અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ નજીક ગઈકાલે રાત્રે 50 વર્ષના એક ઠાકોર શખ્સે પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ મૃતક દ્વારા શા માટે આત્મહત્યા કરવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોતાના ઘરમાં, પોતે જ પોતાને ગોળી મારી દીધી
પોલીસના જણાવ્યા મુજબ જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં બની હતી. જેમાં મૃતક રમેશ ઠાકોર (ઉ.વ. 50) નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતાની જાતને ગોળી મારી દીધી હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારજનો શખ્સને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: TET વગર નોકરી કે પ્રમોશન નહીં, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
આનંદનગર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં રમેશ ઠાકોરે ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
આ પણ વાંચો: ગોંડલમાં ભરવાડોએ દલિત યુવક સહિત 3 લોકો પર હુમલો કર્યો