એકવીસમી સદીના 25 વર્ષ વીતી ચૂક્યા છે, દુનિયા એઆઈ તરફ આગળ વધી ચૂકી છે ત્યારે ભારતમાં હજુ પણ જાદુટોણાં, મંત્ર-તંત્ર સહિતની અંધશ્રદ્ધામાં નિર્દોષ બાળકીઓ-મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બનવાનું ચાલુ રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તાંત્રિકે એક સગીરાના પેટમાં જિન્નનું બાળક ઉછરી રહ્યું હોવાનું કહી, તેના પરિવારને ભોળવી તાંત્રિક વિધિથી જિન્નનો નાશ કરવાનું કહી સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી તેના પર રેપ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ ગુનામાં એક મહિલા જ તાંત્રિકનો સાથ આપ્યો હતો.
ઘટના આગ્રાની છે. જ્યાં એક તાંત્રિકે એક પરિવાર સમક્ષ દાવો કર્યો હતો કે તેમની સગીર દીકરી ગર્ભવતી છે અને તેના પેટમાં જિન્નનું બાળક ઉછરી રહ્યું છે. ત્યારબાદ, તેની સારવાર કરાવવાની આડમાં, તાંત્રિકે કિશોરીને બંધક બનાવીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. કિશોરીએ કોઈક રીતે તેના પરિવારને તાંત્રિકના કૃત્યો વિશે જાણ કરી. ત્યારબાદ પરિવાર પુત્રીને લઈને જગદીશપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં તાંત્રિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: ‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’
આ ઘટનાની મળતી માહિતી મુજબ, ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક મહિલાએ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “16 ડિસેમ્બરે સંતોષી ઉર્ફે ભૈરવ બાબા નામનો એક તાંત્રિક ગામમાં આવ્યો હતો. ઢોલ-નગારા વાગી રહ્યા હતા. મારો પરિવાર ખેતરમાં કામ કરવા જઈ રહ્યો હતો.
અમે બધા રસ્તામાં ઉભા રહી ગયા. તાંત્રિકે મારા સસરાને ખાવા માટે કંઈક આપ્યું.” તે ખાધા પછી, તેમને માથાનો દુખાવો શરૂ થયો. એ પછી તાંત્રિક અમારા ઘરે આવ્યો અને દાવો કર્યો કે અમારા ઘરમાં ભૂતનો ત્રાસ છે. હું અને અમારો પરિવાર તેની વાતોમાં આવી ગયા. બીજા દિવસે, 17 ડિસેમ્બરે, તાંત્રિક 10-15 લોકો સાથે ઢોલ-નગારા સાથે ગામમાં આવ્યો.
સગીરાના પેટમાંથી જીન્નનું બાળક કાઢવાનો દાવો કર્યો
મહિલાએ કહ્યું, “બીજા દિવસે તાંત્રિક અમારા ઘરે આવ્યો અને કહ્યું કે અમારી 17 વર્ષની પુત્રી છ મહિનાની ગર્ભવતી છે. તેના ગર્ભમાં રહેલું બાળક જિન્નનું છે. જ્યારે અમે ડૉક્ટર પાસે તપાસ કરાવવાનું કહ્યું, ત્યારે તાંત્રિકે છોકરીના જીવને ધમકી આપી અને કહ્યું કે તે બધું ઠીક કરી દેશે. ત્યારબાદ, 20 ડિસેમ્બરે, તાંત્રિક અમારી પુત્રીને લઈને જગદીશપુરાના અમરપુરામાં આવ્યો.
આ પણ વાંચો: વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત
અહીં, તાંત્રિકે બાળકીને તેના ગર્ભમાંથી જિન્નના બાળકને કાઢવા અને જીન્નને ભગાડવાના બહાને બે દિવસ સુધી તેને પોતાની સાથે રાખી. તેણે દાયણના નામે એક મહિલાને પણ બોલાવી, જેણે તેમની પુત્રીના કપડાં બળજબરીથી કાઢી નાખ્યા.” જ્યારે તેણીએ વિરોધ કર્યો, ત્યારે તાંત્રિક અને દાયણે તેણીને ધમકી આપી. જ્યારે પુત્રીએ વિરોધ કર્યો અને ચીસો પાડી, ત્યારે દાયણે દાવો કર્યો કે તેઓ જિન્નને ભગાડી રહ્યા છે. આરોપી તાંત્રિકે સગીરાના કપડાં ઉતારીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો.
સગીરાએ વિરોધ કરતા નશીલું પાણી પીવડાવી દીધું
મહિલાએ ફરિયાદ કરી કે તેની પુત્રીને ધમકી આપવામાં આવી હતી. જ્યારે તેણીએ તેમની વાત સાંભળવાનો ઈનકાર કર્યો, ત્યારે આરોપીએ તેણીને નશીલું પાણી પીવડાવ્યું હતું, જેના કારણે તે બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી અને તક મળી, ત્યારે તેણે આરોપીના મોબાઇલ ફોનમાંથી પરિવારને ફોન કર્યો હતો. જ્યારે પરિવાર સગીરાને મળવા આવ્યો ત્યારે તાંત્રિકની કરતૂતોનો પર્દાફાશ થયો હતો. 31 ડિસેમ્બર, 2025 ના રોજ, સગીરાના પરિવારે આરોપી તાંત્રિક અને તેના સાથીઓ વિરુદ્ધ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એડીસીપી આદિત્ય કુમારે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે સંતોષી ઉર્ફે ભૈરવ બાબા સહિત ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
તાંત્રિકો, બાબાઓથી બહુજન સમાજ દૂર રહે
આ ઘટના એવા લોકો માટે ચેતવણી છે, જેઓ લેભાગુ બાબાઓ, ઢોંગી તાંત્રિકોની વાતોમાં આવી જાય છે. તંત્રમંત્રથી કોઈના દુઃખ દર્દ દૂર કરી શકાતા હોય તો દુનિયામાં કોઈ દુઃખી ન હોત. દરેક સમસ્યાનો ઉકેલ એક ઉકેલ હોય છે અને તેના માટે સાયન્ટિફિક રસ્તા છે. માટે આવા ઢોંગી બાબાઓ, કહેવાતા તાંત્રિકોની જાળમાં બહુજન સમાજે કદી ફસાવું ન જોઈએ. આપણે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે, પેરિયાર, છત્રપતિ શાહુજી મહારાજના પગલે ચાલીને શિક્ષણ અને આધુનિક વિજ્ઞાન પર જ ભરોસો કરવો જોઈએ.
આ પણ વાંચો: ‘તું મારા બાળકને જન્મ આપ, હું તને મારી પત્ની બનાવીશ’










