મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનમાં જાતિવાદની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ઝાલાવાડ જિલ્લાના ગંગધાર પોલીસ સ્ટેશનના વિસ્તારના એક ગામમાં, એક દલિત પરિવારને તેમના દીકરા-દીકરીનો વરઘોડો કાઢતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આરોપ છે કે ગામના સવર્ણ હિંદુઓએ વરરાજા અને કન્યાને ઘોડી પર બેસાડીને બિંદોરી(ગુજરાતમાં જેને ફૂલેકું કહે છે તે) કાઢવા બદલ પરિવારને ધમકી આપી હતી. શનિવારે રાત્રે કેટલાક બદમાશોની ગુંડાગીરીને કારણે, દલિત પરિવારે બિંદૂરી કાઢવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.
સવર્ણોએ હુમલાની ધમકી આપી હતી
વર-કન્યાના પરિવારે પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી કે બિંદોરી દરમિયાન કેટલાક સવર્ણ હિંદુઓએ હુમલો કરવાની ધમકી આપી છે અને તેથી બિંદૂરી દરમિયાન હુમલો કરી શકે છે. પરિવાર તરફથી ફરિયાદ મળ્યા પછી, અધિક પોલીસ અધિક્ષક ચિરંજીલાલ મીણા પોલીસ કાફલા સાથે ગામમાં પહોંચ્યા હતા અને દલિત વર-કન્યાની ધામધૂમથી બિંદૂરી કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની ક્ષત્રિયોએ ગળું કાપી હત્યા કરી
પોલીસે શું કહ્યું?
આ અંગે માહિતી આપતાં એએસપી ચિરંજીલાલ મીણાએ જણાવ્યું હતું કે વરરાજા અને કન્યાના પિતાએ જણાવ્યું હતું કે ગામના માથાભારે સવર્ણો તેમને જાતિના આધારે અપમાનિત કરીને તેમના દીકરા-દીકરીની બિંદૂરી કાઢતા રોકવા માંગતા હતા. સવર્ણ ગુંડાઓએ બિંદૂરી પર હુમલો કરવાની ધમકી આપી હતી.
પરંતુ પોલીસની સતર્કતાને કારણે લગ્ન સમારોહ સુરક્ષિત અને આદરપૂર્વક પૂર્ણ થયો છે. દલિત પરિવારે શંકા વ્યક્ત કરી હતી કે તેમના દીકરા અને દીકરીના લગ્નમાં સવર્ણ ગુંડાઓ હુમલો કરી શકે છે. પરિવાર દ્વારા ગામના કેટલાક માથાભારે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: રક્તપિત્તિયાઓની સેવા કરતા પાદરીના હત્યારાને સજા માફ કરી છોડી મૂકાયો