Adivasi News: ઝારખંડ(Jharkhand)ના પાટનગર રાંચી(Ranchi)માં આદિવાસી અત્યાચાર(tribal atrocity) ની એક શરમજનક ઘટના સામે આવી છે. અહીંના બેડો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખુખરા ગામમાં માથાભારે તત્વોએ એક એવી શરમજનક ઘટનાને અંજામ આપ્યો, જેનાથી માનવતા પણ શરમાઈ ગઈ છે. રાંચીના ખુખરા ગામમાં 70 વર્ષના એક આદિવાસી વૃદ્ધ પર માથાભારે તત્વોએ પહેલા તો એક મહિલાની છેડતી કરવાનો આરોપ મૂક્યો. પછી ગામના પાંચ ગુંડાઓએ વૃદ્ધને લાકડીઓથી ક્રૂરતાથી માર માર્યો. સૌથી શરમજનક બાબત એ પછી બની. આરોપીઓએ આદિવાસી વૃદ્ધને પહેલા જમીન પર થૂંકવા માટે કહ્યું અને પછી એ જ થૂંક જમીન પરથી ચાટવા માટે મજબૂર કરાયા, ગુંડાએ વૃદ્ધને માર મારવાની અને થૂંકવા માટે મજબૂર કરવાની આ આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મામલો શું હતો?
મળતી માહિતી મુજબ, આદિવાસી વૃદ્ધ પર તે જ ગામની એક મહિલાની છેડતી કરવાનો આરોપ લગાવીને આરોપીઓએ તેમને લાકડીઓથી માર માર્યો. એ પછી તેમને થૂંકવા માટે મજબૂર કરવામાં આવ્યા અને પછી એક થૂંક ચાટવા મજબૂર કરાયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસે આ કેસ સાથે સંકળાયેલા એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સ્કૂલમાં આદિવાસી રસોઈયા હોવાથી અન્ય જાતિના બાળકો જમતા નથી
रांची : एक बुजुर्ग की बेरहमी से पिटाई… गुस्साई भीड़ ने बुजुर्ग से थूक चटवाया#JharkhandNews pic.twitter.com/e4bMMeERhp
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) July 20, 2025
આદિવાસી વૃદ્ધે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી
આ કેસની માહિતી મળતાં વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલાને લઈને પીડિત વૃદ્ધ અફિન્દર સાહુએ વિજેન્દ્ર, રામભજન સિંહ, પ્રકાશ સિંહ, જીતેન્દ્ર સિંહ અને પ્રકાશ નામના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ પોલીસે 4 આદિવાસી યુવકોને નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા
એક આરોપીની ધરપકડ
પોલીસે આપેલી માહિતી મુજબ, આ કેસમાં સામેના પક્ષ દ્વારા પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસનો દાવો છે કે અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ માનગઢમાં હજારો આદિવાસીઓ ઉમટ્યાં, અલગ ભીલ પ્રદેશની માંગ કરી