જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક ગામમાં દલિત સમાજની એક સગીરા તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી. એ પછી તેના પરિવારે તેની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું હતું. બે દિવસ પછી સગીરા અચાનક ગામમાં પરત ફરી હતી. ત્યારબાદ સરપંચે તેના પરિવારને જાણ કર્યા વિના ગામના મંદિરમાં એ જ યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. બાદમાં સગીરાના પરિવારને આ લગ્ન વિશે જાણ થતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટના પ્રયાગરાજના મઉમાઈમા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં એક સગીર દલિત સગીરાની ગામના સરપંચે બળજબરીથી લગ્ન કરાવી દીધાં હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. શાહબાઝપુર ગામની એક સગીરા બુધવારે રાત્રે એક યુવક સાથે ભાગી ગઈ. બે દિવસ પછી તે ગામમાં પરત ફરી હતી અને ગામના સરપંચના ઘરે પહોંચી ગઈ હતી. સરપંચે સગીરા જે યુવક સાથે ભાગી ગઈ હતી તેને બોલાવીને મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા. જ્યારે છોકરીના પરિવારને આ વાતની ખબર પડી, ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
સગીરાના પરિવારે સરપંચ પર તેમની સગીર દીકરીના બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવ્યો હતા અને તે પોલીસે તપાસમાં આરોપો સાચા પડ્યા છે. એ પછી પોલીસે આરોપી સરપંચને પોલીસ કસ્ટડીમાં લીધાં છે. જોકે, આ વિસ્તારના લોકોની મધ્યસ્થી બાદ મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરપંચે પોતાની વોટ બેંકની રાજનીતિ માટે આ પગલું ભર્યું હતું. ચોંકાવનારી વાત એ રહી કે, આટલો મોટો ગુનો હોવા છતાં બાદમાં સરપંચને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યો. જેને લઈને આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: પોલીસે દલિત યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી, યુવક બેભાન?