સિનિયર ક્રિકેટરે મને કહ્યું, ‘મારે તારી સાથે સૂવું છે’

Anaya Banger Interview: ટીમ ઈન્ડિયાના ભૂતપૂ્ર્વ કોચ Sanjay Bangarની ટ્રાન્સજેન્ડર ક્રિકેટર પુત્રી Anaya Bangar એ ક્રિકટરોની વિકૃતિઓને ખૂલ્લી પાડી દીધી.
Anaya Bangar

Anaya Banger Interview: ટીમ ઈન્ડિયા (Team India) પૂર્વ બેટિંગ કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગર(Sanjay Bangar)ની ટ્રાન્સજેન્ડર(Transgender) દીકરી અનાયા બાંગરે(Anaya Bangar) ભારતના ક્રિકેટરોની વિકૃતિની પોલ ખોલી નાખી છે. અનાયા લિંગ પરિવર્તન કરાવીને આર્યનમાંથી અનાયા બની છે. પિતા સંજય બાંગરની જેમ તે પણ ક્રિકેટર છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં ક્રિકેટરો દ્વારા કેવી રીતે તેનું ઉત્પીડન કરવામાં આવ્યું તેના વિશે ખૂલીને વાત કરી છે. આ સાથે જ તેણે ક્રિકેટમાં પુરૂષોના આધિપત્યને કારણે વેઠવી પડતી સમસ્યાઓની પણ ઝાટકણી કાઢી.

‘આર્યન’માંથી ‘અનાયા’ બનેલી અનાયા બાંગરે(Anaya Bangar) તેના લિંગ પરિવર્તન દરમિયાન સાથી ક્રિકેટરો દ્વારા ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં તેણીએ ક્રિકેટની દુનિયામાં ફેલાયેલી અનિચ્છનીય નગ્નતા અને મૌખિક દુર્વ્યવહારનું વર્ણન કર્યું હતું.
અનાયા બાંગરે કહ્યું, “મને સમર્થન મળ્યું છે અને કેટલીક જગ્યાએ ઉત્પીડન પણ થયું છે. કેટલાક ક્રિકેટરો એવા પણ છે જેમણે મને તેમના નગ્ન ચિત્રો મોકલ્યા છે.”

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

આ પણ વાંચોઃ મોહમ્મદ શમીની બેન-બનેવી MNREGAમાં મજૂર, માંડ રૂ. 237 કમાય છે

હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) થી પોતાના લિંગ પરિવર્તનની શરૂઆત કર્યા પછી અનાયાએ ખુલ્લેઆમ ક્રિકેટમાં વધુ સમાવેશકતાની હિમાયત કરી છે. તેના અનુભવો ફક્ત વ્યક્તિગત લડતને જ નહીં, પણ રમતની અંદર રહેલા પડકારોને પણ પ્રતિબિંબિત કરે છે.
અનાયા કહે છે, “ક્રિકેટની દુનિયા અસલામતી અને ઝેરી પુરુષત્વથી ભરેલી છે” તેણે વિસ્તારથી જણાવ્યું કે, કેવી રીતે તેને યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને મુશીર ખાન જેવા અગ્રણી ભારતીય ખેલાડીઓ સાથે રમતી વખતે પોતાની સાચી ઓળખ છુપાવવાની ફરજ પડી હતી.

અનાયાએ એક ક્રિકેટર વિશેનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો જેણે અન્યોની સામે તેનું ઉત્પીડન કર્યું હતું અને બાદમાં તેના અંગત ફોટા માંગ્યા હતા. અનાયાએ ભારતની મુલાકાત દરમિયાન એક દિગ્ગજ ક્રિકેટર સાથે થયેલી ચિંતાજનક વાતચીતને પણ યાદ કરી.
એ આઘાતજનક ઘટનાને યાદ કરતા અનાયા બાંગર કહે છે, “જ્યારે હું ભારતમાં હતી ત્યારે મેં એક સિનિયર ક્રિકેટરને મારી સ્થિતિ વિશે કહ્યું. તેણે મને કહ્યું, ‘ચાલ ગાડીમાં જઈએ, હું તારી સાથે સૂવા માંગુ છું. તેની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી.’

આ પણ વાંચોઃ હરભજન સિંહે બોલર જોફ્રા આર્ચરને ‘કાળી ટેક્સી’ કહેતા વિવાદ

અનાયા બાંગરના આ ઈન્ટરવ્યૂ બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાલ આઈપીએલ(IPL) ચાલી રહી છે અને આખો ઉનાળો ક્રિકેટરો, સટોડિયા અને બુકીઓ અને નિવૃત્ત ક્રિકેટરો સહિત સૌ કોઈ ક્રિકેટમાં ગળાડૂબ છે ત્યારે અનાયાના આ ખુલાસાથી ક્રિકેટ જગત પર કેવી અને કેટલી અસર થશે તે ખ્યાલ નથી. જો કે, ભારત જેવા ધર્માંધ અને વ્યક્તિપૂજામાં રાચતા દેશમાં એક પૂર્વ ક્રિકેટરની ટ્રાન્સજેન્ડર પુત્રીના ખુલાસાને લોકો અને ક્રિકેટ સંસ્થાઓ ગંભીરતાથી લેશે તે માનવામાં કોઈ માલ નથી.

તાજેતરમાં, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેની યોગ્યતાઓના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓને ઉચ્ચ સ્તરીય લોકલ અને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા

તેવી જ રીતે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ટિયર 1 અને 2 માં મહિલા ક્રિકેટ માટે તેના નિયમો કડક કર્યા છે, જેમાં રમતમાં ટ્રાન્સજેન્ડરોની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અનાયાએ હિંમત કરીને ક્રિકેટ જગતમાં રહેલી વિકૃતિઓ વિશે ખૂલીને વાત તો કરી છે. પરંતુ તેનાથી ક્રિકેટમાં રહેલી વિકૃતિઓ દૂર થાય તેમ નથી. જો કે, તેના ખુલાસાઓથી ફરી એકવાર એ સાબિત થઈ ગયું કે ભારતમાં ધંધાદારી અભિનેતા-અભિનેત્રીઓ અને ક્રિકેટરો કદી સમાજ માટે આદર્શ હોઈ શકે નહીં. પછી તે સચિન તેંદુલકર હોય કે અમિતાભ બચ્ચન, દરેકે પોતપોતાના સ્વાર્થે સમાધાનો કર્યા છે.

આ પણ વાંચોઃ કુશીયારીની Green Army : ધોકે નારી નહીં, નર પાંસરા…

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x