ગુજરાત અને ભારત માટે કહેવાય છે કે, જ્યાં ખોદશો ત્યાં બુદ્ધ જ નીકળશે. આ વાત હવે પીએમ મોદીના વતન અને મહેસાણા જિલ્લાના વડનગરમાં પણ સાબિત થઈ રહી હોય તેમ સ્પષ્ટ જણાય છે. હાલમાં જ અહીં બૌદ્ધ સાધના મુદ્રામાં બેઠેલું એક હજાર વર્ષ જૂનું માનવ કંકાલ મળી આવ્યું છે અને તે કોઈ બૌદ્ધ સાધુનું હોવાનું કહેવાય છે. આવું એટલા માટે લાગે છે, કેમ કે અહીં ગયા વર્ષે જ એક આખો બૌદ્ધ મઠ મળી આવ્યો હતો. એ જોતા આ માનવ કંકાલ બૌદ્ધ સાધુનું હોવાની પુરી શક્યતા છે. જો કે મનુવાદી મીડિયા તેને હિંદુ ધર્મના કોઈ સન્યાસીનું હોવાનું કહીને તેને અત્યારથી મનુવાદી વાઘા પહેરાવવા મચી પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1 હજાર વર્ષ જૂનું પ્રાચીન કંકાલ મળી આવ્યું હતું. જેના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે લખનૌના ડૉ. નીરજ રાયે DNA ટેસ્ટ કરાવ્યો છે. આ ટેસ્ટના રિપોર્ટમાં અનેક રહસ્યો ખુલે તેવી સંભાવના છે.

આ મામલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના ડૉ. અભિજીત આંબેડકરે સમગ્ર મુદ્દે જણાવ્યું કે, ‘કોવિડ દરમિયાન વડનગરમાં ખોદકામ દરમિયાન કોઠા અંબાજી તળાવ પાસે બૌદ્ધ મઠ અને તેના અનેક અવશેષ પ્રાપ્ત થયા હતા. જે ગંગા ઘાટી સાથે મેળ ખાય છે. અહીંથી મળી આવેલું કંકાલ તપસ્યામાં બેઠેલા કોઈ બૌદ્ધ સંન્યાસી જેવું દેખાય છે. હાલ, ડૉ. નીરજ રાય દ્વારા તેમનું DNA સ્ટડી કરવામાં આવી રહ્યું છે.’
આ પણ વાંચો: કચરામાં ખાવાનું શોધતી દીકરીને એક બૌદ્ધ ભિક્ષુકે ડોક્ટર બનાવી

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘કોઈપણ વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઘણો સમય લાગે છે. આ શોધ 2019 પછીની છે અને અમે તેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કર્યો છે. જેથી આવનારા ભવિષ્યમાં તેને મ્યુઝિયમમાં મૂકી શકાય. DNA રિપોર્ટ પરથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ કંકાલ ઉત્તરપૂર્વીય લોકોના ચહેરા સાથે મેળ ખાતું આવે છે. જોકે, આ મામલે વધુ પ્રકાશ ડૉ. નીરજ રાય જ આપી શકશે.buddhist monk અત્યાર સુધીના તમામ કંકાલ સૂતેલી અવસ્થામાં મળ્યા હતાં. પરંતુ, આ પહેલું કંકાલ એવું મળ્યું છે, જે તપસ્યા કરતી મુદ્રામાં છે. કંકાલનો જમણો હાથ તપસ્યા દરમિયાન દંડ પર મૂકવામાં આવે તે પ્રકારે જોવા મળે છે.’

ઉલ્લેખનીય છે કે, વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક વર્ષ 2017માં ખોદકામ દરમિયાન 11 કંકાલ મળી આવ્યાં હતા જે પૈકી સાત કંકાલના ડીએનએ પરથી જાણવા મળ્યું હતું કે, એક કંકાલ કઝાકિસ્તાની નાગરિકનું છે. ભારતના ડીએનએ ગ્રૂપ સાથે આ કંકાલ મેચ થતું ન હતું. આ કંકાલ U2e ગ્રૂપનું એટલે કે યુરોપ અને મધ્ય એશિયાના દેશો સાથે મેચ થાય છે તેવું સંશોધન પરથી સાબિત થયું છે. ભારતના ડીએનએ ગ્રૂપની વાત કરીએ તો એમ18, એમ30 અને એમ 37 ડીએનએ ગ્રૂપ છે. જે આ કંકાલને મળતાં આવતાં નથી. આના પરથી કહી શકાય કે વડનગરમાં 16મીથી 17મી સદી દરમિયાન વિવિધ ધર્મના લોકો રહેતા હતા. વ્યાપાર કે ધાર્મિક કારણોસર અહીં લોકો વસવાટ કરતા હોવા જોઈએ. બહારના દેશોમાંથી લોકો ભારતના જુદાં જુદાં રાજ્યોમાં રહેતા હોવાનું પણ વડનગરમાંથી મળેલા કંકાલ પરથી નક્કી કરી શકાય તેમ એએસઆઇના અભ્યાસમાં બહાર આવ્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં દટાયેલી હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોએ અહીં મોટાપાયે ખોદકામ કર્યુ હતું. જેમાં અહીં 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે. એટલે કે, તે ઈસુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલાનું હતું.
હાલ આ વસાહત અંગે શોધ ચાલી રહી છે. ત્યારે વડનગરમાં દબાયેલા હજારો વર્ષો જૂનો ઈતિહાસ માટીમાંથી બહાર આવી રહ્યો છે. આ અવશેષોમાં 11 માનવ કંકાલ મળી આવ્યા હતા. જેના પર હાલ આર્કિયોલોજિકલ વિભાગ સરવે કરી રહ્યો છે. ત્યારે આ કંકાલમાંથી એક કંકાલનો ચોંકાવનારો સ્ટડી થયો છે. આ તમામ કંકાલો 150 થી 600 વર્ષ જુના છે તે વડનગરના શર્મિષ્ઠા તળાવના ખોદકામમાં મળી આવ્યાં હતા.
ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, “ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા – મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે.” અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે.”
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યે પોતાની જ સરકારને સૌથી વધુ ભ્રષ્ટ ગણાવી










