સરકારી હોદ્દા પર રહેલા અધિકારીઓ જ્યારે પોતાના હોદ્દાની ગરિમા ભૂલીને જાતિવાદ આચરે ત્યારે કેવી પરિસ્થિતિ પેદા થાય છે તેનું એક મોટું ઉદાહરણ જૂનાગઢ જિલ્લામાંથી સામે આવ્યું છે. અહીં માણાવદરના તાલુકા વિકાસ અધિકારી(TDO) નંદાણીયા પર ખડીયા ગામના દલિતો અને દેવીપૂજક સમાજ સાથે જાતિ આધારિત ભેદભાવ કર્યાનો આરોપ લાગ્યો છે.
માણાવદરના ખડીયા ગામની ઘટના
દલિત સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ખડીયા ગામમાં કુલ 700 વિઘા ગૌચર જમીન છે. તેમાં અનેક લોકોએ દબાણ કર્યું છે. પરંતુ ટીડીઓએ તેમાંથી માત્ર દલિત અને દેવીપૂજક સમાજના 100 વિઘાના દબાણો દૂર કર્યા છે, જ્યારે સવર્ણ હિંદુઓના 500 વિઘા જેટલા દબાણો સામે કોઈ કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચો: દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની
આ મુદ્દે થોડા દિવસો પહેલા અનુસૂચિત જાતિ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં પરસોત્તમ લાલજી ગૌશાળા ટ્રસ્ટે 60 વિઘા જમીન પર કરેલા દબાણની વાત પણ ઉજાગર કરવામાં આવી છે. આ જમીન પંચાયત ઠરાવથી યોગ્ય મંજૂરી વગર ભાડે અપાઈ હોવાનો આક્ષેપ છે.
50 યુવાનોની આત્મવિલોપન કરવાની ચીમકી
ટીડીઓના આવા ભેદભાવપૂર્ણ વલણના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજે માણાવદર મામલતદાર કચેરી ખાતે આંદોલનની જાહેરાત કરી છે. સમાજના 50 યુવાનોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
દલિત સમાજનું શું કહેવું છે?
આ મામલે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, “માત્ર દલિત અને દેવીપૂજક સમાજના દબાણો દૂર કરીને ટીડીઓ અને વહીવટી તંત્ર જાતિવાદી વલણ દાખવી રહ્યુ છે. ગામના તલાટી, મામલતદાર અને TDO દ્વારા કાયમી બાંધકામ ધરાવતી સવર્ણ જાતિના લોકોની ગૌશાળાના દબાણ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જ્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકોનું દબાણ દૂર કરાયું છે. એક સરકારી અધિકારીને આવા બેવડાં ધોરણો ન શોભે. તેણે કાયદાની મર્યાદામાં રહીને સૌની સાથે સમાન વર્તન કરવું જોઈએ.
જ્યારે અહીં તો ખુદ ટીડીઓ જાતિવાદને ઉત્તેજન આપી રહ્યાં છે. તેમના માટે સવર્ણો અને દલિતો-દેવીપૂજકો માટે ન્યાયના કાટલાં જુદાં છે. ટીડીઓ અને તેમનું વહીવટી તંત્ર દલિતો-દેવીપૂજો પ્રત્યે ભેદભાવ ભરી રીતે કામ કરી રહ્યું છે.”
અનુસૂચિત જાતિ સમાજ મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠો
અનુજાતિ સમાજ દ્વારા અગાઉ પણ આક્ષેપો કરાયા હતા અને કહ્યું હતું કે કે ખડીયા ગામમાં દબાણ દૂર કરવા માટે ચાર વખત નોટિસો આપવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા માત્ર અનુસૂચિત જાતિના લોકોનું જ દબાણ દૂર કરવામાં આવ્યું.
જ્યારે સવર્ણોના દબાણો યથાવત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે સામે કાર્યવાહી કરવામાં ન આવતા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગઈકાલે તા. 12 મે 2025થી માણાવદર મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જો આગામી એક અઠવાડિયામાં આ મામલે કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.
ટીડીઓ, મામલતદાર, તલાટી સામે એટ્રોસિટી દાખલ કરો
દલિત સમાજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ સમાજની સ્પષ્ટ માગ છે કે, એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(પી)(યુ) મુજબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી સામે ગુનો દાખલ કરવામાં આવે અને ગૌશાળાનું પણ દબાણ તાત્કાલિક દુર કરવામાં આવે. જો એવું નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરી જવાબદાર અધિકારીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરશે.
આ પણ વાંચો: દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા
जो police फरियाद dakhal na करे तो कोर्ट में जाओ।कोर्ट में जाते पहले स्थल का फोटो ग्राफ ले के जाना।वो साथ में प्रूफ है।
*ગુજરાતમાં શાંતિ ડહોળાય તેવો અન્યાય કરીને શા માટે
નીચલા સમાજોની અવહેલના કરવામાં આવે છે.
શું બીજેપી ભાજપા RSS ને આવા ભેદભાવી નિર્ણય સાથે સાંઠગાંઠ ખરી?
જાતિવાદ અને નફરત ફેલાવવી આ રાક્ષસો નો જન્મ સિદ્ધ અધિકાર છે,
નિર્દોષ લોકો પર અત્યાચાર કરવો એનો ગૌરવ અનુભવતા ગુંડા તત્વોએ જીવન દુષ્કર બનાવી દિધું છે.