મુસ્લિમ યુવકોને ઢોર માર મારી ‘જયશ્રી રામ’ બોલવા મજબૂર કર્યા?

ત્રણ મુસ્લિમ યુવકોનો રસ્તો રોકી જાતિવાદી તત્વોએ નામ પૂછી ઢોર માર મારી 'જયશ્રી રામ'ના નારા લગાવવા મજબૂર કર્યા. પોલીસે ચાર યુવકો સામે નામજોગ કેસ નોંધ્યો.
dalit youth beaten up

જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીંના હાપુરમાં ત્રણ મુસ્લિમ યુવકોને કેટલાક જાતિવાદી તત્વોએ તેમનું નામ પૂછીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ તેમને ‘જયશ્રી રામ’ના નારા લગાવવા મજબૂર કર્યા હતા. જાતિવાદી તત્વોના આ હુમલામાં એક મુસ્લિમ યુવક ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

હાપુરના પરતાપુર ગામની ઘટના

ઘટના મંગળવારે સાંજે બની હતી. હાપુરના પિલખુવા પોલીસ સ્ટેશનના પરતાપુર ગામમાં ત્રણ યુવાનો પર થયેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આરોપ છે કે પિલખુવાથી પરત ફરતી વખતે કેટલાક લોકોએ તેમનો રસ્તો રોક્યો હતો અને ત્રણેય યુવાનોના નામ પૂછ્યા હતા. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે ત્રણેય મુસ્લિમ છે, તો તેમને માર માર્યો હતો. આ દરમિયાન બે યુવાનો તક ઝડપીને ભાગી ગયા હતા. પરંતુ આરોપીઓએ વસીમ નામના એક યુવકને પકડી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ વસીમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ મુસ્લિમ આચાર્યને હટાવવા, શ્રીરામ સેનાએ સ્કૂલના પાણીમાં ઝેર ભેળવ્યું

hapud muslim youth attack

મુસ્લિમ યુવકોના નામ પૂછી માર માર્યો

ભોજપુર પોલીસ સ્ટેશનના કાલછીણા ગામના રહેવાસી આમિરે જણાવ્યું કે, તે મંગળવારે બપોરે તેના બે મિત્રો વસીમ અને બીજા એક મિત્ર સાથે કોઈ કામથી બાઇક પર પિલખુવા ગયો હતો. સાંજે પાછા ફરતી વખતે તેઓ પરતાપુર ગામ નજીક પહોંચ્યા હતા. જ્યાં રસ્તામાં કેટલાક ગામલોકોએ તેમને રોક્યા હતા અને તેમનું નામ પૂછીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આમિરે આરોપ લગાવ્યો છે કે હુમલા દરમિયાન તેમનું નામ પૂછવામાં આવ્યું હતું. એ પછી, તેમને માર મારવામાં આવ્યો હતો. એવો પણ આરોપ છે કે યુવાનોને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવકોને આખી રાત પુરીને માર માર્યો, એકનું મોત

પોલીસે ચાર યુવકો સામે કેસ નોંધી તપાસ શરૂ કરી

હાલમાં, પોલીસે આ કેસમાં ચાર આરોપીઓ સામે નામજોગ કેસ નોંધ્યો છે અને કહ્યું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. એએસપી વિનીત ભટનાગરે કહ્યું, ‘યુવાએ પિલખુવાથી બાઇક ખરીદી હતી. પાછા ફરતી વખતે તેમણે રસ્તામાં રીલ બનાવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક યુવાનોએ તેમનું નામ, સરનામું પૂછ્યું, જેના કારણે વિવાદ થયો હતો. ચાર સ્થાનિક યુવાનોએ તેમને માર માર્યો છે. એક યુવક ઘાયલ થયો છે. ધાર્મિક નારા લગાવવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. આ કેસમાં ચાર આરોપીઓ સામે નામજોગ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સાવરકુંડલામાં હિન્દુ વૃદ્ધાનું અવસાન થતા મુસ્લિમ યુવાને અંતિમવિધિ કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x