Dalit News: હજુ ગઈકાલે જ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનો રિપોર્ટ આવ્યો છે કે, દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં 35 ટકાનો જંગી વધારો થયો છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં દલિતો પર સવર્ણ હિંદુઓની માથાભારે જાતિના લોકો સતત અત્યાચારો કરતા રહે છે, છતાં તેમની સામે કડક કાર્યવાહી થતી નથી. યુપીમાં જ્યારથી ઠાકુર જાતિના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યાં છે ત્યારથી ત્યાં ઠાકુરોની દાદાગીરી ખૂલીને સામે આવવા લાગી છે. આ જાતિના લોકોને જાણે રાજ્યાશ્રય મળેલો હોય તેવી સ્થિતિ છે. પોલીસ ખાતામાં મોટાભાગનો સ્ટાફ ઠાકુર જાતિના લોકોથી ભરેલો હોવાનું કહેવાય છે. પરિણામે દલિતો, ઓબીસીના ગરીબ લોકો પર ઠાકુરોનો અત્યાચાર હદ બહાર વધી ગયો છે. સમયાંતરે ઠાકુરો દલિતો પર નજીવી બાબતે હુમલા કરતા રહે છે અને છતાં કાયદો તેમનું કશું બગાડી શકતો નથી.
લગ્નમાં ડીજે પર ડો.આંબેડકરના ગીતો વાગતા હુમલો
આવી જ એક ઘટના ગઈકાલે મથુરામાં બની ગયો. અહીંના દહરુઆ ગામમાં બે દલિત યુવકોના લગ્નમાં ડીજે પર ડો.આંબેડકરના ગીતો વાગતા ઠાકુરોને ગમ્યું નહોતું અને તેમણે જાન પર હુમલો કરી દીધો હતો. જાતિવાદી ઠાકુરોએ દલિત વરરાજાની જાન પર પથ્થરમારો કરીને લગ્નમાં આતંક મચાવ્યો હતો. પરિણામે વરરાજા અને તેના પરિવાર માટે આખી જિંદગીનો યાદગાર ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના શું હતી?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, મથુરાના દહરુઆ ગામના સુનહરી લાલના પુત્રો રામ અને સૌરભના લગ્ન હતા. બંનેની જાન બાજુના ગામ દાઉજી જવાની હતી. લગ્નના આગલી સાંજે તેમના ગામ દહરુઆમાં બંનેનું ફૂલેકું નીકળ્યું હતું. એ દરમિયાન ડીજે પર ડૉ.આંબેડકરના ગીતો વાગતા હતા અને સૌ કોઈ તેના મન નાચી રહ્યા હતા. જેની સામે ગામના જાતિવાદી ઠાકુરોએ વાંધો ઉઠાવ્યો હતો અને ડૉ.આંબેડકરના ગીતો બંધ કરવા દાદાગીરી કરવા લાગ્યા હતા. પરંતુ લગ્નમાં આવેલા દલિત યુવકો તેના માટે સહમત થયા નહોતા. જેના કારણે ઠાકુરો લુખ્ખાઈ પર ઉતરી આવ્યા હતા અને તેમણે જાન પર હુમલો કરી દીધો હતો. ઠાકુર જાતિના લોકોએ બંને જાન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે લગ્નનો પ્રસંગ હિંસક બની ગયો હતો અને જાનૈયાઓમાં ભાગાભાગી મચી ગઈ હતી.
આ પણ વાંચો: ‘દલિત થઈને મેરેજ હોલમાં લગ્ન કેમ રાખ્યા?’ કહી ટોળાએ હુમલો કર્યો
ડૉ.આંબેડકરના ગીતો બંધ ન થતા પથ્થરમારો કર્યો
ડીજે બાબાસાહેબના ગીતો બંધ કરાવવાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે દલીલો થઈ હતી. બાદ ગીતો બંધ ન થતાં મારામારી અને પછી પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જોકે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું હોય તેવી કોણ જાણકારી નથી.
मथुरा के यमुनापार थाने डहरुआ में ‘दलित युवक’ की निकासी के दौरान दबंगों ने पथराव किया।
इनके धर्म में ‘दलितों की औकात’ यही है जहां वे शांति से अपनी बारात भी नहीं निकाल सकते हैं। यह आतंक है। pic.twitter.com/LZUObTuW7M
— Pritam Kumar Bauddh (@Pritamkrbauddh) July 6, 2025
પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની માહિતી મળતા જ, જમુના પાર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની ઓળખ કર્યા પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
યુપીનો જાતિવાદ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય
આ ઘટનાએ ફરી એકવાર યુપીમાં ચાલતા કટ્ટર જાતિવાદ અને અસહિષ્ણુતાના મુદ્દાને ફરી ચર્ચામાં લાવી દીધો છે. સામાજિક સંગઠનો અને દલિત સમાજે આ ઘટનાની આકરી ઝાટકણી કાઢી છે અને આરોપી ઠાકુરો પર કડક કાર્યવાહીની માંગ કરી છે. દલિત સમાજે સ્થાનિક વહીવટીતંત્ર પર પણ સમયસર ઘટના અટકાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિત પોલીસ યુવકની હત્યા કરનાર 4 ને આજીવન કેદ