‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’

IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”
reservation

IAS Santosh Verma Statement: મધ્યપ્રદેશના વરિષ્ઠ IAS અધિકારી સંતોષ વર્મા (IAS Santosh Verma) એ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘના અધિવેશનમાં આપેલા એક નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે. સંમેલનમાં IAS સંતોષ વર્માએ કહ્યું હતું કે, “અનામત(reservation) ત્યાં સુધી રહેવી જોઈએ, જ્યાં સુધી મારા દીકરા માટે કોઈ બ્રાહ્મણ(Brahmin) પોતાની કન્યાનું દાન ન આપે.”

IAS સંતોષ વર્માનું આ નિવેદન વાસ્તવમાં મનુવાદી હિંદુ ધર્મમાં જડ ઘાલી ગયેલી વર્ણવ્યવસ્થા અને જાતિવાદના વિરોધમાં હતું. પરંતુ બ્રાહ્મણોએ તેને પોતાનું અપમાન ગણાવીને વિરોધ શરૂ કરી દીધો છે. બ્રાહ્મણ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે અને IAS અધિકારીની માફીની માંગ કરી છે.

મામલો શું છે?

વરિષ્ઠ IAS અધિકારી સંતોષ વર્માને તાજેતરમાં મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભોપાલમાં એક સંમેલન યોજાયું હતું, જેમાં બોલતી વખતે IAS સંતોષ વર્માએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “એક પરિવારમાં એક વ્યક્તિને ત્યાં સુધી અનામત મળવી જોઈએ, જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા દીકરા માટે દાન ન કરી દે.”

આ પણ વાંચો: મરાઠાઓ જેમની OBC અનામતમાં ભાગ માંગે છે તે ‘કુણબી’ કોણ છે?

મીડિયા રિપોર્ટ મુજબ, આઈએએસ સંતોષ વર્માનું આ નિવેદન 23 નવેમ્બર 2025ને રવિવારનું છે, જે સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ, બ્રાહ્મણ સંગઠનોએ IAS અધિકારી સંતોષ વર્મા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. બ્રાહ્મણોએ તેને દીકરીઓનું અપમાન ગણાવ્યું છે.

અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ પ્રમુખ પુષ્પેન્દ્ર મિશ્રાએ કહ્યું કે IAS અધિકારી સંતોષ વર્માનું નિવેદન બ્રાહ્મણોની મજાક ઉડાડતું અને અભદ્ર છે. તેમણે કહ્યું, “મધ્યપ્રદેશમાં લાડલી લક્ષ્મી, લાડલી બહેના યોજના લાગુ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન ચલાવી રહ્યા છે. પણ એક IAS અધિકારી દીકરીઓ વિશે આવું નિવેદન આપી રહ્યાં છે.”

આ પણ વાંચો: અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો

મંત્રાલયમાં વિરોધ પ્રદર્શનની તૈયારીઓ

IAS સંતોષ વર્માના આ નિવેદનને લઈને મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત સચિવાલયમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ મુજબ, મંત્રાલયના કથિત સવર્ણ જાતિના કર્મચારીઓ આજે (25 નવેમ્બર 2025) ના રોજ આ નિવેદનનો વિરોધ કરશે. ત્યારબાદ તેઓ નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાને મળશે અને IAS સંતોષ વર્મા વિરુદ્ધ એક આવેદનપત્ર પાઠવશે. બ્રાહ્મણ સંગઠનો ભોપાલમાં તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે. સંગઠનના નેતાઓનું કહેવું છે કે જો IAS સંતોષ વર્મા માફી નહીં માંગે તો તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચો: વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x