Gujarat News: પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ આજે પણ ચાલુ છે. દરેક સમિટમાં કરોડોના એમઓયુ થયાના દાવાઓ કરાય છે. પણ જમીની સ્તરે કદી એ રોકાણ પુરેપુરું કદી ઉતરતું નથી. સરકારી દાવાઓ મુજબ તો ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
પરંતુ હકીકત તેનાથી જુદી છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટને પગલે વાઇબ્રન્ટ ગુજરાતનો ફુગ્ગો ફૂટી ગયો છે. રિપોર્ટ મુજબ છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાં 11 હજાર નાના-લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે. સરકારી પ્રોત્સાહનના અભાવે બંધ થતાં આવા લઘુ ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પરિણામે લોકો બેરોજગાર બની રહ્યા છે.
આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત
લઘુ ઉદ્યોગોને ઓછું પ્રોત્સાહન મળતા તાળાં લાગ્યા
એક તરફ, વાઇબ્રન્ટ ગુજરાત યોજાઇ રહ્યો છે. વર્ષ 2024-25માં બંધ થનારાં મોટા ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. એટલુ જ નહીં, મોંઘીદાટ જમીનો અને કરોડો રૂપિયાની સબસિડીની લ્હાણી કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ નાના લઘુ ઉદ્યોગોને સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન જ આપવામાં આવતુ નથી. પરિણામે ગુજરાતમાં નાના લઘુ ઉદ્યોગોને માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો
છેલ્લાં 5 વર્ષમાં 10948 લઘુ ઉદ્યોગો બંધ થયા
ખુદ કેન્દ્ર સરકારનો જ રિપોર્ટ છે જેમાં એવા તારણો રજૂ થયાં છે કે, વર્ષ 2020-21માં 67 લઘુ ઉદ્યોગો બંધ થયા હતા ત્યાર બાદ આ સીલસીલો આજ દીન સુધી યથાવત રહ્યો છે. વર્ષ 2024-25માં બંધ થનારા લઘુ ઉદ્યોગોની સંખ્યા વધીને 3534 સુધી પહોંચી ગઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10,948 નાના લઘુ-ઉદ્યોગો બંધ પડ્યા છે જેના કારણે કુલ મળીને 54,901 લોકોએ બેરોજગાર થવુ પડ્યું છે.
ઉદ્યમ પોર્ટલ પર નોંધણીમાં પણ ઘટાડો જોવા મળ્યો
આ ઉપરાંત ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલાં નાના લઘુ ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમકે, વર્ષ 2023-24માં 13 લાખથી વધુ લઘુ ઉદ્યોગો ઉદ્યમ પોર્ટલ પર નોંધાયા હતાં. જ્યારે વર્ષ 202-26માં આ સંખ્યા ઘટીને 5,30,160 થઈ છે. આ જોતાં એ વાત પ્રસ્થાપિત થઇ છે કે, લઘુ ઉદ્યોગો બંધ થઈ રહ્યાં છે. મોટા ઉદ્યોગો પ્રત્યે સરકારની અમી નજર રહી છે જેથી નાના લઘુ ઉદ્યોગોની ધરાર અવગણના થઈ રહી છે. પ્રોત્સાહનના અભાવે લઘુ ઉદ્યોગો બંધ પડી રહ્યાં છે જેણે સરકારની નિષ્ફળ ઉદ્યોગ નીતિને ખુલ્લી પાડી છે.
આ પણ વાંચો: Vibrant Gujarat માં થયેલા MoU માંથી 5005 પડતા મૂકાયા










