પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શનિવારે કહ્યું કે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલું બિલ ધાર્મિક ગ્રંથોનું અપમાન કરનારાઓને કડક સજા કરશે. માને ધર્મગ્રંથોના અપમાનની ઘટનાઓને રોકવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની સરકારે ૧૪ જુલાઈના રોજ પંજાબ વિધાનસભામાં ‘પંજાબ પ્રિવેન્શન ઓફ ઓફેન્સિસ અગેઇન્સ્ટ હોલી સ્ક્રિપ્ચર્સ બિલ ૨૦૨૫‘ રજૂ કર્યું, જેમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરનારા કૃત્યો માટે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. મુખ્યમંત્રી ભગવંત માને પોતે ગૃહમાં આ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું હતું.
રાજ્ય વિધાનસભાએ પ્રસ્તાવિત કાયદા પર ધાર્મિક સંસ્થાઓ સહિત જનતાનો અભિપ્રાય મેળવવા માટે બિલને ગૃહની પસંદગી સમિતિને મોકલ્યું છે. આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાયદો તમામ સંબંધિત પક્ષોની ચિંતાઓ અને સૂચનોને ધ્યાનમાં લે.
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે, જે તમામ પંજાબીઓને અસર કરે છે. તેમણે કહ્યું કે ધર્મગ્રંથોના અપમાનની ઘટનાઓ વર્તમાન અને ભાવિ પેઢીઓ પર દૂરગામી અસરો પાડશે, તેથી આવા ગુનાઓને રોકવા માટે કડક સજા જરૂરી છે.
ਅਸੀਂ ਪਿਛਲੇ ਸਮੇਂ ਵਿੱਚ ਪੰਜਾਬੀਆਂ ਦੇ ਹੱਕ ਵਿੱਚ ਕਈ ਫ਼ੈਸਲੇ ਲਏ ਹਨ, ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਕਾਨੂੰਨੀ ਰੂਪ ਦਿੱਤਾ ਗਿਆ ਹੈ। ਲੋਕਾਂ ਦੀਆਂ ਧਾਰਮਿਕ ਭਾਵਨਾਵਾਂ ਦਾ ਸਤਿਕਾਰ ਕਰਦੇ ਹੋਏ ਧਾਰਮਿਕ ਗ੍ਰੰਥਾਂ ਦੀਆਂ ਬੇਅਦਬੀਆਂ ਵਿਰੁੱਧ ਸਖ਼ਤ ਕਾਨੂੰਨ ਬਣਾਇਆ। ਇਸ ਤੋਂ ਇਲਾਵਾ ਸਾਡੀਆਂ ਰਵਾਇਤੀ ਖੇਡਾਂ ਸ਼ੁਰੂ ਕਰਨ ਲਈ ਨਿਵੇਕਲੀ ਪਹਿਲ ਕੀਤੀ ਹੈ।
—-
हमने… pic.twitter.com/45qM4rhFOU— Bhagwant Mann (@BhagwantMann) July 20, 2025
પંજાબ સરકારના આ બિલને જાણકારો ભાજપ જેવા હિંદુત્વની અસર માને છે. અગાઉ કેજરીવાલ અને આપના નેતાઓ શિક્ષણ, રોડ-રસ્તાનું રાજકારણ કરતા હતા. ધીરેધીરે તેમણે પણ ધર્મનું રાજકારણ શરૂ કરી દીધું હતું. આ તેની જ અસર છે.
દરમિયાન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને ઈ-મેલ દ્વારા સુવર્ણ મંદિરને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. અમૃતસર પોલીસે આ કેસમાં ફરીદાબાદથી એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ૨૪ વર્ષીય શુભમ દુબેની ધરપકડ કરવામાં આવી છે. ૧૪ જુલાઈના રોજ એસજીપીસીને મોકલવામાં આવેલા પહેલા ધમકીભર્યા ઈ-મેલના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે દુબેનો લેપટોપ અને ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. દુબે પાસે બી.ટેક ડિગ્રી છે. તે ઘણી કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે. કમિશનરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એન્જિનિયરનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?