Dalit News: ગુજરાતમાં સૌરાષ્ટ્રને જાતિવાદનો ગઢ શા માટે કહેવામાં આવે છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે એક દલિત પરિવાર કાર લઈને તળાજા જતા હતા જે સમયે ગામનો જ એક યુવક બાઇક લઇને સામે મળતા, સાંકડા રસ્તા પર એકી સાથે બે વાહનો પસાર ન થઇ શકતા બાઇક ચાલક યુવકે દલિત યુવકને કાર પાછી લેવાનું કહીને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. આરોપીએ દલિત પરિવારને “કાર પાછી વાળી લો, દલિત થઈને અમારી સામેથી નીકળવું છે?” કહીને અહીંથી ગાડી લઈને ન નીકળવાનું નહીં તેમ કહીને જાતિસૂચક અપશબ્દો કહીને માથાકૂટ કરી હતી.
જેથી દલિત પરિવારે જાતિવાદી શખ્સ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કે, એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં થાય છે તેમ આ કેસમાં પણ જાતિવાદી તત્વોએ સામી ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તે નોંધી પણ લીધી છે. આ ઘટનાને લઈને ગામમાં હોબાળો મચી ગયો હતો. આ મામલે ચાર શખ્સો વિરૂદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળી, ટોળાંએ 150 ઘર સળગાવ્યાં
મામલો શું હતો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ દિહોરના ધુનાબેન ચૌહાણ તેમના પુત્રી ભાવનાબેન અને પુત્ર દિલીપભાઈ સાથે કાર લઈને તળાજાથી દિહોર તરફ જતા હતા. કાર દિહોરના ગોદર વિસ્તારમાં પહોંચી હતી અને તેમના પુત્ર દિલીપભાઈ કાર ચલાવી રહ્યા હતા, ત્યારે ગામમાં રહેતા બુધાભાઇ ટીહાભાઈ ઘોયલ સામેથી બાઇક લઇને આવ્યા હતા.
આ પણ વાંચો: દલિત યુવકનું પોલીસ સ્ટેશનમાં ‘થર્ડ ડિગ્રી’ ટોર્ચરથી મોત
આ જાતિવાદી શખ્સે દલિત પરિવારને અહીંથી “કાર પાછી વાળી લો, દલિત થઈને અમારી સામેથી નીકળવું છે?” કહીને અહીંયાથી કાર લઇને પસાર નહીં થવાનું તેમ કહી, ધુનાબેન, ભાવનાબેન અને દિલીપભાઇને જાતિસૂચક અપશબ્દો કહીને હડધૂત કર્યા હતા. આથી દલિત પરિવારે આરોપી બુધા ઘોયલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જાતિવાદી શખ્સે દલિત પરિવાર સામે ક્રોસ ફરિયાદ નોંધાવી
તો બુધા ઘોયલે દલિત પરિવાર સામે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, સાંકડા રસ્તા ઉપર તેમની બાઈક અને દિલીપભાઈની કાર સામસામે આવી જતાં, દિલીપભાઈને કાર પાછી લેવાનું કહ્યું હતું. પરંતુ તેઓ કાર રસ્તા વચ્ચે મૂકીને ઘરે જતા રહ્યા હતા અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એ પછી બંને પક્ષોએ સામસામે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખના જાતિવાદથી કંટાળી કાર્યકરે ફિનાઈલ પીધી!










