એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો

એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક સગીર દલિત દીકરી પર થયેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં જે ચૂકાદો આપ્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે.
atrocity

હવે જયારે પણ કોઈ સગીર દલિત દીકરી પર બિનદલિત બળાત્કાર કરે કે તેની હત્યા કરે ત્યારે દલિત દીકરીએ સતત બૂમો પાડવી પડશે કે “હું દલિત છું! હું દલિત છું! તમે આવું કૃત્ય ન કરો!”

જો દલિત દીકરી બૂમો પાડી આરોપીને ન ચેતવે તો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ન બને તેમ ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન જજ તથા ગુજરાત સરકાર માને છે?

એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓની ટ્રાયલ ચલાવનાર સ્પેશિયલ જજ અને તેની ઉપરની કોર્ટના જજ પાસે શું એવા કોઈ મીટર હશે કે તે ચુકાદો આપે ત્યારે તે આ મીટરમાં જુએ એટલે તેમને ખબર પડી જાય કે આરોપીએ ગુનો કર્યો તે પહેલા તેને ખબર ન હતી કે તે જેના પર અત્યાચાર કરે છે તે દલિત હોવાનું તે જાણતો ન હતો? એટલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બનતો નથી?

મામલો શું છે?

19 જાન્યુઆરી 2013ના રોજ ભરૂચમાં સ્કૂલ વાન ચલાવનાર કનુ ઉર્ફે કિશન અરવિંદ માછી પટેલે 16 વરસની દલિત દીકરીને શાળાએથી ઘરે લઈ જતો હતો ત્યારે તેણે રસ્તો બદલ્યો. વાનને મુલુડ ગામ નજીકના એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં દીકરી પર બળાત્કાર કર્યો અને અકુદરતી જાતીય સંબંધ બાંધ્યો. આ આઘાતજનક ઘટના પછી કનુ પીડિતાને ઘરે પાછી મૂકી ગયો.

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

પીડિતાએ માતાપિતાને આ વાત કરી. તેથી 21 જાન્યુઆરી 2013 ના રોજ ભરૂચ શહેર પોલીસ સ્ટેશનમાં IPC કલમ-363/366/376/377 તથા POCSO એક્ટ કલમ-4 તથા એટ્રોસિટી એક્ટની કલમ-3(2)(5) હેઠળ ફરિયાદ નોંધાવી.
ભરૂચના એડિશનલ સેશન્સ જજે આરોપીને IPC કલમ-377 હેઠળ 10 વર્ષની સખત કેદ, કલમ-376 IPC હેઠળ 7 વર્ષ અને કલમ-363-366 હેઠળ 5-5 વર્ષની સજા તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(2)(5) હેઠળ આજીવન કેદની સજા કરી.

આરોપીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી. અપીલમાં IPC અને POCSO એક્ટ હેઠળની સજાનો વિરોધ કર્યો ન હતો; કારણ કે આરોપી 12 વર્ષથી વધુ જેલમાં સજા ભોગવી ચૂક્યો હતો. પરંતુ એટ્રોસિટી એક્ટ હેઠળ આજીવન કેદ થઈ હતી એટલે આરોપીએ હાઈકોર્ટમાં એટ્રોસિટી એક્ટ કલમ-3(2)(5)નો મુદ્દો ઊઠાવ્યો હતો.

9 મે 2025ના રોજ, જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ડિવિઝન બેન્ચે જે ચૂકાદો આપ્યો તે એટ્રોસિટી એક્ટના આત્માને હણનારો છે. બેન્ચે કહ્યું કે “શું એટ્રોસિટી એક્ટની કલમ-3(2)(5) હેઠળની જરૂરિયાતો પૂર્ણ થઈ છે?” એટલે કે આરોપીએ બળાત્કાર તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ ત્યારે તે જાણતો હતો કે પીડિતા દલિત છે? ખુમાન સિંહ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્ય (2019) અને અશરફી વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય (2018) કેસનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે “કલમ-3(2)(5) હેઠળ દોષિત ઠેરવવા માટે સ્પષ્ટપણે સ્થાપિત કરવું આવશ્યક છે કે ગુનો ફક્ત એ આધાર પર કરવામાં આવ્યો હતો કે પીડિતા દલિત-અનુસૂચિત જાતિની હતી. આરોપીએ પીડિતાની જાતિ ઓળખને કારણે ગુનો કર્યો હોય તે દર્શાવવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા નથી. પીડિતા, તેના માતાપિતા અને તપાસ અધિકારીએ ટ્રાયલ દરમિયાન આવા કોઈ દાવા કર્યા ન હતા.

આ પણ વાંચો: એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર

વધુમાં, ફરિયાદ પક્ષ એવો કોઈ પુરાવો આપવામાં નિષ્ફળ ગયો કે આરોપી ગુના સમયે પીડિતાની જાતિથી વાકેફ હતો!”
હાઇકોર્ટે એટ્રોસિટી એક્ટ કલમ-3(2)(5) હેઠળ ટ્રાયલ કોર્ટે કરેલ આજીવન કેદની સજા રદ કરી. આરોપીએ IPC અને POCSO એક્ટ હેઠળની સજા પૂર્ણ કરી દીધી હોવાથી તથા સરકારે અપૂરતી સજા સામે અપીલ કરેલ ન હોવાથી હાઇકોર્ટે આરોપીને તાત્કાલિક મુક્ત કરવામાં હુકમ કર્યો.

થોડાં મુદ્દાઓ

[1] શું ભરુચની ટ્રાયલ કોર્ટે એટ્રોસિટી એક્ટ કલમ-3(2)(5) હેઠળ બળાત્કારીને આજીવનકેદની સજા કરી તે પુરાવા વગર કરી હતી? હાઈકોર્ટના બન્ને જજોને વિશેષ ક્યા પુરાવાની જરુર પડી? નિયમિત સ્કૂલ વાનના ડ્રાઈવરને બાળકીની જાતિ પણ ખબર જ હોય!

[2] શું આ કેસમાં આરોપીને ફરી જેલમાં પૂરવા માટે ગુજરાત સરકાર સુપ્રીમકોર્ટમાં અપીલ કરશે? શું ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદાથી સંતુષ્ટ હશે?

આ પણ વાંચો: ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!

[3] હાઈકોર્ટના આ ચુકાદાનો અર્થ એ થયો કે જયારે પણ કોઈ સગીર દલિત દીકરી પર બિનદલિત બળાત્કાર કરે કે તેની હત્યા કરે ત્યારે દલિત દીકરીએ સતત બૂમો પાડવી પડશે કે “હું દલિત છું! હું દલિત છું! તમે આવું કૃત્ય ન કરો!” શું આ ઉચિત છે?

[4] બળાત્કારના કેસમાં/હત્યાના કેસમાં IPC હેઠળ 10 વરસ કરતા વધુ સજાની જોગવાઈ છે અને આવો ગુનો કોઈ બિનદલિત/બિનઆદિવાસી કરે તો તેની સામે એટ્રોસિટી એક્ટની કલમ-3(2)(5) ઓટોમેટિક લાગતી હતી. પરંતુ એટ્રોસિટી એક્ટ કલમ-3(2)(5)માં 26 જાન્યુઆરી 2016થી સુધારો કર્યો કે “ભારતીય દંડ સંહિતા હેઠળ કોઈ વ્યક્તિ અથવા મિલકત સામે 10 વર્ષ કે તેથી વધુ મુદતની કેદની સજાપાત્ર ગુનો કરે છે (એ જાણીને કે આવી વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો સભ્ય છે અથવા આવી મિલકત આવા સભ્યની છે) તેને આજીવન કેદ અને દંડની સજા થશે.” આ નવા 2016ના નવા સુધારાને હાઈકોર્ટે વંચાણે લઈ બળાત્કારીની આજીવન કેદની સજા રદ કરી. પરંતુ આ બળાત્કારની/સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો 2013 બન્યો હતો; તેને 2016માં થયેલ સુધારાનો લાભ આપતા ગુજરાત હાઇકોર્ટને શરમ નહીં આવી હોય?

[5] હાઈકોર્ટ કહે છે કે ‘Even Investigating police officer does not throw any light’ તો શું તપાસ અધિકારીએ તપાસમાં ખામી રાખી હતી? જો ખામી રાખી હોય તો કેસ રિમાન્ડ કરી નીચેની ભરૂચની કોર્ટને નવેસરથી પ્રોપરલી સાંભળી ફરીથી ચુકાદો જાહેર કરવા કેમ કહ્યું નહી? investigating officer વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ-4 હેઠળ ગુનો નોંધવા કેમ કહ્યું નહીં? તેની સામે ખાતાકીય પગલાં લેવાનો હુકમ કેમ કર્યો નહીં?

ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત સરકાર દલિતો-આદિવાસીઓ પ્રત્યે કેટલી બિનસંવેદનશીલ છે તેનો આ પુરાવો નથી? શું દલિત-આદિવાસી એક્ટિવિસ્ટો પોતાની નિષ્ક્રિયતા ખંખેરશે?

રમેશ સવાણી (લેખક નિવૃત્ત IPS અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)

આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
2 months ago

દલિત અત્યાચાર વિશ્વમાં પ્રથમ નંબર ની હિંસક ઘટનાઓ છે,
ભારતમાં થઈ રહેલા દલિત અત્યાચાર નાં આંકડા, ધરતી પર થઈ રહેલા તમામ આંકડા ઓથી વધુ છે,
ભારત માં હિન્દુ અપર કાસ્ટ હિન્દુ દલિત લોવર કાસ્ટ ઉપર ઘાતક, જીવલેણ હુમલાઓ, મારવા,તડપાવવા, જીવંત સળગાવવા, મૌત ને ઘાટ ઉતારવા, વસ્તી ઘર વસવાટ સળગાવવા, નાના નાના બાળકો ને પણ તડપાવી તડપાવી ને મૌત ને ઘાટ ઉતારી દેવામાં આવે છે, વસ્તી ઘર પર બુલડોઝર ફેરવવા,, ગામમાંથી હાંકી કાઢવા, હિજરત કરવા મજબૂર કરવા, એકસાથે ગામલોકો દ્વારા દાણા પાણી બંધ કરવા, ખરાબ પાણી પીવા મજબૂર કરવા જેવી ઘટનાઓ અને બહેન બેટીયો ની ઈજ્જત ની ધજ્જીયા ઉડાડવી,મારવી,રેપ ગેંગરેપ, બળાત્કાર સામુહિક બળાત્કાર જીવંતી સળગાવવી નાગી ફેરવવી અને બાળા ઓનાં શરીર સાથે નગ્ન ખેલ ખેલાઈ રહ્યો છે, આવા અધ્ધધધ અપરાધો થીં દલિત હિન્દુ સમાજ ને નરક સમાન જીવન જીવવા મજબૂર કરી દેવામાં આવ્યો છે..

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x