મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનાર દલિત નેતાની ધરપકડ

ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.
Anil Mishra

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચાલી રહેલા ડૉ. ભીમરાવ આંબેડકરનું પૂતળું સળગાવી બંધારણનું અપમાન કરવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. મનુવાદી એડવોકેટ અનિલ મિશ્રા, ડૉ.આંબેડકર વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા અને તેમનું ચિત્ર બાળવા બદલ છેલ્લા ત્રણ દિવસથી જેલમાં છે, ત્યારે પોલીસે હવે આ કેસમાં ફરિયાદી દલિત નેતા મકરંદ મૌર્યની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ દિવસ પહેલા મનુવાદી અનિલ મિશ્રા આઈજીની ઑફિસમાં આવેદનપત્ર આપવા ગયો હતો. એવો આરોપ છે કે ત્યારબાદ તેણે એસપી ઑફિસની બહાર અનધિકૃત વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ડૉ.આંબેડકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમનું પોસ્ટર બાળ્યું હતું. ઘટનાની જાણ થતાં, મોટી સંખ્યામાં દલિત-બહુજન સમાજ એસપીની ઑફિસમાં એકઠો થયો હતો અને આરોપીઓ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કેસ નોંધીને જેલ મોકલવાની માંગ કરી હતી.

દલિત નેતા મકરંદ મૌર્યની અરજી પર, પોલીસે અનિલ મિશ્રા સહિત સાત લોકો સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, પોલીસે જ્યારે તેઓ મુરેના જઈ રહ્યા હતા ત્યારે તેમાંથી ચારની ધરપકડ કરી હતી, બીજા દિવસે, બધા આરોપીઓને JMFC કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો અને તેમને જેલમાં મોકલી દીધા. અનિલ મિશ્રાને બાદમાં તબીબી કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ જેલમાં છે.

આ પણ વાંચો: રાજુ સોલંકી-જયરાજસિંહનું સમાધાન મંજૂર નથીઃ દલિત સમાજ!

દરમિયાન, અનિલ મિશ્રાએ હાઇકોર્ટની ડબલ બેન્ચમાં અરજી દાખલ કરી, પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા, કેસને અન્યાયી ગણાવ્યો હતો. શનિવાર અને રવિવાર રજા હોવા છતાં ગ્વાલિયર હાઇકોર્ટ ડિવિઝન બેન્ચે કેસની સુનાવણી કરી, પરંતુ આરોપીને કોઈ રાહત મળી નહીં.

Anil Mishra

 

સુનાવણી દરમિયાન, મિશ્રાના વકીલે દલીલ કરી કે ફરિયાદી મકરંદ મૌર્ય સામે પહેલાથી જ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે, છતાં પોલીસે તેમની ધરપકડ કરી નથી. દરમિયાન, દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દલીલ કરી હતી કે ફરિયાદીને સાંભળ્યા વિના કોર્ટ કોઈ નિર્ણય લઈ શકે નહીં.

હાઇકોર્ટે ફરિયાદી મકરંદ મૌર્ય સહિત તમામ સંબંધિત પક્ષોને નોટિસ જારી કરી અને સોમવારની સુનાવણીની તારીખ નક્કી કરી હતી. નોટિસના થોડા જ કલાકોમાં પોલીસે કોર્ટ દ્વારા અગાઉ જારી કરાયેલ વોરંટનો અમલ કર્યો અને ભીમ આર્મીના નેતા અને મુખ્ય ફરિયાદી મકરંદ મૌર્યની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

મેળામાંથી ગાંધી-આંબેડકરનું પ્રદર્શન હટાવાતા હોબાળો

આ દરમિયાન, ગ્વાલિયર વેપાર મેળામાં ગાંધી અને આંબેડકર સહિત મહાનુભાવો અને સ્વતંત્રતા સેનાનીઓને દર્શાવતા પ્રદર્શનો હટાવવા અને તોડફોડ કરવાના પગલે શહેરમાં તણાવ ફેલાયો છે. આને બંધારણ અને મહાપુરુષોનું અપમાન ગણાવીને કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી કરતું આવેદનપત્ર સુપરત કર્યું હતું.

કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે આ સમગ્ર ઘટના ભાજપ સરકારના ઈશારે બની છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ સત્તામાં આવ્યા બાદથી બંધારણને નબળું પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ મામલે માત્ર NSA હેઠળ જ નહીં પરંતુ રાજદ્રોહના આરોપો હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવે.

આ પણ વાંચો: ગ્વાલિયરમાં ડો.આંબેડકરનો ફોટો બાળવા મુદ્દે 7 સામે FIR

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x