અમરેલીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે જ અંતિમવિધિ કરવાની નોબત આવી છે. નિર્દોષ નિલેશને જાતિવાદી ભરવાડોએ માત્ર બેટા કહેવતા હત્યા કરી નાખી હતી. ત્રણ દિવસ સુધી તેનો મૃતદેહ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ન્યાયની માંગણીને કારણે રાખવો પડ્યો હતો. નિલેશને ન્યાય અપાવવા ગઈકાલે અમરેલી કલેક્ટર કચેરીમાં દલિત સમાજના લોકોએ સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. એ પછી પોલીસ અને સરકારી તંત્રની લાગણીઓ જાગી હતી અને તેમણે દલિત સમાજની તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી. એ પછી મોડી રાત્રે મૃતક નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકારાયો હતો અને તેની અંતિમવિધિ કરાઈ હતી. નિલેશને અંતિમવિદાય આપવામાં સૌરાષ્ટ્રભરમાંથી દલિત-બહુજન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. નિર્દોષ યુવકની તેના જન્મદિવસે જ અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. તેના પરિવારજનોનો આક્રંદ જોઈને ભલભલાં કઠણ કાળજાનો માણસ પણ રડી પડે તેવી સ્થિતિ હતી.
સરકાર-પોલીસે માગણીઓ સ્વીકારતા અંતિમવિધિ કરાઈ
ગત મોડી રાત્રે ભાવનગર હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો અને દલિત સમાજના આગેવાનોની જે પણ માગણીઓ કરી હતી કે સરકાર-પોલીસે સ્વીકારી લેતા પરિવારજનોએ મૃતક નિલેશનો મૃતદેહ સ્વીકારી અને અંતિમવિધિ માટે જરખીયા પહોંચ્યા હતા. અંતિમવિધિમાં સ્થાનિક સાંસદ ભરત સુતરીયા સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ અમરેલીના બાબાપુરમાં દલિતોની 90 એકર જમીન સરકારે પડાવી લીધી?
અમારું હૈયું ફાટી રહ્યું છે, પણ કોને કહેવું?
મૃતકના કાકા ગુણવતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, “જે ફળિયામાં નિલેશ રમીને મોટો થયો છે ત્યાં આજે તેની અંતિમયાત્રા નીકળતા અમારું હૈયું ફાટી રહ્યું છે. અમારું એકજ કહેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ ધર્મ હોતો નથી. એ લોકો આતંકવાદી વિચારધારાના હોય છે. તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.”
આ પણ વાંચોઃ કાંતિ વાળા, વસંત ચાવડા સહિત 4 કાર્યકરોનો આત્મવિલોપનનો પ્રયાસ
આજે નિલેશનો જન્મદિવસ છે અને અંતિમવિધિ કરવી પડી
મૃતક નિલેશના પિતાએ જણાવ્યું હતું કે, “આજે મારા દીકરાનો જન્મદિવસ છે, તેને આજે 20 વર્ષ પુરા થયા છે અને આજે તેની અંતિમવિધિ છે. આનાથી મોટું દુઃખ જીવનમાં બીજું શું હોઈ શકે કે બાપના હાથે દીકરાની અંતિમવિધિ કરવી પડે? મારો દીકરો તો પાછો આવવાનો નથી, પણ તેને મારનારને કડકમાં કડક સજા મળે તે જ હવે તો અમારા માટે સૌથી મોટું આશ્વાસન હશે.”
આવી ઘટનામાં આરોપીઓની જાતિ ન જોવાની હોયઃ સાંસદ
સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું કે, આવી ઘટનામાં આવા કોઈ વ્યક્તિ હોય તેમની કોઇ જાતી હોતી નથી. મારુ એવું કહેવાનું છે કે, કોઈ સાથે ઝગડો કરતા પહેલા વિચાર કરો તમેં કઇ તરફ જય રહ્યા છો? ઘરમાં કોઈ એક સંતાન હોય અને આવી રીતે થાય તો પરિવારને શું કરવાનું? આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટનામાં સાથે છીએ કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે તે અમને ખબર છે.
આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની ક્ષત્રિયોએ ગળું કાપી હત્યા કરી
પોલીસે 10થી વધુ આરોપીઓને પકડ્યાનો દાવો કર્યો
અગાઉ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો પરંતુ નિલેશનું મોત થતા ઘટનાની ગંભીરતા સમજી 10થી વધુ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં હતી અને પરિવારે 4 દિવસથી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. હવે અંતિમવિધિ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ કડીની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરબારને આજીવન કેદ
કજાત અને કુસંસ્કારી, વિકૃત માનસિકતા ધરાવતા અજડ અને ગમાર જાતિવાદી નીચ કૃત્ય કરનાર નરાધમો સમાજ અને દેશ માટે કલંક છે,
આવાં ગુંડા તત્વોને જો કોઈ પ્રોત્સાહન આપતું હોય તો સિસ્ટમ નામર્દ છે,
આવાં પોતાની માતા ની કુખ ને લજવે એવા કુખ્યાત જાતિવાદી આદમ ખોરો ને ફાંસી આપો…