દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી

Dalit News: દલિત યુવકના ઘરમાં જાતિવાદી લુખ્ખાઓ ઘૂસી ગયા. 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી. Viral Video.
Dalit News Jhansi

Dalit News: ભારતમાં જ્યાં પણ ભાજપ સત્તામાં છે, ત્યાં જાતિવાદી તત્વો બેખૌફ થઈને દલિતો પર અત્યાચાર કરે છે. તેમને એવો ડર નથી કે SC-ST એક્ટ જેવો કડક કાયદો અસ્તિત્વ ધરાવે છે અને તે અંતર્ગત તેમને આકરી સજા થઈ શકે છે. કેમ કે, પોલીસ સ્ટેશનથી લઈને સત્તા સુધી દરેક જગ્યાએ આવા જાતિવાદી ગુંડાઓને છાવરવા માટે આખું તંત્ર કામ કરી રહ્યું હોય તેવી સ્થિતિ છે. એટલે જ લુખ્ખા તત્વો દલિતોને માર મારે છે અને તેના વીડિયો પણ બનાવે છે અને છતાં તેને કાયદાનો કે પોલીસનો કોઈ ડર નથી.

આવી જ એક ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 5 જાતિવાદી લુખ્ખાઓ એક દલિત યુવકને થપ્પડો મારી રહ્યા છે. દલિત યુવક કરગરી રહ્યો છે અને છતાં પેલા ગુંડાઓના પેટનું પાણી પણ હલતું નથી.

આ પણ વાંચો: નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ

દલિત યુવકને બંદૂકની અણીએ કપડાં ઉતારવા ધમકી આપી

મામલો જાતિવાદ અને ગુંડાગર્દી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના ઝાંસીમાં એક દલિત યુવકને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આરોપીઓ દલિત યુવકને લાતો, મુક્કા અને ચંપલથી માર મારી રહ્યા છે. એટલું જ નહીં, તેને બંદૂકની અણીએ તેના કપડાં પણ કાઢવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

દલિત યુવકને 4 સેકન્ડમાં 10 થપ્પડર મારી

આ વીડિયો ઝાંસી જિલ્લાના પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક દલિત યુવકને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. જાતિવાદી ગુંડો તેને 4 સેકન્ડમાં 10 વાર ચંપલથી માર મારી રહ્યો છે, ત્યારબાદ તેને પિસ્તોલ બતાવી કપડાં ઉતારવાની ધમકી આપવામાં આવે છે. વાયરલ વીડિયોમાં પાંચ બદમાશો એક રૂમમાં દલિત યુવકને નિર્દયતાથી માર મારતા દેખાય છે. તેઓ તેના પર થપ્પડ, લાતો, મુક્કા અને લાકડીઓથી હુમલો કરે છે. દલિત યુવક હાથ અને કાન પકડીને માફી માંગે છે, પરંતુ આરોપીઓ અડગ રહે છે અને તેને નિર્દયતાથી માર મારવાનું ચાલુ રાખે છે.

આ પણ વાંચો: જ્યારે ટોળાએ 116 મુસ્લિમોની હત્યા કરી ઉપર ફુલાવર વાવી દીધું!

વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી

પાંચેય ગુંડાઓ દલિત યુવકને તેમને પગે લાવવા દબાણ કરી રહ્યા છે, અને દલિત યુવક વારાફરતી તેમના પગ સ્પર્શ કરે છે. પાંચ આરોપીઓ આખી ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા છે. આ ઘટના 22 નવેમ્બરના રોજ બની હતી અને આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને દલિત યુવકની ફરિયાદના આધારે SC/ST એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં બને છે તેમ આરોપીઓ ભાગી ગયા હતા. દલિત યુવકના શરીર પર હજુ પણ ઈજાના નિશાન છે.

ત્રણ આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

પોલીસે વીડિયોમાં દેખાતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી નિશાંત સક્સેના હજુ પણ ફરાર છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે. વિવાદ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસ ધરપકડ કરાયેલા યુવાનોની કડક પૂછપરછ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર યુપીમાં પ્રવર્તમાન જાતિવાદ અને ગુંડાગર્દીને ઉજાગર કરી દીધી છે.

આ પણ વાંચો: ‘દલિત થઈને I LOVE MAHADEV લખાવવું છે?” કહી છરીથી હુમલો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x