‘શુભાંશુ શુક્લાને બદલે કોઈ દલિતને અવકાશમાં મોકલવો જોઈતો હતો’

કોંગ્રેસ નેતા ઉદિત રાજે અવકાશ મિશનમાં ઈતિહાસ રચવા માટે દર વખતે ચોક્કસ જાતિના જ લોકોને મોકલવામાં આવતા હોવા મુદ્દે ચર્ચા છેડી દીધી છે.
shubhanshu shukla

Udit Raj’s statement on Shubhanshu Shukla: અવકાશમાં જ્યારે પણ ઈતિહાસમાં નામ નોંધાવવાની વાત આવે ત્યારે ભારતમાં ચોક્કસ જાતિના જ લોકોને આગળ કરવામાં આવતા હોવાનું રહસ્ય હવે કોઈથી છૂપું નથી. અવકાશમાં જઈને ઈતિહાસ રચવામાં અગાઉ રાકેશ શર્મા, કલ્પના ચાવલા અને હવે શુભાંશુ શુક્લાને મોકલવામાં આવ્યા છે. આ મામલે જાતિવાદ દાખવવામાં આવતો હોવાનું દેશનો બૌદ્ધિક વર્ગ સમજી ગયો છે. હવે આ મુદ્દે કોંગ્રેસ નેતા ઉદિત રાજનું એક નિવેદન સામે આવ્યું છે. ઉદિતે કહ્યું છે કે ‘શુભાંશુને બદલે દલિત સમાજની કોઈ વ્યક્તિને અવકાશ મિશન માટે મોકલવી જોઈતી હતી.’

અવકાશમાં ઈતિહાસ રચવામાં પણ જાતિવાદ?

શુભાંશુ શુક્લા મિશન પૂર્ણ કરીને હાલ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) થી પાછો ફર્યો છે. શુભાંશુ એક્સિઓમ-4 મિશન હેઠળ ISS ગયો હતો, જ્યાં તેણે 7 ભારતીય પ્રયોગો કર્યા હતા. આ દરમિયાન, કોંગ્રેસ નેતા ઉદિત રાજે અવકાશમાં ઈતિહાસ રચવાની વાત આવે ત્યારે દાખવવામાં આવતા જાતિવાદને પકડી પાડ્યો છે. તેમણે કહ્યું કે શુભાંશુ શુક્લાને બદલે કોઈ SC, ST અથવા OBC સમાજના વ્યક્તિને અવકાશ મિશન માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવો જોઈતો હતો.

આ પણ વાંચો: યુનિ.ના દલિત પ્રોફેસરો સાથે ભેદભાવ થતા સામૂહિક રાજીનામું આપશે?

ANI સાથે વાત કરતા, ઉદિત રાજે કહ્યું, “હું શુભાંશુને મિશન પૂર્ણ કર્યા પછી સુરક્ષિત રીતે પાછા ફરવા માટે શુભેચ્છા પાઠવું છું. તેણે ત્યાં જે પણ જ્ઞાન મેળવ્યું છે, તેને અહીં ફેલાવવું જોઈએ જેથી લોકો તેનો લાભ લઈ શકે. આ માનવતા માટે ફાયદાકારક બાબત છે.”

નાસાએ કોઈ પરીક્ષા લઈને શુભાંશુની પસંદગી નહોતી કરીઃ ઉદિત રાજ

ઉદિત રાજે વધુમાં કહ્યું, “જ્યારે રાકેશ શર્માને પહેલા અવકાશમાં મોકલવામાં આવ્યા હતા તે સમયે SC, ST અને OBC સમાજના લોકો એટલા શિક્ષિત નહોતા. પરંતુ આ વખતે મને લાગે છે કે તેમનો વારો હતો. શુભાંશુ કોઈ પરીક્ષા આપીને ગયો ન હતો. નાસાએ કોઈપણ પ્રકારની પરીક્ષા કરીને શુભાંશુની પસંદગી નહોતી કરી. તેથી મને લાગે છે કે શુભાંશુની જગ્યાએ કોઈ દલિત આદિવાસી અથવા OBC સમાજના વ્યક્તિને અવકાશમાં મોકલવી જોઈતી હતી.”

શર્મા, ચાવલા અને શુક્લા જ કેમ?

ઉદિત રાજના આ નિવેદનને લઈને હજુ સુધી અન્ય કોઈએ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ મામલે આગળ જતા વિવાદ વધશે તેમ લાગે છે. ઉદિત રાજનું આ નિવેદન હસી કાઢવા જેવું નથી. અવકાશ યાત્રાનો ભારતનો અત્યાર સુધીનો ઈતિહાસ જોઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, ભારતમાંથી જ્યારે પણ અવકાશમાં ઈતિહાસ રચવાની વાત આવી છે, ત્યારે ચોક્કસ જાતિના લોકોની જ પસંદગી કરવામાં આવી છે. ઉદિત રાજનું નિવેદન આ સંદર્ભમાં છે. દેશના સૌથી પહેલા અવકાશયાત્રી રાકેશ શર્મા હતા. પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલા હતા. અને હવે નાસાના મિશનમાં શુભાંશુ શુક્લાને મોકલાયા હતા. આ પેટર્ન પરથી ઉદિત રાજે નિવેદન આપ્યું છે.

રાકેશ શર્મા બાદ શુભાંશુ શુક્લા બીજા અવકાશયાત્રી

શુભાંશુ શુક્લા બીજા ભારતીય અવકાશયાત્રી છે જે અવકાશમાં ગયા છે. તેમના પહેલા ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા. શુભાંશુ નાસાના એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશ મથક ગયા હતા. આ મિશનમાં તેમની સાથે હંગેરીના ટિબોર કાપુ, પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી વિસ્નીવસ્કી અને પેગી વ્હિટસન હતા. અવકાશયાત્રીઓની આ ટીમનું નેતૃત્વ નાસાની મહિલા અવકાશયાત્રી પેગી વ્હિટસન કરી રહ્યા હતા. આ મિશન માટે સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x