‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો

ભારતમાં ધર્મને લઈને સતત નફરત ફેલાઈ રહી છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાં લોકો પોતાનો ધર્મ છોડીને નાસ્તિક બની રહ્યાં છે. જાણો કેમ આવું થઈ રહ્યું છે.
atheism

દુનિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ પોતાના ધર્મથી કંટાળીને નાસ્તિક બની રહ્યાં છે. આજે ધર્મ છોડી દેનારા લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે ‘ધર્મહીનતા’ ચોથો સૌથી મોટો ધર્મ બની ગયો છે. જી હા, આ લોકો ધર્મ છોડીને બીજા કોઈ ધર્મમાં નથી જઈ રહ્યા પરંતુ નાસ્તિક બની રહ્યાં છે. તેઓ પોતાને નાસ્તિક અથવા અજ્ઞેયવાદી તરીકે વર્ણવે છે, એટલે કે એવા લોકો જેમને ઈશ્વર છે કે નહીં તેને લઈને કોઈ ફરક નથી પડતો. કેટલાક લોકો તેમના ધર્મની કોલમમાં ‘કોઈ ધર્મ નથી’ પણ લખે છે.

પ્યૂ રિસર્ચ(Pew Reseach Report)નો નવો રિપોર્ટ કહે છે કે, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મમાં જન્મેલા સેંકડો/હજારો લોકો હવે તેમનો ધર્મ છોડી રહ્યા છે. એ બધા લોકો પોતાને ‘ધર્મહીન’ કહી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટરે 36 દેશોમાં સર્વે કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આમાં એ વાત પ્રકાશમાં આવી કે હવે “જે લોકો ધર્મમાં માનતા નથી” તેઓ વિશ્વનું ચોથું સૌથી મોટું ધાર્મિક જૂથ બની ગયા છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, હાલમાં વિશ્વના 31.6% લોકો ખ્રિસ્તી, 25.8% મુસ્લિમ અને 15.1% હિન્દુ છે. જ્યારે એકેય ધર્મમાં માનતા ન હોય તેવા લોકોની સંખ્યા 14.4% છે.

સૌથી વધુ ફેરફાર ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકોમાં જોવા મળ્યો છે. પ્રદેશોની દ્રષ્ટિએ, આ વલણ યુરોપ, અમેરિકા અને પૂર્વ એશિયામાં ઝડપથી વિકસ્યું છે. યુરોપના સ્વીડનમાં 29 ટકા, લોકો જે પહેલા ખ્રિસ્તી હતા તેઓ હવે કોઈપણ ધર્મ સાથે જોડાયેલા નથી. જ્યારે સ્પેનમાં 33% લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડીને નાસ્તિકતા અપનાવી.

આ પણ વાંચો:  સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે

નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીમાં સમાન આંકડા જોવા મળે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ મોટી સંખ્યામાં લોકો ખ્રિસ્તી ધર્મ છોડીને ધર્મવિહીન બની રહ્યા છે. અમેરિકામાં ૧૬%, કેનેડામાં ૨૫% અને ઓસ્ટ્રેલિયામાં ૨૪% લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો છે અને ધર્મવિહીન થઈ ગયા છે.

જ્યારે જાપાનમાં ૨૪ ટકા અને દક્ષિણ કોરિયામાં ૧૩ ટકા લોકોએ બૌદ્ધ ધર્મ છોડી દીધો છે. દક્ષિણ કોરિયામાં ધર્મ છોડી દેવાનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાંના લગભગ ૫૦ ટકા લોકોએ પોતાના બાળપણના ધર્મનો ત્યાગ કર્યો છે. સિંગાપોરમાં પણ 5% લોકોએ બૌદ્ધ ધર્મ છોડીને કોઈપણ ધર્મ વિના રહેવાનું પસંદ કર્યું છે.

આ દેશોમાં ઘણા લોકો હવે ધર્મને તેમના રોજિંદા જીવનનો ભાગ માનતા નથી. તેઓ ફક્ત તેને પરંપરાનો દરજ્જો આપે છે. એવું માનવામાં આવે છે કે શિક્ષણ, વિજ્ઞાન અને વ્યક્તિગત સ્વતંત્રતાને કારણે ધર્મનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. યુવા પેઢી પોતાની રીતે વિચારીને નિર્ણયો લઈ રહી છે અને ધર્મને જરૂરી માનતી નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે ભલે હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ધર્મ છોડવા માટે બહુ ઉત્સાહ નથી, પરંતુ અમેરિકા અને શ્રીલંકામાં અનુક્રમે ૧૮% અને ૧૧% હિન્દુ તરીકે જન્મેલા લોકોએ હિંદુ ધર્મ છોડી દીધો છે.

આ પણ વાંચો: રક્તપિત્તિયાઓની સેવા કરતા પાદરીના હત્યારાને સજા માફ કરી છોડી મૂકાયો

atheism

ભારતની બાબતમાં ચિત્ર સંપૂર્ણપણે અલગ છે. અહીં ધર્મને લઈને ઘણો વધારે લગાવ છે. હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોમાં ધર્મવિહીન બનનારા લોકોની સંખ્યા લગભગ નગણ્ય રહી. અહીં ધર્મને શ્રદ્ધા ઉપરાંત ઓળખ, સંસ્કૃતિ અને સમાજનો એક ભાગ માનવામાં આવે છે.

અહીં બીજી એક વાત નોંધવા જેવી છે કે ભારતમાં ધર્મ છોડવો સરળ માનવામાં આવતો નથી. અહીં ધર્મ પરિવાર, સમાજ, જાતિ અને રિવાજો સાથે સંબંધિત છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો જીવનભર પોતાના ધર્મમાં રહે છે. ધર્મનો સમાજ પર એટલો ઊંડો પ્રભાવ છે કે લોકો ધર્મ છોડતા ડરે છે અથવા ખચકાટ અનુભવે છે.

હિન્દુ ધર્મ અને ઇસ્લામ છોડી દેનારા લોકોની સંખ્યા ઓછી હોવાનું એક કારણ આ ધર્મોની સામાજિક અને પારિવારિક મજબૂતી છે. આ બંને ધર્મોમાં ધાર્મિક શિક્ષણ, ધાર્મિક કાર્યક્રમો અને રિવાજોનું ખૂબ મહત્વ છે, જે લોકોને ધર્મ સાથે જોડે છે.

તેનાથી વિપરીત, પ્યુ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે બૌદ્ધ દેશોમાં, લોકો ધર્મને આધ્યાત્મિક પ્રથા તરીકે જુએ છે. તે એમના માટે જીવનના દરેક હિસ્સાનો નિયમ નથી. તેથી, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે તેમનો ધર્મ છોડવો સરળ છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. પશ્ચિમી દેશોમાં, લોકો હવે ચર્ચમાં જવાનું કે ધાર્મિક નિયમોનું પાલન કરવાનું જરૂરી માનતા નથી. તે પોતાને “આધ્યાત્મિક” માને છે પણ કોઈ ધર્મ સાથે સંકળાયેલ નથી. આ રિપોર્ટની તપાસ કર્યા પછી, એવું પણ જોવા મળ્યું કે જે દેશોમાં પોતાનો ધર્મ છોડી દેનારા લોકોની સંખ્યા વધુ હોય છે તે સામાન્ય રીતે સમૃદ્ધ હોય છે. એકમાત્ર અપવાદ શ્રીલંકા છે.

આ રિપોર્ટ દર્શાવે છે કે દુનિયામાં ધર્મ પ્રત્યેનો વિચાર બદલાઈ રહ્યો છે. એકબાજુ કેટલાક દેશો ધર્મથી દૂર થઈ રહ્યા છે, બીજી બાજુ ભારત જેવા દેશો હજુ પણ ધર્મને પોતાની ઓળખનો એક મોટો ભાગ માને છે.

આ પણ વાંચો: રોજા હોવા છતાં મુસ્લિમ યુવકે હિંદુ મહિલાને રક્તદાન કર્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x