈના નેતાએ સવાલ કર્યો હતો કે, આજે બધાં પીએમ મોદીને પૂછી રહ્યાં છે કે, મોદીજી, શું આ ટોળાંમાં સામેલ લોકોના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે? શું આ લોકોનું એન્કાઉન્ટર થશે? જ્યાં સુધી આપણે ચૂપ રહીશું ત્યાં સુધી ટોળાશાહી આ જ રીતે લોકોના જીવ લેતી રહેશે.
આ પણ વાંચો: ‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો
ભારત માં વિકાસ નાં નામે કોમવાદ અને જાતિવાદ બે જ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે,