લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતના કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરતી કોંગ્રેસ નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે નવા સીમાંકનની રાહ જોયા વિના મહિલા અનામત કાયદાને લાગુ કરવા અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, “બંધારણની પ્રસ્તાવનામાં જણાવાયું છે કે બધા નાગરિકોને રાજકીય અને સામાજિક સમાનતાનો અધિકાર છે. આ દેશમાં સૌથી મોટી લઘુમતી કોણ છે? તે મહિલાઓ છે… આશરે 48%. આ મહિલાઓની રાજકીય સમાનતાનો મામલો છે.”
અરજદારનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર વકીલ શોભા ગુપ્તાએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ મહિલાઓને પ્રતિનિધિત્વ માટે કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી રહી છે. વકીલની દલીલો સાંભળીને બેન્ચે કહ્યું, “નવા સીમાંકનનો અભ્યાસ ક્યારે શરૂ થશે? સરકારને નોટિસ આપો. કાયદાનો અમલ કારોબારીની જવાબદારી છે. અમે કોઈ આદેશ જારી કરી શકતા નથી. પ્રતિવાદીઓને નોટિસ જારી કરો. કેન્દ્ર સરકારને તે મોકલો.”
આ પણ વાંચો: ગુજરાતના મંત્રીમંડળમાં ઠાકોર સમાજને અન્યાય થયોઃ ગેનીબેન
નારી શક્તિ વંદન કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી
અરજીમાં વસ્તી ગણતરી અને ત્યારબાદના સીમાંકનને અનામત લાગુ કરવા માટે પૂર્વશરત બનાવતી ચોક્કસ જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજદારે તેના તાત્કાલિક અમલીકરણની માંગ કરી છે. નારી શક્તિ વંદન કાયદાને 28 સપ્ટેમ્બર, 2023 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. આ કાયદો સંસદના ખાસ સત્રમાં પસાર કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશ મહિલા કોંગ્રેસના મહાસચિવ જયા ઠાકુરે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખતા કાયદાના અમલીકરણની માંગ કરી છે. તેમણે 2023 માં એક અરજી દાખલ કરી હતી, જેમાં 2024 ની સામાન્ય ચૂંટણીઓ પહેલા મહિલા અનામત લાગુ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બંજારા યુવકનો ST અનામતની માંગ સાથે આપઘાત!











Users Today : 1723