અમદાવાદ ભાજપના નેતાઓ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને લઈને નવો વિવાદ ઉભો કરવા મથી રહ્યાં છે. તેઓ ડો.આંબેડકરના બંધારણ ઘડતરના મહાન કાર્યને સાઈડલાઈન કરીને બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરવાનું આયોજન કરી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવું જ કંઈક હાલમાં મધ્યપ્રદેશમાં સવર્ણ એકતા મંચે પણ કર્યું છે. જેણે ડો.આંબેડકરના સલાહકાર બી.એન.રાવને બંધારણના ઘડવૈયા જાહેર કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. એ જ રીતે, અમદાવાદ ભાજપના નેતા પણ આ જ દિશામાં કામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ભાજપ નેતાએ બી.એન.રાવને બંધારણના ઘડવૈયા ગણાવ્યા
દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ભાજપના એક સોશિયલ મીડિયા ગ્રૂપમાં એક સ્થાનિક નેતાએ થોડા દિવસ પહેલા બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિરોધમાં એક આંચકાજનક પોસ્ટ પોસ્ટ મૂકી હતી. તેમાં આ નેતાએ બંધારણ સભાના એક સભ્ય બી.એન. રાવની તરફેણ કરીને તેમને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરવા પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો: ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી
ભાજપના આ નેતાએ બી.એન.રાવના ફોટા સાથે લખ્યું હતું કે, “ખરેખર તો બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે રાવે મહેનત કરી હતી અને તેઓ પ્રખર વિદ્વાન હતા. તેમણે જ વિશ્વના અન્ય દેશોના બંધારણનો અભ્યાસ કરીને ભારતના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આંબેડકરને સભાના અધ્યક્ષનું પદ મળ્યું તે માત્ર રાજકીય અને સામાજિક પ્રતીકરૂપે જ હતું. ખરેખર તો જેમણે ડ્રાફ્ટ તૈયાર કર્યો તેમને ભૂલાવી દેવામાં આવ્યા અને જેમણે બંધારણ ૫૨ ચર્ચા કરી તેમનું મહિમામંડન કર્યું, કારણ માત્ર એટલું જ હતું કે રાવ બ્રાહ્મણ હતા. હવે સમય આવી ગયો છે કે માત્ર પ્રતીકો જ નહીં પણ પાયાના પથ્થરોનું સન્માન થાય અને રાવને તેમનું ખોવાયેલું ગૌરવ પાછું મળે.”
ભાજપના દલિત સાંસદો, ધારાસભ્યો, નેતાઓ સૌ ચૂપ
આ પોસ્ટ જે ગ્રુપમાં મૂકવામાં આવી હતી તેમાં અમદાવાદના ભાજપના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો પણ છે. હાલ અમદાવાદના પશ્ચિમના સાંસદ પદે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા દિનેશ મકવાણા છે. તેઓ પણ આ ગ્રુપમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં તેમણે આ બાબતે કશો વિરોધ નોંધાવ્યો નહોતો. એ જ રીતે ભાજપના અન્ય નેતાઓ પણ આ મામલે ચૂપ રહ્યા હતા. જેને લઈને એવી ધારણા બની રહી છે કે, ભાજપ ડો.આંબેડકરનું ગૌરવ ઓછું કરવા, બંધારણના ઘડવૈયા તરીકેના તેમના મહાન કાર્યનું કદ ઓછું કરવા માંગે છે.
મધ્યપ્રદેશમાં સવર્ણ હિંદુઓ ડો.આંબેડકરનો વિરોધ કરી રહ્યાં છે?
અમદાવાદ ભાજપના નેતાની જેમ મધ્યપ્રદેશમાં પણ બી.એન.રાવને લઈને આવું જ કાવતરું રચાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં બંધારણના ઘડવૈયાને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ માંગણી ઉઠાવવામાં આવી છે. સવર્ણ એકતા મંચના પ્રદેશ સંયોજક દિનેશ દંડૌતિયાના નેતૃત્વમાં સવર્ણોના એક ગ્રુપે રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને એક આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે સર બેનિગલ નરસિંહ રાવ (બી.એન. રાવ) ને ‘બંધારણના ઘડવૈયા’ જાહેર કરવામાં આવે. બહુજન સંગઠનોએ આ માંગનો વિરોધ કર્યો છે અને દંડૌતિયા સહિતના લોકો પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
સવર્ણ એકતા મંચના બ્રાહ્મણોએ મોરચો સંભાળ્યો
સવર્ણ એકતા મંચે આવેદનપત્રમાં ત્રણ માગણીઓ કરી હતી. જેમાં બી.એન. રાવને “બંધારણના ઘડવૈયા” નું બિરુદ આપવું. દેશભરમાં ઉચ્ચતમ સ્થાનો પર તેમની પ્રતિમાઓ સ્થાપિત કરવી અને તેમને મરણોત્તર રાષ્ટ્રપતિ પદક એનાયત કરવો. આ આવેદનપત્ર પાઠવતી વખતે મનીષ શર્મા, પ્રમોદ શર્મા, કલ્લા શર્મા, દિનેશ ઉપાધ્યાય, રામુ શર્મા, આકાશ શર્મા સહિતના બ્રાહ્મણ કાર્યકરો હાજર રહ્યા હતા.
ડો.આંબેડકરનું અપમાન દલિતો ભૂલ્યા નથી
આ ઘટના અમદાવાદ ભાજપના નેતાએ મૂકેલી પોસ્ટ બાદ બની છે. સૂત્રોના મતે મધ્યપ્રદેશમાં સવર્ણ સંગઠને જે કર્યું તેવું આગામી દિવસોમાં ગુજરાતમાં પણ થાય તો નવાઈ નહીં. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંસદમાં અમિત શાહે ડો.આંબેડકરનું કરેલું અપમાન દલિતો ભૂલી શક્યા નથી. હાલ ભાજપ દલિત મતોને પોતાની તરફ વાળવા માટે મથી રહી છે. એવામાં ખુદ ભાજપના જ નેતાઓ આ રીતે ડો.આંબેડકરને બદલે બી.એન.રાવની તરફેણમાં પોસ્ટ કરતા નવો વિવાદ ઉભો થયો છે.
આ પણ વાંચો: ‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’
સૂરજ સામે ધૂળ ઉડાડતા સૂરજનું તેજ ઓછું થતું નથી. પરંતુ હવે નથી જાણતા એ પણ જાણશે કે બી એન રાવે શું કરવું જોઈતું હતું ને એમણે શું કર્યું?
*ભાજપનો ભગવાધારી નેતા, A Little Knowledge is a Dangerous Thing! થી વિશેષ જ્ઞાનનો અભાવ છે! એટલે સન્માનીય પ્રોફેસર રત્ન લાલ જીના અનેક લાઈવ વીડિયો જોવાની જરૂર છે…! હૈસો હૈસોમાં
કદાચ ખુરશી ગુમાવી પડે નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ!