કાંકરિયા દલિત યુવક હત્યા કેસના ચારેય આરોપી ઝડપાયા

અમદાવાદના કાંકરિયામાં દલિત યુવકની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણની રાત્રે હત્યા થઈ હતી.
Kankaria Dalit youth murder case

અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ઉત્તરાયણની રાત્રે દલિત યુવકની થયેલી હત્યાના કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ જૂના ઝઘડાની અદાવતમાં મૃતક યુવકને સમાધાન માટે બોલાવ્યા બાદ લાકડી-છરાના ઘા મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મણિનગર અને કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મામલો શું હતો?

આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમરાઈવાડીમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને માનેલી બહેન બનાવી હતી. ચિરાગની માનીતી બહેન તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી. ચિરાગને આ બાબતની જાણ થતા તેણે મંથનને 2 થી 3 વખત ટોક્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થઈ હતી. જો કે બાદ ઉત્તરાયણની રાત્રે મંથને ચિરાગને સમાધાન માટે બોલાવ્યો હતો. સમાધાન કરવાનું હોવાથી ચિરાગ એકલો જ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ગયો હતો.

આ પણ વાંચો: માણસ-હાથી વચ્ચેનો સંઘર્ષ આટલો વિકરાળ કેમ બન્યો?

ઉત્તરાયણની રાતે સમાધાન માટે બોલાવી હત્યા કરી

ચિરાગ એકલો સમાધાન માટે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. જો કે ચાર જેટલા આરોપીઓ અગાઉથી જ બે બાઇક પર ત્યાં પહોંચી ગયા હતા. ફુટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતા મંથન અને તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ ભેગા મળીને ચિરાગને માર માર્યો હતો. જે બાદ ચિરાગને છાતીના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જેથી ચિરાગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું મોત થયું હતું.

પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

ઉત્તરાયણના દિવસે હત્યાની ઘટના બનતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જે બાદ ચિરાગના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોધી આરોપીઓની ઓળખ હાથ ધરી હતી. જેમાં ચાર લોકોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં હત્યા કરનાર મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર હોવાનું સામે આવ્યુ હતું.

જેથી પોલીસે તમામની શોધખોળ હાથ ધરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ આરોપીઓ સામે કાવતરું રચીને હત્યા કરી હોવાથી વધુ એક કલમ પણ ઉમેરવામાં આવી છે. તેમજ બે આરોપી સામે અગાઉ રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યુ છે. જો કે પોલીસે અત્યારે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર, વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહની ધરપડક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Battle of Galwan ફિલ્મનું બિરસા મુંડા સાથે શું કનેક્શન છે?

પોલીસ અધિકારીએ શું કહ્યું?

ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણે રાત્રે 10 વાગ્યા આસપાસ કાંકરિયા પાસે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યાનો બનાવ બન્યો હતો. ચિરાગ રાઠોડની હત્યા કરી દેવામાં આવી હતી. ચાર જેટલા લોકોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર, વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહે ચિરાગ રાઠોડ પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં ચિરાગને છાતીના ભાગે વધુ ઇજા થવાથી તેનો મોત થયું હતું. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓને આઈડેન્ટીફાય કરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

સમાધાનના બહાને બોલાવી હત્યા કરી

વધુમાં ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જો કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. ચિરાગનો મિત્ર નયન છે, જેની બહેનને ચિરાગ માનીતી બહેન કહેતો હતો. મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર તેની બહેનની સાથે ઓફિસમાં કામ કરતો હતો. જેથી આ લોકો વચ્ચેની મિત્રતાને લઈને ચિરાગ નારાજ હતો. જેથી વારંવાર તેને આ બંનેને જાણ કરી હતી. જે બાબતને લઈને મંથને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. જ્યાં મારામારી કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં દલિત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
18 days ago

*વ્યભિચાર ભષ્ટ્રાચાર પાપ અને કાતિલ ગુના છાપરે ચઢીને પોકારે છે! એટલે જ ભાઈચારાની ભાવનાથી જોડાયેલા રહેવું જોઈએ…!
ડીસીપી સાહેબને ખુબ ખુબ અભિનંદન!
ધન્યવાદ સાધુવાદ!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x