Puri Jagannath rathyatra stampede: અંધશ્રદ્ધાથી ખદબદતા ભારત દેશમાં સમયાંતરે કોઈને કોઈ મંદિર કે ધાર્મિક આયોજનોમાં ક્ષમતા કરતા ત્રણ-ચાર ગણાં લોકોને એકઠા થઈ જતા અકસ્માતો સર્જાતા રહે છે. મંદિરોમાં બેકાબૂ ભીડમાં અનેકવાર લોકો કચડાઈ મર્યા છે. ગઈકાલે અમદાવાદમાં રથયાત્રામાં ત્રણ હાથી બેકાબૂ થતા અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. હાથી પશ્ચિમ અમદાવાદની સાંકડી શેરીઓમાં ત્રણથી ચાર કલાક સુધી મહાવતો અને વન વિભાગના અધિકારીઓનો દોડાવ્યા હતા. આ ઘટનાના વીડિયો વાયરલ થયાને થોડો જ સમય થયો છે, ત્યાં હવે ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં બેકાબૂ ભીડમાં 600 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
બળભદ્રનો રથ ખેંચવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
મળતી માહિતી મુજબ, ઓડિશાના પુરીમાં જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. એ પછી રથને આગળ ખેંચવા માટે મોટી સંખ્યામાં ભક્તો રથ પાસે ભેગા થઈ ગયા હતા અને તેમાં સેંકડો લોકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદની રથયાત્રામાં હાથી બેકાબૂ બનતા લોકોમાં નાસભાગ મચી
Stampede like situation at Puri’s Rath Yatra leaves 300+ injured
Chaos broke out near Gajapati king’s palace during Lord Jagannath’s “Pahari” ritual
Overwhelming crowd surge caught security off guard, leading to panic and trampling
No deaths reported so far. Injured rushed to… pic.twitter.com/uHs6AJHnJ7
— Nabila Jamal (@nabilajamal_) June 27, 2025
ભારે ગરમી અને શ્રદ્ધાળુઓની વધુ સંખ્યા નડી
આ વર્ષે પુરીમાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ બેંગલુરુમાં RCB ની ઉજવણીમાં ભીડ બેકાબૂ બનતા 7 લોકોના મોત
10 હજાર સુરક્ષાકર્મીઓની હાજરી છતાં ભીડ બેકાબૂ બની
પુરીની આ રથયાત્રામાં ઉમટી પડતી લાખોની ભીડને નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જો કે, આટલી મોટી સુરક્ષા વ્યવસ્થા છતાં આ ઘટના બની હતી.
આ પણ વાંચોઃ પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતા 1 નું મોત, 16 ઈજાગ્રસ્ત
પુરી જગન્નાથ મંદિરનો ઉત્સવ શું છે?
ઉલ્લેખનીય છે કે, ઓડિશાના પુરીમાં દર વર્ષે યોજાતી દેશની સૌથી મોટી રથયાત્રામાં દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે. એ દરમિયાન, જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને 12મી સદીના પુરી જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડિચા મંદિર સુધી હાથ વડે ખેંચવામાં આવે છે. જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એક અઠવાડિયા સુધી ગુંડિચા મંદિરમાં રહે છે અને પછી ફરી શોભાયાત્રા નીકળે છે અને ત્રણેય મંદિરના ગર્ભગૃહમાં પાછા ફરે છે.
આ પણ વાંચોઃ કુંભ બન્યો કાળઃ બોલેરો-બસ વચ્ચે અકસ્માતમાં 10 ના મોત,19 ઘાયલ