દલિત યુવક દૂધના કેનને અડી જતા 6 લોકોએ કુહાડીથી હુમલો કર્યો

દલિત યુવક ભૂલથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુહાડી મારી દીધી. યુવક લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.
dalit news

જ્યારથી દેશમાં RSS સમર્થિત ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી છે. એમાં પણ ભાજપસાશિત રાજ્યોમાં દલિતો પર અત્યારની ઘટનાઓમાં સતત વધારો થતો રહ્યો છે. સવર્ણ હિંદુઓની તરફદાર ભાજપ દલિતોના હકો પર તો તરાપ મારે જ છે, પરંતુ જાતિવાદની ઘટનામાં તેમને ન્યાય પણ અપાવવામાં પણ ઉણી ઉતરે છે. જેના કારણે જાતિવાદી તત્વોનું મનોબળ વધી ગયું છે અને તેઓ બેફામ બની ગયા છે. સવર્ણ હિંદુઓની આવી જ જાતિવાદી માનસિકતાને ઉજાગર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક દલિત યુવક ભૂલથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુહાડી મારી દીધી હતી. આ હુમલામાં દલિત યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને એજ હાલતમાં પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે, પોલીસે હજુ સુધી આ મામલે આરોપીઓ સામે કોઈ કેસ નોંધ્યો નથી.

dalit news

દલિત યુવક દૂધના કેનને અડી જતા હુમલો કર્યો

ઘટના ફતેહપુરના બિંદકી કલ્યાણપુર પોલીસ સ્ટેશનના બદૌરી ગામની છે. અહીં દલિત યુવક સુજીત રૈદાસ તેના પાડોશી ડેરી સંચાલક હિમાંશુને ત્યાં દૂધ લેવા ગયો હતો. અહીં સુજીત ભૂલથી દૂધના કેનને અડી ગયો હતો. જેનાથી ડેરી સંચાલક હિમાંશુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સુજીતનું જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું. સુજીતે તેને ગાળો ન બોલવા કહેતા હિમાંશુ વધુ ગુસ્સે થયો હતો અને તેણે ફોન કરી તેના મિત્રો સંદીપ, આલોક, રોશન, આશિષ અને અમિતને બોલાવ્યા હતા. આ બધાએ મળીને સુજીતને ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો:  દલિત વૃદ્ધની બકરી મંદિરમાં જતા પૂજારીએ વૃદ્ધના પગ ભાંગી નાખ્યા

dalit news

દલિત યુવકને માથામાં કુહાડી મારી દીધી

દલિત યુવક સુજીતનો આરોપ છે કે ડેરી ઓપરેટર હિમાંશુએ તેના માથામાં કુહાડીનો ઘા કર્યો હતો. જેના કારણે તેને માથામાં મોટી ઈજા થઈ હતી. તેના માથામાંથી લોહીની ધાર વહી નીકળી હતી, જેના કારણે તે પડી ગયો હતો. આરોપીએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે હજુ સુધી કેસ નથી નોંધ્યો

લોહીથી લથપથ સુજીત તેના પરિવાર સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને હાજર પીઆઈને કેસ નોંધવા વિનંતી કરી હતી. પીઆઈ શૈલેષ સિંહે જણાવ્યું હતું કે દલિત યુવક સુજીતની તબીબી તપાસ કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં હજુ સુધી પોલીસે કોઈ આરોપીઓ સામે કોઈ કેસ નોંધ્યો નથી.

આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

4.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 months ago

Ye log Hindu jatankvadi hai or aatankvadi ki paidash hai

Narsinhbhai
Narsinhbhai
1 month ago

*બીજેપી ભાજપાનાં ગુલામ દલિતો પીડિતો બહુજનો ક્યારે ગુલામી પ્રથા માંથી મુક્તિ મેળવશે? હવે તો હદ થઈ ગઈ છે, લોકોમાં અસુરક્ષાનો ભય પેદા થઈ રહ્યો છે કે શું?

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

દેશમાં જ્યાં જુઓ ત્યાં નરાધમ રાક્ષસો ભર્યા પડ્યા છે..

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
3
0
Would love your thoughts, please comment.x
()
x