ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા જામનગરના સિક્કામાં દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખના જન્મદિવસે અદ્દભૂત કાર્યક્રમ યોજાયો હતો. SSD દ્વારા આ દિવસે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રેલીની સાથે માતા ફાતિમા શેખને મહાસલામી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ એક મહાસભાનું પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્વયં સૈનિક દળના કાર્યકરો હાજર રહ્યા હતા.
તારીખ 09/01/2026 ના રોજ જામનગર જિલ્લાના દિગ્વિજય ગામ સિક્કામાં સ્વયં સૈનિક દળ દ્વારા દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા માતા ફાતિમા શેખના જન્મ દિવસ નિમિત્તે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સાથે જ માતા ફાતિમા શેખને મહાસલામી આપી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સરકારી ભરતીઓમાં SC-ST-OBCને અન્યાય મામલે CMને રજૂઆત
આ કાર્યક્રમમાં ડ્રેસકોડ સાથે હજારોની સંખ્યામાં SSD ના સૈનિકો તથા SC-ST-OBC અને મુસ્લિમ સમાજના ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી સિક્કા શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી. સ્વયં સૈનિક દળ દ્વારા દિગ્વિજય ગામમાં સ્થિત ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા.
સિક્કામાં માતા ફાતિમા શેખ સર્કલ પાસે તેમની ફોટાને સલામી આપવામાં આવી હતી તેમજ મહાસભાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા માતા ફાતિમા શેખ અને માતા સાવિત્રીબાઈ ફૂલે તેમજ મૂળનિવાસી મહાનાયકોના ઇતિહાસની વાત કરવામા આવી હતી.
(વિશેષ માહિતીઃ નરેશ ઢાચા, સિક્કા, જામનગર)
આ પણ વાંચો: દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી















हमें मानवतावादी राष्ट्र का निर्माण करना है।
जय भीम नमो बुद्धाय जय जोहार जय मूलनिवासी।
*ભારતની ભૂમિ હોય કે વિદેશની ધરતી હોય, માનવ જીવનમાં સત્કર્મો, નીતિ, અને સમાજ, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને વફાદારીને સતત જીવંત રાખવા માટે અગણિત મહાનાયકો અને મહાનાયિકાઓએ પવિત્ર ધરતી માટે નિ:સ્વાર્થ ભાવે બલિદાન આપ્યાં છે, તેઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું ધન્ય થાવ છું.
શત્ શત્ નમન વંદન પ્રણામ! સૌને સપ્રેમ જયભીમ નમો બુદ્ધાય પાઠવું છું. ધન્યવાદ સાધુવાદ!