ફરી એકવાર અનામતના નામે SC-ST-OBC ને અંદરોઅંદર જ લડાવવાનું અને તેમના બંધારણીય હકો પર તરાપ મારવાની તૈયારીઓ શરૂ થઈ હોય તેવા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં SC-ST ની અનામતને ‘આવકના આધારે’ કરવા માટે એક જાહેર હિતની અરજી(PIL) કરવામાં આવી છે. જેને સુપ્રીમ કોર્ટે(Supreme Court) એ સ્વીકારી લીધી છે અને તેના પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારી નોકરીઓમાં અનામતની વધુ સમાન વ્યવસ્થા માટે નીતિઓ ઘડવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઈએલ પર વિચાર કરવા સંમતિ આપી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ‘રામશંકર પ્રજાપતિ’ અને ‘યમુના પ્રસાદ’ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર કેન્દ્રને નોટિસ જારી કરી હતી અને 10 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી માટે સંમતિ આપતા હવે દલિતો-આદિવાસીઓની અનામત મુદ્દે નવો વિવાદ ઉભો થવાની શક્યા છે.
બેંચે અરજદારના વકીલને કહ્યું હતું કે, તે ભારે વિરોધનો સામનો કરવા માટે તૈયાર રહે. કારણ કે પીઆઈએલના દૂરગામી પરિણામો આવી શકે છે. એડવોકેટ સંદીપ સિંહ દ્વારા દાખલ કરાયેલી આ પીઆઈએલમાં અરજદારોએ કહ્યું છે કે, આ દ્રષ્ટિકોણ બંધારણની કલમ 14, 15 અને 16 ને મજબૂત બનાવશે અને હાલની અનામત મર્યાદા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના સમાન તક સુનિશ્ચિત કરશે. (અરજદારો ભલે એમ માનતા હોય, પરંતુ હકીકત એ છે કે બંધારણમાં અનામતનો ઉલ્લેખ કોઈ ગરીબી હટાવો યોજના તરીકે નહીં પરંતુ પ્રતિનિધિત્વ તરીકે કરાયેલો છે અને તેનો મૂળ હેતુ સામાજિક ભેદભાવ હટાવવાનો છે. સવર્ણો દલિતો-આદિવાસીઓને સાથે તેમની પેટાજાતિના આધારે અલગ અલગ ભેદભાવ નથી દાખવતા. તેઓ તેમની સાથે એકસરખી અસ્પૃશ્યતા પાળે છે. દલિત આર્થિક રીતે સદ્ધર હોય તો પણ તેની સાથે થતા ભેદભાવમાં કોઈ ફેરફાર નથી થતો.)
આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ
અનામત છતાં વંચિત લોકો પાછળ રહી ગયા
અરજીમાં જણાવાયું છે કે દાયકાઓથી અનામત હોવા છતાં આર્થિક રીતે સૌથી વંચિત લોકો ઘણીવાર પાછળ રહી જાય છે અને અનામત કેટેગરીના પ્રમાણમાં સારા લોકો તેનો લાભ લે છે. અરજીકર્તાઓનો તર્ક છે કે, અનામતને આવકના આધારે પ્રાથમિકતા આપવાથી એ ખાતરી કરી કરી શકાશે કે મદદ ત્યાંથી જ શરૂ થાય, જ્યાં આજે તેની સૌથી વધુ જરૂર છે.
પીઆઈએલમાં જણાવાયું છે કે, અનુસૂચિત જાતિ (SC) અને અન્ય પછાત વર્ગો (OBC) માંથી આવતા બંને અરજીકર્તાઓ આ PIL ના માધ્યમથી આ સમાજોમાં આર્થિક અસમાનતાઓને ઉજાગર કરવા માંગે છે, જેના કારણે વર્તમાન અનામત નીતિઓ અંતર્ગત લાભોનું અસમાન વિતરણ થયું છે.”
વર્તમાન અનામત પદ્ધતિમાં ઘણી વિસંગતતાઓઃ અરજીકર્તા
અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે, અનામતની રૂપરેખા શરૂઆતમાં ઐતિહાસિક રીતે વંચિત સમાજોના ઉત્થાન માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન પદ્ધતિ આ જૂથોમાં પ્રમાણમાં સમૃદ્ધ આર્થિક સ્તર અને ઉચ્ચ સામાજિક દરજ્જાની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને અપ્રમાણસર રીતે લાભ આપે છે, જ્યારે સૌથી વધુ આર્થિક રીતે વંચિત સભ્યો માટે તકોની મર્યાદિત પહોંચ છે. (શું અરજીકર્તાને ખ્યાલ નહીં હોય કે અનામતનો લાભ યોગ્ય માણસ સુધી પહોંચાડવો તે સમાજનું નહીં પરંતુ સરકારનું કામ છે. જો અત્યાર સુધીમાં એ નથી થયું તો તે સરકારની નિષ્ફળતા છે.)
सुप्रीम कोर्ट अब अनुसूचित जाति (SC) और अनुसूचित जनजाति (ST) के सदस्यों के लिए ‘आय-आधारित’ आरक्षण प्रणाली की मांग करने वाली जनहित याचिका (PIL) पर सुनवाई करेगा।#SupremeCourt #Reservation #SCST #PIL #India #सुप्रीमकोर्ट #आरक्षण pic.twitter.com/Jvjn7PTptk
— Himanshu Bhatt (@himanshu1993bht) August 12, 2025
જસ્ટિસ કાંતે શું કહ્યું?
જસ્ટિસ કાંતે કહ્યું કે અનુસૂચિત જાતિ(SC), અનુસૂચિત જનજાતિ(ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ના ઘણા લોકો અનામત દ્વારા સરકારી નોકરીઓની ઉચ્ચ શ્રેણીઓમાં પ્રવેશ કરીને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બની શકે છે અને તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડી શકે છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તેના પર વિચાર કરવામાં આવે કે, શું આવા વર્ગના લોકોએ તેમના પોતાના સમાજના તે સભ્યોના ભોગે અનામતનો લાભ લેવાનું ચાલુ રાખવું જોઈએ જેઓ ગરીબીમાં જીવી રહ્યા છે અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે?
આ પણ વાંચો: સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે
EWS માં લેવા જોઈએ.