આદિવાસી હોસ્ટેલમાં 160 જગ 51 લાખમાં ખરીદ્યાં, 32,000નો એક જગ?

આદિવાસી હોસ્ટેલમાં સ્ટીલના જગ ફાળવવામાં કૌભાંડ. સ્ટીલના 160 જગ ફાળવવા 51 લાખ બિલ મૂકાયું. એક જગ 32 હજારનો પડ્યો?
balodabazar tribal hostel

છત્તીસગઢમાં આદિવાસી વિદ્યાર્થીઓની એક હોસ્ટેલમાં સ્ટીલના જગ ફાળવવામાં મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. અહીંના બલોદા બજાર વિસ્તારની હોસ્ટેલમાં સ્ટીલના જગ ફાળવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે 160 જગ ફાળવવા માટે રૂ. 51 લાખથી વધુનું બિલ મૂક્યું હતું. આમ એક સ્ટીલનો જગ જે સામાન્ય રીતે બજારમાં રૂ.100-120 મળતો હોય છે, તેની કિંમત કોન્ટ્રાક્ટરે રૂ. 32,000 કરી દીધી હતી.

balodabazar tribal hostel water jug scam

છત્તીસગઢ કોંગ્રેસે આ કૌભાંડને લઈને ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. બલોદા બજાર જિલ્લામાં આદિવાસી છાત્રાલયો માટે GeM પોર્ટલ દ્વારા 51.99 લાખ રૂપિયામાં 160 સ્ટીલના જગ ખરીદવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભાજપે સમગ્ર મામલાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ ફક્ત ભ્રમ ફેલાવી રહી છે.

કોંગ્રેસે વિષ્ણુદેવ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા

ભાજપ સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે તેને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા ગણાવી છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. કોંગ્રેસે આ સંદર્ભે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી છે.

કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું- ‘આ વર્લ્ડ કપ નથી, વિષ્ણુદેવનો ‘સ્ટીલનો જગ’ છે. એક સ્ટીલના જગની કિંમત 32,000 રૂપિયા છે અને 160 નંગની ખરીદી 51,00,000 રૂપિયામાં કરાઈ છે. બેશરમ લોકોએ આદિવાસી બાળકોના પૈસા પણ છોડ્યા નહીં.’ ‘શું આ સ્ટીલનો જગ છે કે સોનાનો જગ? આદિવાસી બાળકોના જગમાં પણ કમિશન, એક જગની કિંમત રૂ. 32 હજાર, 160 નંગ જગની ખરીદી રૂ. 51 લાખમાં કરાઈ છે. પીવો પાણી!’

આ પણ વાંચો: શું કોરોનાની રસી અને યુવાનોના અચાનક મોત વચ્ચે કોઈ સંબંધ છે?

સમગ્ર મામલાની તપાસ થવી જોઈએઃ કોંગ્રેસ પ્રમુખ

આ તરફ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દીપક બૈજે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે છાત્રાલય આદિવાસીઓનું છે, મુખ્યમંત્રી પણ આદિવાસી છે. હવે સરકારનો ફક્ત ભગવાન જ માલિક છે. 32 હજાર રૂપિયામાં એક જગ ખરીદવામાં આવી રહ્યો છે, શું આ જાદુઈ જગ છે, સોનાનો જગ છે કે તાંબાનો. આ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.

અધિકારીએ શું કહ્યું?

આ સમગ્ર મામલે સહાયક કમિશનર સૂરજ દાસ માણિકપુરીએ જણાવ્યું હતું કે, આવી કોઈ ખરીદી કરવામાં આવી નથી. આ એક ખોટો કેસ છે. જ્યારે સરકારે સ્પષ્ટતા કરી છે કે બાલોદા બજાર જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હોસ્ટેલ માટે પ્રસ્તાવિત પાણીના જગની ખરીદી 23 ફેબ્રુઆરી 2025 ના રોજ GeM પોર્ટલ પર જ રદ કરવામાં આવી છે. પ્રતિ જગ 32,499.50 ના દરે 160 નંગ જગ માટે રૂ. 51 લાખની કોઈ ચુકવણી કે સપ્લાય કરવામાં આવી નથી.

આ પણ વાંચો: શનિ શિંગણાપુર મંદિરમાં નકલી કર્મચારી બતાવી કરોડોનું કૌભાંડ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x