અમદાવાદમાં રથયાત્રા (Ahmedabad rath yatra) દરમિયાન આજે એક નર હાથી બેકાબૂ(Elephant go out of control) બની દોડવા માંગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આયોજકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. રથયાત્રા ખાડિયા પાસેથી આગળ વધી રહી હતી ત્યારે અંદાજે 9.33 વાગ્યાની આસપાસ હાથી અહીં પહોંચી ગયા હતા. એ દરમિયાન અચાનક સૌથી આગળ ચાલતો એક નર હાથી બેકાબૂને દોડવા માંડ્યો હતો. જેના કારણે રથયાત્રા જોવા ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સૌથી આગળનો હાથી બેકાબૂ બની જતા તેની પાછળ આવી રહેલા ત્રણ હાથી પણ ચાલવાને બદલે દોડવા લાગતા મહાવતો અને આયોજકોના જીવ પડીકે બંધાયા હતા. આખરે બે માદા હાથીને આગળ કરીને નર હાથીને કાબૂમાં કરવામાં આવ્યો હતો.
ડીજેના ઘોંઘાટ અને સિટીઓના અવાજથી હાથી ભડક્યો
હાથી બેકાબૂ બનતા ફરી એકવાર એ સવાલ ઉભો થયો છે કે, રથયાત્રા જેવા લોકોની ભારે ભીડ ધરાવતા જાહેર કાર્યક્રમમાં, જ્યાં ડીજે-સિસોટી અને ગીતોની રમઝટ બોલતી હોય તેવા વાતાવરણ વચ્ચે હાથી જેવા મહાકાય પ્રાણીને દોરીને લઈ જવા કેટલું યોગ્ય છે? જો હાથી વધારે બેકાબૂ બન્યો હોત અને જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની? ગુજરાતમાં જાહેર મેળાવડાઓ અને હરવાફરવાના સ્થળોએ છેલ્લાં કેટલાક વર્ષોમાં મોટી દુર્ઘટનાઓ બની છે, જેની હજુ તપાસ ચાલી રહી છે અને મૃતકોને ન્યાય પણ મળ્યો નથી. હાલ તો બેકાબૂ થયેલા નર હાથી ઉપરાંત અન્ય બે હાથી સહિત કુલ ત્રણ હાથીને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ઝૂ વિભાગના સ્ટાફની મદદથી હાથીને કાબૂમાં કરાયો
હાથી બેકાબૂ થવાના કારણ અંગે એએમસીના ઝૂ વિભાગના અધિકારી ડૉ. આર.કે.સાહુએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે વધુ પડતી સિસોટી વાગતા અને ડિજેના અવાજથી હાથી બેકાબૂ થઈ ગયો હતો. ખાડિયા ચાર રસ્તા પાસે રથયાત્રામાં જોડાયેલો એક નર હાથી બેકાબૂ બની ગયો હતો. સૌથી આગળ ચાલતો હતો અને તે પાછળ જતો રહ્યો હતો. જેથી તેને કાબૂમાં કરવા માટે ઝૂ વિભાગના સ્ટાફની મદદથી બે માદા હાથી વડે તેને કાબૂમાં કરી લેવામાં આવ્યો હતો અને અત્યારે નર હાથીને ખાડિયા પાસે એક જગ્યા પર બાંધી દેવામાં આવ્યો છે અને તેની સાથે મહાવત સહિતના સ્ટાફને સાથે રાખવામાં આવ્યો છે. હાલમાં આ હાથી શાંત છે.
અમદાવાદની રથયાત્રામાં એક હાથી બેકાબૂ બની જતા લોકોમાં નાસભાગ મચી ગઈ. હાથીને શાંત કરાયો. 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરાયા.#AhmedabadRathyatra #ahmedabadrathyatra2025 #elephant #outofcontrol pic.twitter.com/sJAeih6i1R
— khabar Antar (@Khabarantar01) June 27, 2025
રથયાત્રામાંથી 3 હાથીને હટાવવામાં આવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાથી હાથીને જ કાબૂ કરી શકે છે તેના માટે બે માદા હાથી વડે તેને કાબૂમાં લીધો હતો. અત્યારે રથયાત્રામાંથી બે માદા અને એક નર હાથી હટાવી એમ 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરી દેવાયા છે. હવે રથયાત્રામાં 17 હાથીમાંથી 14 હાથી રથયાત્રામાં જોડાશે. આ 3 હાથીને હવે રથયાત્રામાં સાથે લઈ જવાશે નહીં. આર કે સાહુએ હાથીના બેકાબૂ થવા અંગેનું કારણ જણાવતા કહ્યું કે વધારે પડતી સિસોટી વગાડવા અને ડિજે સાઉન્ડ સિસ્ટમ હોવાના કારણે હાથી બેકાબૂ બની ગયો હતો.
આ પણ વાંચો: અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો